સોરઠી સંતવાણી/સુપાત્ર ગુરુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સુપાત્ર ગુરુ|}} <poem> વસ્તુ વિચારીને દીજીએ ને :::: જો જો તમે સદપ...")
(No difference)

Revision as of 12:13, 26 April 2022


સુપાત્ર ગુરુ

વસ્તુ વિચારીને દીજીએ ને
જો જો તમે સદપાત્ર રે,
વરસ સુધી અધિકારીપણું જોવું ને
ફેર ન રહે અણુમાત્ર રે —
ભાઈ રે ગુરુને ક્રોધ થયો એવું જ્યાં લગી જાણે ને
ત્યાં લગી શુદ્ધ અધિકારી ન કહેવાય રે
ગુરુજીના વચનુમાં આનંદ પામે ને
આવી લાગે એને પાય રે. — વસ્તુ.
ભાઈ રે એવા શુદ્ધ અધિકારી જેને ભાળો ને
તેને કરજો ઉપદેશ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
એને લાગે નહીં કઠણ વચનો લેશ રે. — વસ્તુ