ઋણાનુબંધ/નિર્ણય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નિર્ણય|}} <poem> એના કરેનીનાની જેમ ટ્રેનના પાટા પર પડતું મૂકવા...")
(No difference)

Revision as of 11:11, 19 April 2022

નિર્ણય


એના કરેનીનાની જેમ
ટ્રેનના પાટા પર પડતું મૂકવામાં
કે
મેડમ બોવરીની જેમ
ઝેરી દવા ગળે ઉતારવામાં
કે
સીલ્વિયા પ્લાથની જેમ
ઓવનમાં માથું મૂકવામાં
કે
એન સેક્સટનની જેમ
ગરાજ બંધ કરી કાર્બન મોનોક્સાઈડ શ્વસવામાં
હું જરાય માનતી નથી.
મારે તો જીવવું છે.
ક્વીન વિક્ટોરિયા થઈને
અને
કરવું છે રાજ…