ઋણાનુબંધ/બાનો અંતિમ દિન: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાનો અંતિમ દિન|}} <poem> ‘એ’ હવે આવવા જ જોઈએ-ની પ્રતીતિમાં ઉઘાડ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 50: | Line 50: | ||
સદાય માટે! | સદાય માટે! | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = બજારમાં | |||
|next = બે માળા | |||
}} |
Latest revision as of 09:47, 20 April 2022
‘એ’ હવે આવવા જ જોઈએ-ની
પ્રતીતિમાં
ઉઘાડબંધ થઈ કશુંક શોધતી
ઝાંખું ઝાંખું જોતી
પાંપણોઃ
બાપુના હાથમાં હાથ હોવા છતાંય
ઓઢેલા શામળા કામળામાં
ઠંડા થતા જતા હાથ;
મૂળમાંથી ઊખડવા આવેલા
પડું પડું થતા વૃક્ષની
ત્વચા જેવા
તૂટક તૂટક વિચારો;
વિસ્તરેલી ચાર પેઢીની
છેલ્લાં દર્શનાર્થેની
સતત અવરજવર વચ્ચેય
દસ હજાર માઇલ દૂર
સાસરે ગયેલી
દીકરીની આંખોમાં
છેલ્લી નજર મેળવવાની
રહીસહી ઝંખનાની તરસ;
ઘૂંટાતા શ્વાસમાં
દૂર થયેલી દીકરીના સુખ માટે
કશુંક પ્રાર્થતા
કશુંક ગણતણતા
સૂકા સૂકા હોઠ;
મનની શાંતિ અર્થે
થતા મંત્રોચ્ચાર વચ્ચે
કાન સુધી પહોંચવા મથતાં
નજીક આવતાં જતાં લાગતાં
દીકરીનાં પગલાં?
ના, ના, દીકરી તો સાસરે જ શોભે!
સાસરાને સાચવતી અને શોભાવતી દીકરી
હવે આવી નહીં શકે તેની
મનોમન ખાતરી થતાં
સાત સાગરને
ન ઓળંગી શકતી
એમની આંખોને
એમણે
બારી બહારના
ખુલ્લા ભૂરા
જમ્બો જેટ વિનાના
આકાશ તરફ મીટ માંડી
સ્થિર કરી દીધી—
સદાય માટે!