ઋણાનુબંધ/સપનાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સપનાં|}} <poem> સેલ સેલ સેલ સપનાંનું! સૌ કોઈને ભાવભીનું નિમંત્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
મારાં સપનાં…! | મારાં સપનાં…! | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કૂર્માવતાર | |||
|next = વૃદ્ધાવસ્થા | |||
}} |
Latest revision as of 10:36, 20 April 2022
સપનાં
સેલ સેલ સેલ
સપનાંનું!
સૌ કોઈને
ભાવભીનું નિમંત્રણ…
આવો અને લૂંટો
અપૂર્વ સેલ.
મહામૂલાં જતનથી સેવેલાં
પણ
હવે મને ના ખપનાં
એટલે
ઘટાડેલે ભાવે
વળતર સાથે
વેચી નાખવાનાં છે
મારાં સપનાં…!