ઋણાનુબંધ/અદ્વૈત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અદ્વૈત|}} <poem> હવે શ્વાસે શ્વાસે ફેફસાંમાં અમેરિકા પણ હવા થઈ...")
 
No edit summary
 
Line 31: Line 31:
અમેરિકા…
અમેરિકા…
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = કોણ કહે છે?
|next = તો-?
}}

Latest revision as of 09:42, 20 April 2022

અદ્વૈત


હવે
શ્વાસે શ્વાસે ફેફસાંમાં
અમેરિકા પણ
હવા થઈને ભરાય છે.
આ લોહી
આ અસ્થિમાં
હવે અહીંની ઋતુઓનાં
આછી સુગંધનાં રંગબેરંગી ફૂલોનો
મલય
સતત વહ્યા કરે છે.
પળે પળે પલકારતી
આંખોમાં
હવે અહીં બારે માસ વરસતા
વરસાદનાં પાણી ઘર કરી ગયાં છે.
અહીંના
ધ્રુજાવી દેતા શિયાળાના
થીજી જતા સ્નોમાં
ઠંડી થઈ જતી મારી ગળાની અને ખભાની ત્વચા પર
હવે
અમેરિકા શાલદુશાલા થઈને વીંટળાય છે.
અને
વર્ષોના વસવાટ પછી
મુંબઈના એરપોર્ટ પર ઊતરું છું
ત્યારેય
ત્વચા થઈને ચોંટેલું હોય છે
અમેરિકા…