સોરઠી સંતવાણી/મન નો ડગે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મન નો ડગે|}} <poem> મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે :::: મરને ભાંગી ર...")
(No difference)

Revision as of 10:41, 26 April 2022


મન નો ડગે

મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે
મરને ભાંગી રે પડે ભરમાંડ રે;
વિપદ પડે પણ વણસે નહીં,
ઇ તો હરિજનનાં પરમાણ રે. — મેરુ રે.
ભાઈ રે! હરખ ને શોકની ના’વે જેને હેડકી ને
શીશ તો કર્યાં કુરબાન રે,
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
જેણે મેલ્યાં અંતરનાં માન રે. — મેરુ રે.
ભાઈ રે! નિત્ય રે’વું સતસંગમાં ને
જેને આઠે પો’ર આનંદ રે,
સંકલપ વિકલપ એકે નહીં ઉરમાં,
જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે. — મેરુ રે.
ભાઈ રે! ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ!
રાખજો વચનુંમાં વીશવાસ રે,
ગંગાસતી એમ બોલિયાં
તમે થાજો સતગુરુજીનાં દાસ રે. — મેરુ રે.