ઋણાનુબંધ/સોના વાટકડી જેવું આ કાળજું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સોના વાટકડી જેવું આ કાળજું|}} <poem> સોના વાટકડી જેવું આ કાળજુ...")
 
No edit summary
 
Line 23: Line 23:
કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.
કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = સુરેશને—૭૫મા જન્મદિવસે
|next = તારા બગીચામાં રહેતી ગઈ
}}

Latest revision as of 10:28, 20 April 2022

સોના વાટકડી જેવું આ કાળજું


સોના વાટકડી જેવું આ કાળજું
ને યાદનું કેસર ઘોળ્યા કરું
આંખની સામે જે ચહેરો હતો
એ ચહેરાને હું તો ખોળ્યાં કરું.

સાંજનું ઉદાસ આ કેવું આકાશ
અમે ઊડેલાં પંખીને ગોતી રહ્યાં
સૂમસામ પડી છે તારી પથારી
મારા તકિયા પર આંસુઓ મોતી થયાં.
મનમાં ને મનમાં હું તારા આ નામને
એકલી ને એકલી બોલ્યાં કરું.

બારણાની બ્હાર આ રસ્તો પડ્યો છે
પણ ચાલવાનું મન મને થાતું નથી.
કંઠમાં અધવચ્ચે અટક્યું છે ગીત
પણ ગાવાનું મન મને થાતું નથી.
ક્યારનો ઉજાગરાનો દીવો બળે છે:
કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.