ઋણાનુબંધ/તારા બગીચામાં રહેતી ગઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તારા બગીચામાં રહેતી ગઈ|}} <poem> તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુ...")
 
No edit summary
 
Line 17: Line 17:
અને કહેતી ગઈ કે હવે જાઉં છું.
અને કહેતી ગઈ કે હવે જાઉં છું.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = સોના વાટકડી જેવું આ કાળજું
|next = લ્યો, નાવ કિનારે આવી!
}}

Latest revision as of 10:29, 20 April 2022

તારા બગીચામાં રહેતી ગઈ


તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉં છું.

                    ઝાડવાની લીલેરી માયા મને,
ફૂલની સુગંધની છાયા મને,
અને વહેતા આ વાયરામાં વહેતી ગઈ, કંઈક જન્મોની વાતને ઉકેલતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉં છું.

                    આ દિવસ ને રાતની કળીઓ ખૂલી,
અહીં પળપળના ગુંજનની ગાથા ઝૂલી,
હું તો ભમતી ગઈ ને કશું ભૂલતી ગઈ ને યાદ કરતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉં છું.