સોરઠી સંતવાણી/રહેણીમાં રસ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રહેણીમાં રસ|}} <poem> માણવો હોય તો રસ માણી લેજો, પાનબાઈ! :::: હવે આ...") |
(No difference)
|
Revision as of 11:15, 26 April 2022
રહેણીમાં રસ
માણવો હોય તો રસ માણી લેજો, પાનબાઈ!
હવે આવી ચૂક્યો પિયાલો,
કે’વું હતું તે કહી દીધું, પાનબાઈ!
હવે રે’ણી પાળવા હેતેથી હાલો —
ભાઈ રે! રે’ણી થકી જોને રામ રીઝે, પાનબાઈ!
રે’ણી થકી રોમેરોમ ભીંજાય;
રે’ણી થકી રસ શરીરમાં પરવરે,
રે’ણી થકી ઉગાવો જોને થાય. — માણવો.
ભાઈ રે! રે’ણી થકી ગુરુજી સાનમાં સમજાવે,
રે’ણી થકી અમર જોને થવાય,
રે’ણી થકી અધ્ધર ઉતારા, પાનબાઈ!
રે’ણી થકી પાર પોગી જોને જવાય. — માણવો.
ભાઈ રે! રે’ણી તો સરવરથી મોટી, પાનબાઈ!
રે’ણીથી મરજીવા બની જોને જાય,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
રે’ણી પાળ્યેથી આનંદ વરતાય. — માણવો.