બીડેલાં દ્વાર/2. ભૂખ્યું પેટ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
'''આ''' કડવાશને વધુ ઘાટી કરનાર બીજો પ્રસંગ આવી પહોંચ્યો. સૂરતમાં રહેતા અજિતના એક શ્રીમંત સગા પોતાની ચારેક અવિવાહિત પુત્રીઓના સગપણની શોધમાં પાટનગરની ઊડતી મુલાકાતે આવ્યા હતા. તેમના તરફથી ભત્રીજાને અને ભત્રીજાવહુને નિમંત્રણ આવ્યું. | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
“આપણને તેઓ શા માટે મળવા માગે છે?” પ્રભાએ અકળાઈને પૂછ્યું. | “આપણને તેઓ શા માટે મળવા માગે છે?” પ્રભાએ અકળાઈને પૂછ્યું. | ||
“હું એમનો કુટુંબી છું માટે.” | “હું એમનો કુટુંબી છું માટે.” | ||
| Line 47: | Line 48: | ||
અજિત ચૂપ બેઠો. ‘ખરું કહું? મને પેટ પૂરતું ખાવા નથી મળતું’ એ જવાબ છેક એને હોઠે આવીને પાછો વળ્યો. પોતે જ ભોંઠો પડ્યો. પોતાને જ વિમાસણ થઈ ચૂકી હતી કે મેં કેવળ ભૂખના માર્યા આવી કિન્નાખોર અને માનવદ્વેષી કૃતિ ઘસડી કાઢી છે. મારું આ જગત પર જન્મવું એવા ઘૃણિત કામ માટે નથી થયું. એણે ચૂપચાપ પેલી ‘ઉન્નત અઘોરવાદ’ની હસ્તપ્રત પાછી લઈને એનાં ચિરાડિયાં કર્યાં. નિરાશાના કાળા અંધકારનું એ સંતાન એને લજવનારું લાગ્યું. પોતાનો વિશ્વપ્રેમ પરનો વિશ્વાસ પુનર્જીવિત કરીને એ પાછો વળ્યો. | અજિત ચૂપ બેઠો. ‘ખરું કહું? મને પેટ પૂરતું ખાવા નથી મળતું’ એ જવાબ છેક એને હોઠે આવીને પાછો વળ્યો. પોતે જ ભોંઠો પડ્યો. પોતાને જ વિમાસણ થઈ ચૂકી હતી કે મેં કેવળ ભૂખના માર્યા આવી કિન્નાખોર અને માનવદ્વેષી કૃતિ ઘસડી કાઢી છે. મારું આ જગત પર જન્મવું એવા ઘૃણિત કામ માટે નથી થયું. એણે ચૂપચાપ પેલી ‘ઉન્નત અઘોરવાદ’ની હસ્તપ્રત પાછી લઈને એનાં ચિરાડિયાં કર્યાં. નિરાશાના કાળા અંધકારનું એ સંતાન એને લજવનારું લાગ્યું. પોતાનો વિશ્વપ્રેમ પરનો વિશ્વાસ પુનર્જીવિત કરીને એ પાછો વળ્યો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 1. દુનિયાની સલાહ | |||
|next = 3. ‘કાંઈક વ્યવહારુ!’ | |||
}} | |||