સોરઠી સંતવાણી/શીદને સંતાપો રે!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શીદને સંતાપો રે!|}} <poem> અવળાં શીદને સંતાપો રે, શીદને રંઝાડો ર...")
 
No edit summary
 
Line 19: Line 19:
દેજો દેજો સંતુના ચરણુંમાં વાસ. — અવળાં.
દેજો દેજો સંતુના ચરણુંમાં વાસ. — અવળાં.
</poem>
</poem>
<center>'''[હોથી]'''</center>
<br>
{{HeaderNav2
|previous = ભે ભાગી
|next = કોઈ નૂરીજન નજરે આવે!
}}

Latest revision as of 12:37, 28 April 2022


શીદને સંતાપો રે!

અવળાં શીદને સંતાપો રે, શીદને રંઝાડો રે,
સઘળું કુટુંબ મળીને.
મારે છે કાંઈ હાં…સાંઈને સમર્યાનું રે હેત,
મારે છે કાંઈ હાં…હરિને ભજ્યાનું રે હેત. — અવળાં.
ઘરણાં વગોણાં રે મારે મન અતિ ઘણાં રે,
તેમાં તમો કડવાં મ બોલોને વેણ. — અવળાં.
કાચી છે હે કાયા રે કુંપો વીરા કાચનો રે,
તેને તો કાંઈ ફૂટતાં નહીં લાગે વાર. — અવળાં.
ઝેરના પિયાલા રે સિકંદર સુમરો મોકલે રે,
પી લે પી લે હેતેથી તું એલા દાસ. — અવળાં.
ઝેરના પિયાલા રે હોથી સુમરો પી ગયા રે,
આવ્યા છે કાંઈ અમી તણા ઓડકાર. — અવળાં.
મોરારને વચને રે હોથી સુમરો બોલિયા રે,
દેજો દેજો સંતુના ચરણુંમાં વાસ. — અવળાં.

[હોથી]