ઋણાનુબંધ/રૂપાંતર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રૂપાંતર|}} <poem> શિયાળાની એક ખરબચડી સવારે ઠરી જતી આંગળીઓથી પો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
હવે મારે તારું નામ લખવાની શી જરૂર? | હવે મારે તારું નામ લખવાની શી જરૂર? | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ઋણાનુબંધ | |||
|next = પ્રદક્ષિણા | |||
}} |
Latest revision as of 09:34, 20 April 2022
રૂપાંતર
શિયાળાની એક ખરબચડી સવારે
ઠરી જતી આંગળીઓથી
પોચા પોચા રૂ જેવા
તાજા જ પડેલા સ્નોમાં
મેં તારું નામ લખ્યું તો ખરું
પણ પછી લુચ્ચો, અદેખો વરસાદ
એને વહી ગયો.
ઘરમાં ઊભી ઘડીભર હું ઉદાસ…
પણ તું માનીશ?
આજે
સુંવાળી વાસંતી સવારે
એ જ જગ્યાએ
લચી પડતાં ડેફોડિલ ઊગી નીકળ્યાં છે.
હવે મારે તારું નામ લખવાની શી જરૂર?