ઋણાનુબંધ/હાઇકુ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હાઇકુ|}} <poem> <Center> આસોપાલવ ના અહીં, દ્વારે ટાંગ્યાં સ્મિત-તોરણ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 9: | Line 9: | ||
સ્મિત-તોરણ | સ્મિત-તોરણ | ||
* | <center>*</center> | ||
અંગઅંગ આ | અંગઅંગ આ | ||
Line 15: | Line 15: | ||
સ્મૃતિ વરસાદે | સ્મૃતિ વરસાદે | ||
* | <center>*</center> | ||
જગજાહેર | જગજાહેર | ||
Line 21: | Line 21: | ||
કવિતા સાથે | કવિતા સાથે | ||
* | <center>*</center> | ||
પવન દોડે | પવન દોડે | ||
Line 27: | Line 27: | ||
પાણી કંપતું | પાણી કંપતું | ||
* | <center>*</center> | ||
વર્ષાસંગીત | વર્ષાસંગીત | ||
Line 33: | Line 33: | ||
વીજળી નૃત્ય | વીજળી નૃત્ય | ||
* | <center>*</center> | ||
અમેરિકામાં | અમેરિકામાં | ||
Line 39: | Line 39: | ||
તુલસીક્યારો? | તુલસીક્યારો? | ||
* | <center>*</center> | ||
દરિયો આખો | દરિયો આખો | ||
Line 45: | Line 45: | ||
થૈ ગયો ખારો | થૈ ગયો ખારો | ||
* | <center>*</center> | ||
થયો સમય— | થયો સમય— | ||
Line 51: | Line 51: | ||
ખંખેરવાનો | ખંખેરવાનો | ||
* | <center>*</center> | ||
પ્રદક્ષિણા તો | પ્રદક્ષિણા તો | ||
Line 57: | Line 57: | ||
હશે તાંતણો? | હશે તાંતણો? | ||
* | <center>*</center> | ||
ભીંતે તડકો | ભીંતે તડકો | ||
Line 63: | Line 63: | ||
ચિત્રો ચીતરે | ચિત્રો ચીતરે | ||
* | <center>*</center> | ||
ઢળતી સાંજે | ઢળતી સાંજે | ||
Line 69: | Line 69: | ||
ઢળ્યા ઘાસમાં | ઢળ્યા ઘાસમાં | ||
* | <center>*</center> | ||
બેઠા શ્વાનની | બેઠા શ્વાનની | ||
Line 75: | Line 75: | ||
હાંફે બપોર | હાંફે બપોર | ||
* | <center>*</center> | ||
રેતી ગણે છે | રેતી ગણે છે | ||
Line 81: | Line 81: | ||
સૂનો સમય | સૂનો સમય | ||
* | <center>*</center> | ||
સ્થિર થા સ્થિર! | સ્થિર થા સ્થિર! | ||
Line 87: | Line 87: | ||
દીપશિખાને | દીપશિખાને | ||
* | <center>*</center> | ||
તડકો આવે | તડકો આવે | ||
Line 97: | Line 97: | ||
ખાલી બાંકડો | ખાલી બાંકડો | ||
* | <center>*</center> | ||
છટકી ગયો | છટકી ગયો | ||
Line 103: | Line 103: | ||
છેડતી કરી | છેડતી કરી | ||
* | <center>*</center> | ||
સમીસાંજના | સમીસાંજના | ||
Line 109: | Line 109: | ||
કિરણધણ | કિરણધણ | ||
* | <center>*</center> | ||
પથ્થરે નહીં— | પથ્થરે નહીં— | ||
Line 115: | Line 115: | ||
ઘાસ-જાજમે | ઘાસ-જાજમે | ||
* | <center>*</center> | ||
ઊપડે ટ્રેન— | ઊપડે ટ્રેન— | ||
Line 121: | Line 121: | ||
ભીનો રૂમાલ | ભીનો રૂમાલ | ||
* | <center>*</center> | ||
રોજ સાંજના | રોજ સાંજના | ||
Line 127: | Line 127: | ||
ટેકરી-ઢાળે | ટેકરી-ઢાળે | ||
* | <center>*</center> | ||
ઉડાઉ આભે | ઉડાઉ આભે | ||
Line 133: | Line 133: | ||
જળકમાણી | જળકમાણી | ||
* | <center>*</center> | ||
રેશમપોત | રેશમપોત | ||
Line 139: | Line 139: | ||
સરકી જાતું | સરકી જાતું | ||
* | <center>*</center> | ||
કેવો ચોળાઈ | કેવો ચોળાઈ | ||
Line 145: | Line 145: | ||
રૂમાલ જેવો! | રૂમાલ જેવો! | ||
* | <center>*</center> | ||
ગમે તેટલી | ગમે તેટલી | ||
Line 151: | Line 151: | ||
ન મેલાં ફૂલ | ન મેલાં ફૂલ | ||
* | <center>*</center> | ||
તારા ઊઠતાં | તારા ઊઠતાં | ||
Line 157: | Line 157: | ||
શાંત કંકણો | શાંત કંકણો | ||
* | <center>*</center> | ||
ઉપવનમાં | ઉપવનમાં | ||
Line 163: | Line 163: | ||
વૃક્ષો ડોલતાં | વૃક્ષો ડોલતાં | ||
* | <center>*</center> | ||
ઉંબરો ઊંચો— | ઉંબરો ઊંચો— | ||
Line 169: | Line 169: | ||
શિશુતડકો! | શિશુતડકો! | ||
* | <center>*</center> | ||
પાડોશી બાજુ | પાડોશી બાજુ | ||
Line 175: | Line 175: | ||
માળી તટસ્થ | માળી તટસ્થ | ||
* | <center>*</center> | ||
સ્પર્શું તમને | સ્પર્શું તમને | ||
Line 181: | Line 181: | ||
ભરમેળામાં | ભરમેળામાં | ||
* | <center>*</center> | ||
શમણે મળો— | શમણે મળો— | ||
Line 187: | Line 187: | ||
પ્રેમ આપણો | પ્રેમ આપણો | ||
* | <center>*</center> | ||
જીરવવાને | જીરવવાને | ||
Line 193: | Line 193: | ||
નમતું ઘાસ | નમતું ઘાસ | ||
* | <center>*</center> | ||
કૂણાં તૃણની | કૂણાં તૃણની | ||
Line 199: | Line 199: | ||
ધરા શોભતી | ધરા શોભતી | ||
* | <center>*</center> | ||
કૂંડે સુકાતી | કૂંડે સુકાતી | ||
Line 205: | Line 205: | ||
બાનાં પગલાં | બાનાં પગલાં | ||
* | <center>*</center> | ||
બાળે છે હજી— | બાળે છે હજી— | ||
Line 211: | Line 211: | ||
વેળાનો અગ્નિ | વેળાનો અગ્નિ | ||
* | <center>*</center> | ||
તડકે લૂછી | તડકે લૂછી | ||
Line 217: | Line 217: | ||
ભીનાં પગલાં | ભીનાં પગલાં | ||
* | <center>*</center> | ||
પીઠી ચોળાવી | પીઠી ચોળાવી | ||
Line 223: | Line 223: | ||
ઘાસમંડપે | ઘાસમંડપે | ||
* | <center>*</center> | ||
ના પકડાતી | ના પકડાતી | ||
Line 229: | Line 229: | ||
એવી તો સ્મૃતિ | એવી તો સ્મૃતિ | ||
* | <center>*</center> | ||
કરચલીઓ | કરચલીઓ | ||
Line 235: | Line 235: | ||
પડી તે પડી | પડી તે પડી | ||
* | <center>*</center> | ||
પાંપણો બંધ | પાંપણો બંધ | ||
Line 241: | Line 241: | ||
સ્વપ્ન-સંબંધ | સ્વપ્ન-સંબંધ | ||
* | <center>*</center> | ||
ભરબપ્પોરે | ભરબપ્પોરે | ||
Line 247: | Line 247: | ||
દીસે સોનેરી | દીસે સોનેરી | ||
* | <center>*</center> | ||
કાળા ઝભ્ભામાં | કાળા ઝભ્ભામાં | ||
Line 253: | Line 253: | ||
દિન આરોપી | દિન આરોપી | ||
* | <center>*</center> | ||
ઝાકળબિંદુ | ઝાકળબિંદુ | ||
Line 259: | Line 259: | ||
નકશીકામ | નકશીકામ | ||
* | <center>*</center> | ||
તડકો ધ્રૂજે | તડકો ધ્રૂજે | ||
Line 265: | Line 265: | ||
રજાઈ ખોળે | રજાઈ ખોળે | ||
* | <center>*</center> | ||
પરોઢ થાતાં | પરોઢ થાતાં | ||
Line 271: | Line 271: | ||
પર્ણમર્મરે | પર્ણમર્મરે | ||
* | <center>*</center> | ||
ચૂમી દીધી છે | ચૂમી દીધી છે | ||
Line 277: | Line 277: | ||
ભભૂકી ગાલે | ભભૂકી ગાલે | ||
* | <center>*</center> | ||
પરોઢ કરે | પરોઢ કરે | ||
Line 283: | Line 283: | ||
આકાશભાલે | આકાશભાલે | ||
* | <center>*</center> | ||
તડકો કૂદે | તડકો કૂદે | ||
Line 289: | Line 289: | ||
પીળું સસલું! | પીળું સસલું! | ||
* | <center>*</center> | ||
સમીસાંજના | સમીસાંજના | ||
Line 295: | Line 295: | ||
વિશ્રંભકથા | વિશ્રંભકથા | ||
* | <center>*</center> | ||
ગાગર ભરી | ગાગર ભરી | ||
Line 301: | Line 301: | ||
ઝાકળટીપાં? | ઝાકળટીપાં? | ||
* | <center>*</center> | ||
સાવ નિરાંતે | સાવ નિરાંતે | ||
Line 307: | Line 307: | ||
જીભબાજઠે! | જીભબાજઠે! | ||
* | <center>*</center> | ||
તડકો સૂતો | તડકો સૂતો | ||
Line 313: | Line 313: | ||
ઓશીકું કરી | ઓશીકું કરી | ||
* | <center>*</center> | ||
નર્તન કરે | નર્તન કરે | ||
Line 319: | Line 319: | ||
ફીણ-ઝાંઝર | ફીણ-ઝાંઝર | ||
* | <center>*</center> | ||
લાવજે એક | લાવજે એક | ||
Line 325: | Line 325: | ||
એકે વહાણ | એકે વહાણ | ||
* | <center>*</center> | ||
સૂર્યકિરણ | સૂર્યકિરણ | ||
Line 331: | Line 331: | ||
ભીંતો રંગાઈ | ભીંતો રંગાઈ | ||
* | <center>*</center> | ||
તડકો ચાલે | તડકો ચાલે | ||
Line 337: | Line 337: | ||
ઘાસજાજમે | ઘાસજાજમે | ||
* | <center>*</center> | ||
વાળ ખેંચતો | વાળ ખેંચતો | ||
Line 343: | Line 343: | ||
શાંત નદીના | શાંત નદીના | ||
* | <center>*</center> | ||
જળમાં તરી | જળમાં તરી | ||
Line 349: | Line 349: | ||
ક્યાં જઈ ઠરે? | ક્યાં જઈ ઠરે? | ||
* | <center>*</center> | ||
ગોકળગાય | ગોકળગાય | ||
Line 355: | Line 355: | ||
મનમાં ધીરે | મનમાં ધીરે | ||
* | <center>*</center> | ||
અંધારસ્ટેજે | અંધારસ્ટેજે | ||
Line 361: | Line 361: | ||
સ્નોફ્લેક્સ નૃત્યો | સ્નોફ્લેક્સ નૃત્યો | ||
* | <center>*</center> | ||
ઝલમલતી | ઝલમલતી | ||
Line 367: | Line 367: | ||
નિષ્કંપ જળે | નિષ્કંપ જળે | ||
* | <center>*</center> | ||
અમાસ રાતે | અમાસ રાતે | ||
Line 373: | Line 373: | ||
તારાની ઠઠ | તારાની ઠઠ | ||
* | <center>*</center> | ||
પવન કરે | પવન કરે | ||
Line 379: | Line 379: | ||
ડાળીઓ હસે | ડાળીઓ હસે | ||
* | <center>*</center> | ||
ઊડ્યું એક જ | ઊડ્યું એક જ | ||
Line 385: | Line 385: | ||
આખુંય વૃક્ષ | આખુંય વૃક્ષ | ||
* | <center>*</center> | ||
ગાઢા વનમાં | ગાઢા વનમાં | ||
Line 391: | Line 391: | ||
લીલી સાપણ! | લીલી સાપણ! | ||
* | <center>*</center> | ||
ભીનો કાગળ, | ભીનો કાગળ, | ||
Line 397: | Line 397: | ||
છલકે સ્મૃતિ | છલકે સ્મૃતિ | ||
* | <center>*</center> | ||
સૂરજમુખી | સૂરજમુખી | ||
Line 403: | Line 403: | ||
હું દિશાહીન | હું દિશાહીન | ||
* | <center>*</center> | ||
કોલાહલમાં | કોલાહલમાં | ||
Line 409: | Line 409: | ||
ચાર નયનો | ચાર નયનો | ||
* | <center>*</center> | ||
નિહાળ્યાં કરું— | નિહાળ્યાં કરું— | ||
Line 415: | Line 415: | ||
શિશુ-તડકો! | શિશુ-તડકો! | ||
* | <center>*</center> | ||
ઘડપણનું | ઘડપણનું | ||
Line 421: | Line 421: | ||
વીત્યો સમય | વીત્યો સમય | ||
* | <center>*</center> | ||
મંજુલ રવે | મંજુલ રવે | ||
Line 427: | Line 427: | ||
કરે કંકણો | કરે કંકણો | ||
* | <center>*</center> | ||
પથારી પર | પથારી પર | ||
Line 433: | Line 433: | ||
ચાંદની થઈ | ચાંદની થઈ | ||
* | <center>*</center> | ||
આગને ઠારે | આગને ઠારે | ||
Line 439: | Line 439: | ||
જળની આગ? | જળની આગ? | ||
* | <center>*</center> | ||
પુષ્પો નીરખે | પુષ્પો નીરખે | ||
Line 445: | Line 445: | ||
ઘાસમંડપે | ઘાસમંડપે | ||
* | <center>*</center> | ||
પારિજાત ના— | પારિજાત ના— | ||
Line 452: | Line 452: | ||
</Center> | </Center> | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = લઘુકાવ્યો | |||
|next = બા | |||
}} |
Latest revision as of 10:52, 20 April 2022
આસોપાલવ
ના અહીં, દ્વારે ટાંગ્યાં
સ્મિત-તોરણ
અંગઅંગ આ
પલળ્યાં, ધોધમાર
સ્મૃતિ વરસાદે
જગજાહેર
મારી લવઅફેર—
કવિતા સાથે
પવન દોડે
પકડવા પોયણાં
પાણી કંપતું
વર્ષાસંગીત
વાદળનાં મૃદંગ—
વીજળી નૃત્ય
અમેરિકામાં
બા નથી, ક્યાંથી હોય
તુલસીક્યારો?
દરિયો આખો
માછલીનાં આંસુથી
થૈ ગયો ખારો
થયો સમય—
કપડે ચોંટ્યું ઘાસ
ખંખેરવાનો
પ્રદક્ષિણા તો
ફરી’તી વડે, કાચો
હશે તાંતણો?
ભીંતે તડકો
લઈ પવન પીંછી—
ચિત્રો ચીતરે
ઢળતી સાંજે
પવન શોધે કૂંચી—
ઢળ્યા ઘાસમાં
બેઠા શ્વાનની
લટકતી જીભમાં
હાંફે બપોર
રેતી ગણે છે
બે મોજાંઓ વચ્ચેનો
સૂનો સમય
સ્થિર થા સ્થિર!
વીનવતો પવન
દીપશિખાને
તડકો આવે
બારી વાટે, ચા પીવા
ટેબલ પર
કલરવતું
ઝરણું, ગીચ વૃક્ષો,
ખાલી બાંકડો
છટકી ગયો
સમય, મારી સાથે
છેડતી કરી
સમીસાંજના
તૃણે લેટે, આળોટે—
કિરણધણ
પથ્થરે નહીં—
પગને દગો દીધો
ઘાસ-જાજમે
ઊપડે ટ્રેન—
ફરફરી ના શકે
ભીનો રૂમાલ
રોજ સાંજના
લપસે છે તડકો
ટેકરી-ઢાળે
ઉડાઉ આભે
ખરચી નાખી: બધી
જળકમાણી
રેશમપોત
સપનાનું, જાગું ત્યાં
સરકી જાતું
કેવો ચોળાઈ
ગયો, પ્રેમ છે તારો
રૂમાલ જેવો!
ગમે તેટલી
ઊડતી ધૂળ, કદી
ન મેલાં ફૂલ
તારા ઊઠતાં
કંપી ઊઠ્યાં, ગભરુ
શાંત કંકણો
ઉપવનમાં
ગીતો ગાતો પવન,
વૃક્ષો ડોલતાં
ઉંબરો ઊંચો—
ના ઓળંગી શકતો
શિશુતડકો!
પાડોશી બાજુ
ગરતાં પારિજાત—
માળી તટસ્થ
સ્પર્શું તમને
પાંપણની કોરથી
ભરમેળામાં
શમણે મળો—
તો નહીં વગોવાય
પ્રેમ આપણો
જીરવવાને
પતંગિયાનો ભાર—
નમતું ઘાસ
કૂણાં તૃણની
અંગે ઓઢણી ઓઢી
ધરા શોભતી
કૂંડે સુકાતી
તુલસી, શોધ્યા કરે
બાનાં પગલાં
બાળે છે હજી—
સપ્તપદી ફરતી
વેળાનો અગ્નિ
તડકે લૂછી
લીધાં, ફર્શ પરનાં
ભીનાં પગલાં
પીઠી ચોળાવી
બેઠાં છે ડેફોડિલ્સ
ઘાસમંડપે
ના પકડાતી
છટકતી હરિણી—
એવી તો સ્મૃતિ
કરચલીઓ
ચ્હેરે ને સ્નેહ પર
પડી તે પડી
પાંપણો બંધ
તોય છટકી ગયો
સ્વપ્ન-સંબંધ
ભરબપ્પોરે
તડકેસ્નાતા ડાળી
દીસે સોનેરી
કાળા ઝભ્ભામાં
રાત, જ્યૂરી તારલા,
દિન આરોપી
ઝાકળબિંદુ
ગુલાબપાને, કરે
નકશીકામ
તડકો ધ્રૂજે
શિયાળાનો, ઘરમાં
રજાઈ ખોળે
પરોઢ થાતાં
પવનની પ્રાર્થના
પર્ણમર્મરે
ચૂમી દીધી છે
એવી કે આગ આગ
ભભૂકી ગાલે
પરોઢ કરે
નિત કંકુતિલક
આકાશભાલે
તડકો કૂદે
ઘાસઘાસમાં, જાણે
પીળું સસલું!
સમીસાંજના
ઘાસ ચમેલી કરે
વિશ્રંભકથા
ગાગર ભરી
શકું એટલાં, મળે
ઝાકળટીપાં?
સાવ નિરાંતે
બેઠું છે તારું નામ
જીભબાજઠે!
તડકો સૂતો
ડાળી પર, ફૂલનું
ઓશીકું કરી
નર્તન કરે
સાગરમોજાં, પ્હેરી
ફીણ-ઝાંઝર
લાવજે એક
દરિયો, જ્યાં તૂટ્યું ન
એકે વહાણ
સૂર્યકિરણ
પ્રવેશ્યું પીંછી લઈ
ભીંતો રંગાઈ
તડકો ચાલે
અડવાણે પગલે
ઘાસજાજમે
વાળ ખેંચતો
દુ:શાસન પવન
શાંત નદીના
જળમાં તરી
તરી થાકેલું મીન
ક્યાં જઈ ઠરે?
ગોકળગાય
જેમ, વિચાર સરે
મનમાં ધીરે
અંધારસ્ટેજે
પવન પખવાજે
સ્નોફ્લેક્સ નૃત્યો
ઝલમલતી
કિરણ-માછલીઓ
નિષ્કંપ જળે
અમાસ રાતે
ચંદ્ર શોધવા, મળી
તારાની ઠઠ
પવન કરે
વાતો, બેવડ વળી
ડાળીઓ હસે
ઊડ્યું એક જ
પંખી ને કંપી ઊઠ્યું
આખુંય વૃક્ષ
ગાઢા વનમાં
સળવળી, સ્મૃતિની
લીલી સાપણ!
ભીનો કાગળ,
ભૂંસાયેલા અક્ષર,
છલકે સ્મૃતિ
સૂરજમુખી
સૂરજ સાથે ફરે—
હું દિશાહીન
કોલાહલમાં
વાતો કરે નિરાંતે
ચાર નયનો
નિહાળ્યાં કરું—
પીઠ ઘસતો ભીંતે
શિશુ-તડકો!
ઘડપણનું
બોખું મોઢું વાગોળે
વીત્યો સમય
મંજુલ રવે
રણક્યાં કરે, ઋજુ
કરે કંકણો
પથારી પર
એની, હું પથરાઉં
ચાંદની થઈ
આગને ઠારે
જળ, કોણ ઠારતું
જળની આગ?
પુષ્પો નીરખે
નૃત્યો પતંગિયાંનાં—
ઘાસમંડપે
પારિજાત ના—
વેરાણાં છે હાઈકુ
કેસરવર્ણાં!