સોરઠી સંતવાણી/ચાર અવતાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચાર અવતાર|}} <poem> ઓતમ છે હો ગુરુનાં માતમ છે, :::: મારા ગુરુજીનાં...")
(No difference)

Revision as of 05:40, 27 April 2022


ચાર અવતાર

ઓતમ છે હો ગુરુનાં માતમ છે,
મારા ગુરુજીનાં દર્શન અરજણ ઓતમ છે.
પે’લો પે’લો અવતાર અરજણ કાગ કેરો ધરિયો
સુખડને લાકડે બેઠો ચાંચ ઘસે. — મારા ગુરુજીનાં.

બીજો બીજો અવતાર અરજણ, બગ કેરો ધરિયો,
માન રે સરોવર બેઠો મછીઆં ચુને. — મારા ગુરુજીનાં.

ત્રીજો ત્રીજો અવતાર અરજણ, હંસ કેરો ધરિયો,
માન રે સરોવર બેઠો મોતીડાં ચરે. — મારા ગુરુજીનાં.

ચોથો ચોથો અવતાર અરજણ, સાધુ કેરો ધરિયો,
ભરી રે સભામાં બેઠો જ્ઞાન કરે. — મારા ગુરુજીનાં.

ગુરુને પ્રતાપે નારદમુનિ બોલિયા,
તારીને ઉતારો ભવપાર તરે. — મારા ગુરુજીનાં.