રંગ છે, બારોટ/4. ચાર સાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 60: Line 60:
ફકીરે ચાર સાર લખેલી કાગળની ચપતરી આપી, તે મનસાગરા પ્રધાને વાંચી –
ફકીરે ચાર સાર લખેલી કાગળની ચપતરી આપી, તે મનસાગરા પ્રધાને વાંચી –
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
ક્રોધ વમાસણ સો સાર, તેના રૂપિયા હજાર;
જાગ્યા સો નર સાર, તેના રૂપિયા હજાર;
વેરીને આદરભાવ સો સાર, તેના રૂપિયા હજાર;
અસ્ત્રી વાંક માર સાર, તેના રૂપિયા હજાર;
સમજે તો લાખના
ને ન સમજે તો રાખના.
</poem>
{{Poem2Open}}
“ઠીક, જુઓ સાંઈ! આ લ્યો આ ખરડો, અને રાજાને મો’લે જાવ. રાજાને હાથોહાથ દેશો મા; પણ એના બારસાખે રાતને ટાણે ચોડીને ચાલ્યા આવજો.” એ સમાના બાવા–ફકીર ઇમાનદાર, એટલે ઠેઠ રાજાના મો’લમાં પણ જાય–આવે. કોઈ એને અટકાવે નહીં. ચાર સારવાળો ફકીર જઈને ચાર સારની ચબરખી રાજાના મહેલને બારસાખે ચોંટાડીને ચાલ્યો આવ્યો.
{{Poem2Close}}
<Center>[2]</Center>
{{Poem2Open}}
હવે ભગવાનને વાત રાખવી છે તે એ જ રાતે ગામમાં ભવાયા રમે. ચોકમાંથી ભૂંગળાં વાગવા માંડ્યાં અને ઝાંઝ–પખાજની ઝડી બોલી. રાજા પોતે ભવાયા જોવા ગયા છે. અને રાજાની બેન જુવાન હતી તેને પણ ભવાયા જોવાનું મન થયું એટલે એ મરદનો વેશ પહેરીને પહોંચી ભવાયા જોવા. ભેળી પોતાની બાનડીઓ, એને પણ મરદનાં લૂગડાં પહેરાવેલાં. કુંડાળાની એક કોર રાજા ઢોલિયો ઢાળીને બેઠા છે અને બીજી કોર રાજાની બેન મરદવેશે અને હથિયાર–પડિયાર બાંધીને બેઠી છે. કોઈ એને ઓળખી શકે એમ નથી. જાણે કોઈક પરગામનો ગરાસિયો આવ્યો છે.
રમતમાં તો વેશ પછી વેશ આવવા લાગ્યા. ગણેશનો, ડાગળાનો, બ્રાહ્મણનો અને ઝાંઝ–પખાજ માથે ઝપટ કરતા, થાપીઓ દેતા નાયક ગાવા લાગ્યા કે —
{{Poem2Close}}
<poem>
વાવડી ખોદે રે ભ્રમ્યો રામરામજી રે
નાવણ કરે રે ભ્રમ્યો રામરામજી રે
ભોજન કરે રે ભ્રમ્યો રામરામજી રે
</poem>
26,604

edits