સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/વાઘેર બહારટિયો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વાઘેર બહારટિયો| }} {{Poem2Open}} પાસે જ વહે છે માલણ નદી. માલણને સામે...") |
(No difference)
|
Revision as of 06:05, 6 May 2022
પાસે જ વહે છે માલણ નદી. માલણને સામે કાંઠે ગાયકવાડ સરકારનું કંટાળા ગામ છે. એ ગામના એકસો વર્ષની ઉમ્મરનો એક હજામ હજી જીવે છે. કોઈ ખંડેરોમાંથી પસાર થતા પવનના ગમગીન, અસ્પષ્ટ સુસવાટાની માફક એ બુઝર્ગની પડી ખળભળી ગયેલી દેહશક્તિઓમાંથી એંશી વરસનો સ્મરણ-સ્વર સંભળાયો કે “મૂળુ માણેક નામનો પ્રખ્યાત વાઘેર બહારવટિયો પોતાની ટુકડી સાથે સાત દિવસ સુધી આ માંગડાના ડુંગર પર પડાવ નાખી રહ્યો હતો અને એણે પોતાના કાકા જોધા માણેકનું કારજ પણ આંહીં જ કર્યું હતું. મારી ઉમ્મર તે દિવસે દસ-બાર વરસ હશે : હું એ બહારવટિયાને માટે રોજ બે વાર રોટલા ઉપાડીને ડુંગર પર પહોંચાડવા જતો : એનું રૂપ મને યાદ છે : માથા પર લાંબા વાળનો ચોટલો, મોં પર ઘાટા કાતરા, અને જબ્બર ઘાટીલું શરીર હતું : બહારવટિયો બહુ જ થોડું બોલતો : છાનોમાનો બેસી રહેતો. રોજ સવારે એનો એક સીદી બે ખંભે બે મશક લઈને, હાથમાં બંદૂક સોતો, માલણનું પાણી ભરવા ઊતરતો, અને એ બંને મશકો ભરીને બેધડક પાછો બધા જોતા તેમ ડુંગરા પર ચડી જતો.”