સોરઠી સંતવાણી/બેપરવાઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બેપરવાઈ| }} <poem> કુપાત્ર આગળ વસ્તુ ન વાવીએ ને :::: સમજીને રહીએ ચ...") |
(No difference)
|
Revision as of 12:14, 26 April 2022
બેપરવાઈ
કુપાત્ર આગળ વસ્તુ ન વાવીએ ને
સમજીને રહીએ ચૂપ રે,
મરને આવીને દ્રવ્યનો ઢગલો કરે ને
ભલે હોય મોટો ભૂપ રે —
ભાઈ રે ભજની પુરુષને બેપરવા રે’વું ને
રાખવી ન કોઈની પરવાર રે,
મોટાની આગળ નવ ઉચ્ચરવું ને
બાંધવો સુરતાનો એકતાર રે. — કુપાત્ર.
ભાઈ રે ઉપદેશ દેવો તો પ્રથમ ભગતિ દેખાડવી ને
ગાળી દેવો તેનો મોહ રે,
દયા કરવી તેની ઉપર રાખવો ને
ઘણો કરીને સોહ રે. — કુપાત્ર.
ભાઈ રે સંશય ટળે ને મનડું ગળે ને
રાખે નહીં કોઈ પર દ્વેષ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
એવાંને દેખાડો હરિનો દેશ રે. — કુપાત્ર.