સોરઠી સંતવાણી/કીધાં અમને લોહને કડે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કીધાં અમને લોહને કડે|}} <poem> સદ્ગુરુએ મને લોઢાને કડે બાંધી લ...")
(No difference)

Revision as of 05:17, 27 April 2022


કીધાં અમને લોહને કડે

સદ્ગુરુએ મને લોઢાને કડે બાંધી લીધો, હવે મારે દુર્બુદ્ધિના ઘોડા પર ચડવાનું હોય નહીં.
સતગુરુએ કીધાં અમને લોહને કડે,
રે આ દુબધ્યાને ઘોડે મારે કોણ ચડે?
વાદળાની છાયા, હંસા પલ ઘડી રે’શે રે,
મનડું બાંધ્યું રે તારું મુવલ મડે;
— રે આ દુબધ્યાને ઘોડે મારે કોણ ચડે?
નરૂના ભરેલા નર હીંડે છે ભટકતા રે,
સાચાં રે મોતીડાં એને કિયાંથી રે મળે;
— રે આ દુબધ્યાને ઘોડે.
સકરની વરાંસે મેં તો ઓરી રે ચિરોડી,
વરતી વટાળેં એ તો કે’દી’ ન ગળે રે;
— રે આ દુબધ્યાને ઘોડે.
કે’ત કબીરસાબ, સૂનો મેરે સાધુ રે!
સતગુરુ મળે તો સાચી ખબરું પડે રે;
— રે આ દુબધ્યાને ઘોડે.