સોરઠી સંતવાણી/કાગળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કાગળ|}} <poem> લાવો લાવો કાગળ ને દોત, લખીએં હરિને રે એવો શિયો રે...")
(No difference)

Revision as of 06:16, 27 April 2022


કાગળ

લાવો લાવો કાગળ ને દોત, લખીએં હરિને રે
એવો શિયો રે અમારલો દોષ, ન આવ્યા ફરીને રે.
જાદવ ઊભા રયોને જમનાને તીર, પાલવડે બંધાણા રે.
વા’લે દૂધ ને સાકરડી પાઈ ઉઝેરેલ અમને રે
એવાં વખડાં ઘોળી ઘોળી પાવ, ઘટે નૈ તમને રે. — લાવો.
વા’લે હીરના હીંડોળા બંધાવી હીંચોળેલ અમને રે
એવાં હીંચોળી તરછોડો મા મા’રાજ! ઘટે નૈ તમને રે. — લાવો.
વા’લે પ્રેમનો પછેડો ઓઢાડી રમાડેલ અમને રે
એવા ઓઢાડી ખેંચો મા મા’રાજ! ઘટે નૈ તમને રે. — લાવો.
વા’લે અંધારા કૂવામાં આજ ઉતારેલ અમને રે
એવા ઉતારી વ્રત વાઢો મા મા’રાજ! ઘટે નૈ તમને રે. — લાવો.
ગુણ ગાય રે રવિ ને ભાણ ગુરુગમ ધારો રે.
એવી પકડેલ બાંય મા’રાજ! ભવસાગર તારો રે. — લાવો