ઋણાનુબંધ/પ્રિસ્ક્રીપ્શન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રિસ્ક્રીપ્શન|}} <poem> સ્મશાન અને કબ્રસ્તાન બન્નેની વચ્ચે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 31: | Line 31: | ||
કવિતા લખી શકો. | કવિતા લખી શકો. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = તું | |||
|next = પ્રતીતિ | |||
}} |
Latest revision as of 10:38, 20 April 2022
પ્રિસ્ક્રીપ્શન
સ્મશાન અને કબ્રસ્તાન
બન્નેની વચ્ચે રહીને
નવા જન્મેલા બાળકનું રુદન સાંભળવાની
તમારી તૈયારી છે?—
આથમતી સાંજનો તડકો
અને
આવતી રાતનો અંધકાર
આ બન્ને વચ્ચે રહીને
સૂર્ય અને ચંદ્રને
એકીસાથે
આલિંગન આપવાની તમારી તૈયારી છે?—
ઉનાળો વીત્યો નથી
અને
ચોમાસું આવ્યું નથી
આ બન્નેની વચ્ચે ઊભા રહીને
સુકાઈને ભીંજાવાની
કે
ભીંજાઈને સુકાવાની
તમારી તૈયારી છે?—
જો આટલી જ સજ્જતા હોય
તો તમે
કદાચ
કવિતા લખી શકો.