રંગ છે, બારોટ/3. બાપુ ભાલાળો: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|3. બાપુ ભાલાળો}} '''ગુંજવા''' ગામનો રાજા સૂરો ધાધલ : ને ઢાંક બંગ...") |
(No difference)
|
Revision as of 15:17, 11 May 2022
ગુંજવા ગામનો રાજા સૂરો ધાધલ : ને ઢાંક બંગાળાનો રાજા ચીચી ઝાંઝરો.
બે વચ્ચે સીમાડાની તકરાર. ગુંજવા ગામના સૂરા ધાધલને બાપુ ને બુઢો બે દીકરા : પરમલ દીકરી : ડાયો શા કારભારી : ચાંદિયો ને ખેતિયો બે રજપૂત. સીમાડાની તકરારમાં સૂરો ધાધલ માર્યા ગયા. ડાયા શા કામદારે બાઈને અને ત્રણેય બાળકને એના મોસાળમાં મોકલી દીધાં. ગુંજવા ગામ હાથમાંથી છૂટી ગયું. મોસાળમાં બાપુ ને બુઢો ઊઝરી જુવાન થયા. ગામનો પટેલ ગોધલ્યા ચારવા સીમમાં જાય ત્યાં એણે બે ય ભાણેજને ગલોલીએ રમતા દેખ્યા. લીંબુ ઉલાળીને ગલોલીઓ આંટે છે બેય જણા. પટેલે વિચાર્યું કે ભાણેજ છે અટારા : ઊંધાંનાં આંધણ : વતાવ્યા જાય એમ નથી. બાકી આ રમત્ય કો’ક દી ગામને ભારે પડી જશે! થોડા દિવસ થયા ત્યાં તો ભાણેજોએ મેલ્ય લીંબુ પડ્યાં, ને સોપારીએ વાત આવી. સોપારી અધ્ધર ઉલાળીને આંટવા મંડ્યા. પછી તો બાપુએ બુઢાને કહ્યું : “હવે તો માથા ઉપરથી મોતી ઉડાડીએ. ત્યારે કહેવાય કે મોતીમાર સાચા.” બુઢો કહે, “બરાબર છે વાત.” ઉઘાડા માથા ઉપર મોતી માંડી મંડ્યો ગલોલીએ ઉડાડવા. પટેલથી આ ન જોવાણું. પણ ભાણેજ તો છે ઊંધાંનાં આંધણ. રીસનાં જાળાં : વતાવ્યા જાય એમ નથી. એની મેળે ધોડશે ઈ થાકશે. બાપુ કહે, “ભાઈ બુઢા! એક કારખત બાકી રહી ગઈ છે.” કે’, “શી ભાઈ?” કે’, “બાયડિયુંનાં બેડાં ફોડવાં બાકી છે.” કે’, “શી રીતથી?” કે’, પાણિયારીને માથે ભર્યું બેડું એક જણ સીસાની ગોળી મારીને ફોડે. બીજો એક મીણની ગોળી છોડીને સાંધે. પાણીનું ટીપુંય બહાર પડવું ન જોવે. મંડ્યા એ તો ફોડવા ને સાંધવા. ગામમાં તો ગોકીરો હાલ્યો. ઓલી કહે મારું બેડું બદલાણું ને ઓલી કહે મારું. પછી બાપુએ ને બુઢે બન્નેએ હથિયાર બદલ્યાં. કે’, ભાઈ, તમે ફોડો તે હું સાંધું. એક ડોશી : માથે ગટકુડું : બુઢાપાથી ધ્રૂજતી ધ્રૂજતી હાલી જાય છે. બુઢાએ ગલોલીનો ફેર કર્યો. કાંઈક બળમાં થઈ ગયો. ગટકુડું ફૂટી ગયું. ડોશી ગોથું ખાઈને જઈ પડ્યાં. ઊઠીને બોલ્યાં : “મારા રોયા નબાપા!