ઋણાનુબંધ/ભાવપ્રદેશમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભાવપ્રદેશમાં|}} <poem> મારા વિશાળ ઘરના નાનકડા ખૂણામાં સ્થાપે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 51: | Line 51: | ||
ફસડાઈ પડી હશે? | ફસડાઈ પડી હશે? | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = બાને | |||
|next = વાતચીત | |||
}} |
Latest revision as of 09:45, 20 April 2022
ભાવપ્રદેશમાં
મારા
વિશાળ ઘરના
નાનકડા ખૂણામાં સ્થાપેલા મંદિરમાં
ઈશ્વર સમક્ષ
રોજ દીવો કરી
બંધ આંખે પ્રાર્થના કરું છું ત્યારે
વર્ષો સુધી
આંગણાના તુલસીકૂંડાની પ્રદક્ષિણા ફરી
સૂર્ય તરફ પાણી છાંટી
બંધ આંખે
કશુંક પ્રાર્થતી
મા યાદ આવે છે.
મારા મનમાં
મારા ઘરનો એકાંત ખૂણો
માનું આંગણું
અને
અમારી વૈયક્તિક મૂક પ્રાર્થનાઓ—
સઘળું સેળભેળ થઈ જાય છે.
હું
મનને ફરીથી બરાબર ગોઠવી શકું
એ પહેલાં જ
પાછળથી ધક્કો દઈ
હડસેલતો સમય
મને
તાણી જાય છે
દાયકાઓ પહેલાંના
ભાવપ્રદેશમાં
જ્યાં
માની સાડીનો પાલવ પકડી
એક નાની બાળકી
તુલસીકૂંડાની પ્રદક્ષિણાને
અને
સૂર્ય તરફ પાણી છાંટી
બંધ આંખે થતી પ્રાર્થનાની
પ્રક્રિયાને
કુતૂહલથી જોઈ રહે છે.
અને પછી
મૂગી પણ હસતી માને વળગી પડે છે.
આજે
મન પૂછે છે—
તુલસીકૂંડાની એ પ્રદક્ષિણામાં
મારે માટેની
માની પ્રાર્થના
ફસડાઈ પડી હશે?