રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૪૩. પ્રસાદ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૩. પ્રસાદ|}} {{Poem2Open}} <center>'''(૧)'''</center> મુંબઈથી મામા આવ્યા. મામાએ ભર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 6: | Line 6: | ||
<center>'''(૧)'''</center> | <center>'''(૧)'''</center> | ||
મુંબઈથી મામા આવ્યા. મામાએ ભરતને કાજુનું પડીકું આપ્યું. | મુંબઈથી મામા આવ્યા. મામાએ ભરતને કાજુનું પડીકું આપ્યું. | ||
Line 33: | Line 34: | ||
<center>'''(૩)'''</center> | <center>'''(૩)'''</center> | ||
છોકરાઓ રમત રમતા હતા. | છોકરાઓ રમત રમતા હતા. | ||
Line 48: | Line 50: | ||
{{Right|[સડેલી કેરી]}} | {{Right|[સડેલી કેરી]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૨. પ્રશ્નપત્ર | |||
|next = ૪૪. આકાશનો ફોટો | |||
}} |
Latest revision as of 10:49, 29 April 2022
મુંબઈથી મામા આવ્યા. મામાએ ભરતને કાજુનું પડીકું આપ્યું.
ભરતને કાજુ બહુ ભાવે. ઘડીકમાં એ બધાં કાજુ ખાઈ ગયો.
એની મમ્મી કહે: અરે, તું એકલો બધું ખાઈ ગયો? મહેમાન આપે એ પ્રસાદ કહેવાય. પ્રસાદ એકલાએ ન ખવાય! બધાંની સાથે વહેંચીને જ ખવાય!’
ભરત કહે: ‘મમ્મી! મારી ભૂલ થઈ! હવે હું એકલો નહિ ખાઉં!’
મીનાબહેન વર્ગમાં ભણાવતાં હતાં.
તેમણે કેટલાક દાખલા ગણવા આપ્યા.
અકીકે પટોપટ બધા દાખલા ગણી કાઢ્યા.
એની બાજુમાં બેઠેલા છોકરાઓ મૂંઝાતા હતા. કહે: ‘દાખલા અઘરા છે!’
અકીક હસ્યો કહે: ‘દાખલા સહેલા છે!’
મીનાબહેન આ જોતાં હતાં. કહે: ‘અકીક! વિદ્યા તો પ્રભુનો પ્રસાદ કહેવાય. પ્રસાદ એકલા એકલા ખાઈએ ને ખુશ થઈએ એ સારું નહિ! તું દાખલા સમજે છે તો બીજાઓેને સમજાવ! એમને શીખવામાં મદદ કર!’
અકીકને આ વાત ગમી. એ બીજા વિદ્યાર્થીઓને દાખલા સમજાવવા લાગી ગયો.
છોકરાઓ રમત રમતા હતા.
એક છોકરો રડતો હતો.
છોકરાઓ કહે: ‘તું ગામડિયો છે, તને અમે નહિ રમાડીએ.’
શિક્ષક દિનેશકુમારે આ જોયું. તેમણે છોકરાઓને કહ્યું: ‘રમત-ગમતનો આનંદ એ તો પ્રભુનો પ્રસાદ કહેવાય. પ્રસાદમાંથી કોઈને બાદ રખાય નહિ. સૌને એમાં ભાગ મળવો જોઈએ. ભારતમાં કોઈ ગામડિયો નથી, કોઈ શહેરી નથી; બધાં ભારતવાસી છે. પ્રસાદ પર સૌનો સરખો હક છે.’
છોકરાઓએ પેલાને રમતમાં સામેલ કરી દીધો.
બધે આનંદ આનંદ થઈ રહ્યો.
[સડેલી કેરી]