સોરઠી સંતવાણી/ધ્રુપતી-પ્રબોધ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ધ્રુપતી-પ્રબોધ|}} <poem> ધ્રુપતી કે’ છે રે તમે સાંભળો ને ધરમરા...") |
(No difference)
|
Revision as of 10:34, 26 April 2022
ધ્રુપતી કે’ છે રે તમે સાંભળો ને ધરમરાય!
સાંભળો યુધિષ્ઠિરરાય!
બીજ ધરમ મહા કઠિન છે હાં
એવો સતીયુંનો ધરમ સોહામણો. — હાં રે હાં.
જેણે તેણે જીરવ્યો ન જાય
અજર પિયાલો હળાહળ ભર્યો. — હાં રે હાં.
મણિ રેવે સરપ ઝેરની પાસ
વિષ તો લેશ તે લોપે નહીં;
છીપ રે’વે સાયર મોજાર,
સમુદ્રનાં જળ તેને ભેદે નહીં. — હાં રે હાં.
છીપને છે સુવાંત-બુંદ સેં કામ
સુવાતુંનાં જળ વિના સેવે નહીં;
હંસને છે હીરલાનો આ’ર
બગલાની સંગે બેસે નહીં. — ધ્રુપતી.
કમોદની રે’વે જળની માંય
પુષપ જળમાં ડૂબે નહીં;
એમ જતિ રે’વે સતીયુંની સાથ
વિષયની વાસના વ્યાપે નહીં હાં રે હાં.
નહીં ત્યાં કામી કુટિલનાં કામ,
જતિ રે પુરુષ અજરા જીરવે હાં. — ધ્રુપતી.
કામ ક્રોધ મોહ જે કહેવાય,
ઇરષા તણાં ઝેર છે હાં રે હાં
જતિ રેવે સતીયુંની સાથ.
પણ મનની વ્રતી ડોલે નહીં.
ઈ તો મહાજિત કહેવાય
કાળ ને કરાળ તેને શું કરે
તે તો છે મરજીવાનું કામ હાં રે.
વાસનાઉં તો મરી ગઈ.
તે તો જીવનમુક્તિ કે’વાય,
ઇ તો કાળ કરાળને ગળી ગયા.
દેવતા દરશને જાય. — હાં રે હાં
એવા પુરુષની પાંસળે રે
કરે જો કૃપા એવા સાધ,
અમર અવિચળ પદ આલી શકે,
જેને ભાવ્યો બ્રહ્મ આહાર,
તો અવર વસ્તુ કેમ નજરે ચડે,
પોતે છે શિવનું સ્વરૂપ. — ધ્રુપતી.