રંગ છે, બારોટ/પ્રવેશક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 215: Line 215:


{{Right|[‘મનસાગરો’ : ‘દાદાજીની વાતો’]}}
{{Right|[‘મનસાગરો’ : ‘દાદાજીની વાતો’]}}
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
શ્રી સેન કહે છે કે ભાવિ ભાખનારાં બિહંગમ-બિહંગમી ઘણી બંગાળી લોકકથાઓમાં આવે છે, તો આપણે કહી શકીએ કે આ ગરુડપંખી-ગરુડપંખણી આપણી સંખ્યાબંધ વાતોમાં હાજર છે : તો બુદેલખંડીઓ કહેશે કે ભાઈ, એ તો અમારે ત્યાં પણ છે.
શ્રી સેન કહે છે કે ભાવિ ભાખનારાં બિહંગમ-બિહંગમી ઘણી બંગાળી લોકકથાઓમાં આવે છે, તો આપણે કહી શકીએ કે આ ગરુડપંખી-ગરુડપંખણી આપણી સંખ્યાબંધ વાતોમાં હાજર છે : તો બુદેલખંડીઓ કહેશે કે ભાઈ, એ તો અમારે ત્યાં પણ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>'''બંગાળી સુખ–દુખુ'''</center>
{{Poem2Open}}
શ્રી સેન તે પછી સામ્ય બતાવે છે : ગ્રીમ ભાઈઓની ‘ધ જાયન્ટ વિથ થ્રી ગોલ્ડન હેર્સ’ને આપણી ‘ચંદ્રહાસ’ કથાની જ યુરોપી આવૃત્તિ કહે છે. શીત–વસંત નામના બે ભાઈઓની વાત, કે જેમાં બે પંખીઓ આવે છે, ને એમની વાણી પ્રમાણે બેઉ ભાઈ એક એક પંખીનો ભક્ષ કરી જાય છે, એટલે તેના મોંમાંથી રતન ઝરે છે, એ વાતને શ્રી સેન ‘ગ્રીમ બ્રધર્સ ટેઈલ્સ’માંની ‘સલાડ’ નામની વાર્તા સામે મૂકે છે; બંગાળી ‘સુખુ અને દુખુ’નું સામ્ય ‘મધર હોલ્લે’ સાથે સ્થાપિત કરે છે, અને એ તમામ તુલનાઓનું તારતમ્ય એવું કાઢે છે કે આ વાર્તાઓ બંગાળાને તીરેથી જ યુરોપમાં ગઈ છે; કારણ કે (1) હિંદની સર્વોત્કૃષ્ટ સંસ્કારિતા અને વિદ્યાનું ધામ સદીઓ સુધી મગધ હતું, (2) આ મગધનાં ખંડિયેરોમાંથી જ બંગાળાનાં કેટલાંક નગરો ખડાં થયાં છે, (3) બંગાળાના સભ્ય અને ભદ્રલોક સમાજે એ પુરાતન હિંદના પાટનગરના સંસ્કારો–આદર્શોનો વારસો મેળવ્યો છે, (4) મગધ, ચંપ અને એ બંગ તે યશસ્વી મગધકાળના ત્રણ પ્રાંતો હતા અને બાકીની દુનિયા પર મગધ-સંસ્કૃતિનો ઊંડો પ્રભાવ પડતો. એ ત્રણેયને યુરોપ જોડે સંપર્ક હતો.
હવે, આ દાવાના આધારમાં યુરોપી વાર્તાઓનાં આદિ જનક–જનની તરીકે જે બંગાળી લોકવાર્તાઓને શ્રી સેન રજૂ કરે છે તે બંગાળી વાર્તાઓ તો ઉપર ‘મનસાગરો’ નામની શુદ્ધ સોરઠી લોકકથા ચીંધાડીને બતાવ્યું છે તેમ આપણી સોરઠી વાર્તાઓ સાથે પણ સામ્ય ધરાવે છે. ‘ચંદ્રહાસ’ની વાર્તા બંગાળી શી રીતે? આપણે ત્યાં ચંદ્રહાસનું જે નાટક થતું તેના મૂળમાં આપણી જ કોઈક વાર્તા છે કે નહિ તે હું જાણતો નથી. પણ ‘સુખ–દુખુ’ની બંગાળી વાર્તામાં તો આપણી શુદ્ધ ગુજરાતી વ્રતકથા ‘શીતળા સાતમની વાર્તા’નું પાંખું અનુકરણ છે. બંગાળી ‘સુખુ આર દુખુ’માં —
ગરીબ દીકરી દુખુને એની મા તાપમાં રૂ સૂકવવા કહે છે. પવનનો ઝપાટો રૂને ઉપાડી જાય છે. રડતી દુખુને પવન કહે છે કે રડ ના, મારી પાછળ આવ, હું તારું રૂ પાછું આપીશ. રડતી રડતી પવન પાછળ જતી દુખુને માર્ગમાં ગાય મળે છે ને પોતાની ગમાણમાંથી છાણવાસીદું કરતી જવા કહે છે. પ્રાણી પ્રત્યેની અનુકંપાથી દુખુ એ કરતી જાય છે. પછી એક જામફળી મળે છે એ કહે છે કે દયા કરીને મારા થડને ઢાંકી દેનાર ઘાસને નીંદતી જા. ત્રીજો એક છોડ મળે છે એ પોતાનાં મૂળ પર ચડેલ ધૂળ વાળવા વીનવે છે. ઘોડો મળે છે તે દુખુને થોડું ખડ આપવા કહે છે. છેવટે એક ડોશી મળે છે અને એને ત્રૂઠે છે, હીરચીર, દરદાગીના ને જરજવાહિર આપે છે, ને પાછા વળતાં પેલાં બધાં પશુપંખી–વનસ્પતિઓ જેમને પોતે મદદ કરી છે તે દુખુને ભેટો આપે છે. પછી એ સર્વ જોઈને એની નઠારી બેન સુખુ પણ વળતે દિવસે એ જ પ્રમાણે પવન પાછળ દોડતી દોડતી, રસ્તે મળેલાં પેલાં સર્વ સત્ત્વોની સેવા કરવાને બદલે તુચ્છકાર કરી ચાલી જાય છે, અને છેવટે રેંટિયો કાંતતી બેઠેલ ડોશીને દૂભવે છે. પરિણામે એ ઊલટી જ દશા પામી પાછી વળે છે.
{{Poem2Close}}
<center>'''પાશ્ચાત્ય ‘મધર હોલ્લે’'''</center>
{{Poem2Open}}
પાશ્ચાત્ય કથા ‘મધર હોલ્લે’માં પણ ભલી ને નઠારી બે બહેનો માંહેની ભલી ગરીબ છોકરી પોતાની કૂવામાં પડી ગયેલી ત્રાક શોધવા જંગલમાં જાય છે ત્યાં રસ્તે એક ઝૂંપડીમાં ચૂલા પર એક રોટલો બળી જતો હતો તેને એ બહાર કાઢે છે. આગળ જતાં પાકાં ‘એપલ’ ફળોએ લચી રહેલ ઝાડ આવે છે, જે કહે છે કે મને હલાવ ને મારાં ફળો બધાં લઈ લે, નકામાં જશે. છેવટે એક ડોશી મળી ને એને સોનેરૂપે સજી આપે છે. પછી એની નઠારી બહેન એ જ રીતે જાય છે, પણ એ કોઈને મદદ કરતી નથી, ગાળો દેતી જાય છે. છેવટે ડોશીરૂપધારી પરી એને ત્રૂઠવાને બદલે રૂઠે છે.
{{Poem2Close}}
<center>'''સોરઠી ‘શીતળા સાતમ’'''</center>
{{Poem2Open}}
સોરઠી ‘શીતળા સાતમ’ની વાર્તામાં એક ગરીબ સ્ત્રી શીતળા સાતમની આગલી રાતે નિયમ પ્રમાણે ચૂલો ઠારવાનું વીસરી જઈ થાકીપાકી ઊંઘી રહે છે. શીતળા મા ચૂલામાં આળોટવા આવેલાં. શીતળા મા દાઝે છે, એને પરિણામે બાઈનો બાળપુત્ર બળી ભડથું થઈ જાય છે. એ તો બાળકને લઈ શીતળા માની શોધમાં ચાલે છે. માર્ગે એને આટલાં સત્ત્વો મળે છે : બે તળાવડીઓ કે જેનાં ભર્યાં ભર્યાં નીર કોઈ પંખી પણ પીતું નથી; આંબો કે જેની લૂંબઝૂંબ પાકી કેરીઓ કોઈ ખાતું નથી; સાંઢડી કે જેને ગળે બાંધેલ ઘંટીનું પડ કોઈ છોડાવી શકતું નથી; મગરમચ્છ કે જે પાણીમાં જઈ શકતો નથી ને દરિયાકાંઠે ધગધગતી રેતીમાં પડ્યો પડ્યો લોચે છે; બે પાડા કે જે લડ્યા જ કરે છે, છૂટા પડી શકતા નથી. એ બધાં બાઈને ઊભી રાખી પોતાની દુર્દશાનો સંદેશો પણ શીતળા માને મોકલે છે, ને પોતાનો છુટકારો કેમ થાય તે પૂછતી આવવા કહે છે. છેવટે ડોશી મળે છે તેની પણ આ બાઈ સેવા કરી શાંતિ પમાડે છે. પરિણામે છોકરો સજીવન થાય છે, ને પેલાં પશુપ્રાણી–ઝાડોનો દરેકનો ખુલાસો પૂછતાં એ પ્રત્યેક પૂર્વજન્મમાં માનવ દેહે શાં શાં અપકૃત્યો કર્યાં છે કે જેને પરિણામે આ જન્મે વિફલતાનો શાપ ભોગવતાં હોય છે તેનો ખુલાસો મેળવે છે અને એ પ્રત્યેકની દુર્દશાને પલટાવી નાખવાનું વરદાન પામી પાછી વળે છે. પણ એ જ પ્રમાણે એની દુષ્ટ જેઠાણી કેવળ ખાટવાની દાનતથી કરે છે, અને રસ્તે જતાં કોઈનો સંદેશો લઈ જતી નથી, પરિણામે એનું અનિષ્ટ થાય છે. (જુઓ ‘શીતળા સાતમ’ : ‘કંકાવટી’)
{{Poem2Close}}
<center>'''એ જ પ્રકાર અન્ય પ્રદેશોમાં'''</center>
{{Poem2Open}}
હવે આ વાર્તાપ્રકાર નથી તો પાશ્ચાત્ય પેદાશ, નથી એકલો બંગાળી પ્રકાર કે નથી માત્ર સોરઠી પ્રકાર, પણ હિંદવ્યાપક છે. તેની ભાળ આપણને વેરીઅર એલ્વિનના તાજા બહાર પડેલ ‘ફોક-ટેઈલ્સ ઓફ મહાકોશલ’માંથી સાંપડે છે. <ref>‘ધ હિરો ઑન પિલ્ગ્રિમેજ’.</ref>
શીમલા પ્રદેશની વાર્તા : એક ગરીબ જમીનદાર કિસ્મતની શોધમાં નીકળે છે. રસ્તે પહેલો રાજા મળે છે ને કહે છે કે મારો મહેલ રોજ બાંધું ને રોજ પડી જાય છે એનું કારણ કિસ્મતને પૂછતો આવીશ? પછી એક જળચર કહે છે કે જળમાં રહું છું છતાં બળું બળું કેમ થાઉં છું તે પૂછીશ? પછી ફળઝાડ કહે છે કે મારાં ફળ કડવાં કેમ? છેવટે બાર વર્ષથી ઊંઘતો ફકીર મળે છે તે જ કિસ્મત છે. એ ખુલાસો કરે છે કે રાજાનો મહેલ પડી જાય છે કારણ કે એણે દીકરીને પરણાવી નથી, જળચર બળું બળું થાય છે કારણ કે એ જ્ઞાનવાન છતાં મતલબી હોઈ જ્ઞાન કોઈને દેતો નથી, ફળઝાડનાં ફળ કડવાં ઝેર આવે છે કેમ કે એની નીચે માયા દાટેલી છે. જમીનદાર એ જ માર્ગે પાછો વળે છે. રાજાની કુંવરીને પોતે જ પરણે છે
તેથી મહેલ પડતો અટકે છે; જળચર બળું બળું થતો અટકે છે કારણ કે પોતાનું અરધું જ્ઞાન એ આ જમીનદારને આપે છે; ફળઝાડનાં ફળ મીઠાં બને છે કારણ કે એની નીચેથી આ જમીનદાર માયાનો ચરુ ખોદી લે છે. (આ કથા શ્રીમતી ડ્રેકોટે મેળવી છે.)
સરખાવો સોરઠી ‘શીતળા સાતમ’માંનો મગરમચ્છ ને આંબો : એ બેઉની એ જ રીતે મુક્તિ થાય છે.
પશ્ચિમ હિંદની કથા ‘પોઢેલું કિસ્મત’ : એમાં એક ધનિકનો ગરીબ ભાઈ સાગરને પાર સૂતેલા કિસ્મતની શોધે નીકળે છે; રસ્તે આંબો, રાજા ને ઘોડો મળે છે. એમની દુર્દશાના પણ કિસ્મત ખુલાસા કરે છે તે ઉપર મુજબ છે. ઘોડાને અસવાર મળતો નથી તે દુઃખ છે. છેવટે એ બધાનો લાભ એ ગરીબને મળે છે.
બિહારી લોકવાર્તા (શરત્ચંદ્ર મિત્રે લખેલી) : એમાં પણ બ્રાહ્મણરૂપધારી ભગવાનને ગોતવા નીકળેલા ડોશીના ગરીબ પુત્રને એક રાજા મળે છે કે જેનો બાંધેલો સેતુ પડી જતો હોય છે. એક સાધુ ને એની સ્ત્રી મળે છે કે જેમને કોઈ શિષ્ય ભેટતો નથી; બે પકુર ઝાડ મળે છે કે જેમાંનું એક સુકાઈ ગયું છે. હાથી મળે છે કે જેની સૂંઢ ઝાડની ડાળીમાં અટવાઈ ગઈ છે. એ સૌના ખુલાસા બ્રાહ્મણરૂપે ભગવાન ભેટે છે ત્યારે કરે છે : હાથીની દુર્દશાનું કારણ એ કે એણે પોતાની પીઠ પર લોકોને બેસાર્યા નથી; ઝાડ સુકાયું છે કારણ કે એની હેઠળ માયાના સાત ચરુ છે; સાધુ દુઃખી છે કારણ કે વિદ્યા એણે કોઈને આપી નથી; રાજાનો સેતુ તૂટી પડે છે કારણ કે દીકરીને પરણાવી નથી. પછી આ છોકરો જ પાછો હાથી પર ચડે છે, ચડીને સુકાયેલા ઝાડ પાસે જઈ માયાના સાત ચરુ ખોદી લે છે, સાધુની બધી વિદ્યા શીખી લે છે, ને રાજાની કુંવરીને પરણે છે. સોરઠી ‘શીતળા સાતમ’નાં પાત્રો સાથે આ પાત્રોનો મેળ મળે છે.
તે પછી બંગાળાની બે વ્રતકથાઓ ટાંકી છે તેમાં તો સોરઠી કથાનાં બાકી રહેલાં પાત્રો પણ અણીશુદ્ધ મળતાં આવે છે : દા. ત. બે તળાવડીઓ અને મગર.
{{Poem2Close}}
<center>'''મુસ્લિમ વાર્તા'''</center>
{{Poem2Open}}
આવો પ્રકાર મુસ્લિમ વાર્તામાં પણ મળે છે. મુલ્લા ઈલાહી નામના એક બખ્ત્યારે કહેલી એ વાર્તાને ડી. એલ. આર. લોટીમરે અંગ્રેજીમાં ઉતારી છે. એમાં એક ધનિકનો ગરીબ ભાઈ કિસ્મતની શોધે જતાં રસ્તે એક અફળ ઝાડને, વસ્તી જેની વીફરેલી રહે છે તેવા રાજાને, ભક્ષ ન પામતા વરુને, વગેરેને મળી પ્રશ્નો લેતો જાય છે, કિસ્મત સૂતું છે તેને લાત મારી જગાડે છે. બધાંના ખુલાસા પૂછે છે. જવાબ જડે છે કે ઝાડ અફળ છે કારણ કે નીચે માયા છે; વસ્તી વીફરે છે કારણ કે રાજા પુરુષ નથી પણ મરદવેશે ઓરત છે; ને વરુને કોઈ મૂરખ મળતો નથી; માટે ઝાડ હેઠળથી માયા ખસે, રાજાવેશી ઓરત પરણી લે, ને વરુ એને જે મૂરખ માણસ ભેટે તેનો ભક્ષ કરી જાય, તો છુટકારો થાય. પછી આ વાર્તામાં એ ગરીબ માણસ પાછો વળે છે. પણ ઝાડ હેઠળથી માયા લેતો નથી. રાજાવેશી રાણી એને પરણવાના કોડ સેવે છે, છતાં એ મૂર્ખ પરણતો નથી, એટલે છેવટે એ મૂર્ખને વરુ ભક્ષી જાય છે.
હવે આ મુસ્લિમ પાઠાંતરમાં પૂર્વાર્ધને છોડી દેવાયો લાગે છે, કારણ કે આ પ્રકારની પ્રત્યેક વાર્તામાં પ્રથમ સારો ગરીબ માણસ કે સારી સ્ત્રી નમ્ર બની સવળું આચરણ કરે છે તે રૂડાં ફળ પામે છે ને પછી એની પ્રાપ્તિ દેખી ઈર્ષાપ્રેરિત બનેલું બીજું નઠારું માણસ એની નકલ કરવા નીકળે છે પણ તુમાખી ને તોછડાઈ બતાવે છે તેથી સંતાપ પામે છે. દેખીતી રીતે જ આ મુસ્લિમ વાર્તામાંથી સંશોધકે એક પાંખિયું ગુમાવ્યું છે.
{{Poem2Close}}
<center>'''સોરઠી કથાની સુરેખતા'''</center>
{{Poem2Open}}
આ તમામ પાઠાન્તરોની સરખામણીમાં મને આપણી શીતળા સાતમની વાર્તા સુરેખ, સુમેળવંતી અને બુદ્ધિમાં, કલાદૃષ્ટિમાં, કલ્પનામાં બંધબેસતી લાગી છે. ઉપરાંત એમાં તો પૂર્વજન્મનાં આચરણોની સુસંગત રચના છે :
તળાવડીઓ : આગલે જન્મે દેરાણી–જેઠાણી હતી, ખાટી–મોળી છાશ ભેળસેળ કરીને લોકોને દેતી.
આંબો : ધનવાન હતો, પણ કંજૂસ હતો. ધન પરાર્થે વાવર્યું નહિ.
સાંઢડી : એક સ્ત્રી હતી, ઘેર ઘંટી હતી, કોઈને દળવા દીધું નહોતું.
મગરમચ્છ : વેદવાન બ્રાહ્મણ હતો, ચારેય વેદ કંઠે હતા પણ કોઈને સંભળાવ્યા નહિ.
બે પાડા : ગામના બે મુખી-પટેલો હતા, ખટપટો ને કલહ જ કરતાં.
{{Poem2Close}}
<center>''''બંગાળી દાવો વધુ પડતો છે'''</center>
{{Poem2Open}}
પૂર્વજન્મમાં કરેલાં કૃત્યો અને એની આ જન્મે સાંપડેલી પરિણતિ, એ બે વચ્ચે જે સુમેળ આ સોરઠી વાર્તામાં જોવા મળે છે તે ઉપર નિર્દેશેલી કોઈ પણ વાર્તામાં નથી. તે છતાં મારો મુદ્દો એ નથી કે આ તમામ કથાઓનું મૂળ સોરઠી પાઠમાં છે. મારો મુદ્દો તો આવી કોઈ પણ કથાના બંગાળામાં પ્રવર્તતા પ્રકાર પરથી એનું મૂળ પ્રભાવસ્થાન બંગાળાનાં આંબાવાડિયાંની ઘેરી ઘટામાં ઊભેલાં સુંદર ગ્રામઘરોમાં રહેનારી વનિતાઓ છે એમ ન કહી શકાય, અથવા એમ પણ અનુમાન ન કરાય કે બંગાળાને સાગરતીરેથી જ આ કથાઓ ઈરાન, અરબસ્તાન ને યુરોપ પહોંચી, કારણ કે ગુજરાત–કાઠિયાવાડનો દરિયાકાંઠો પણ બંગાળાના જેટલો જ સફરી વ્યાપારે ધીકતો હતો. એનાં જહાજો પણ ઈરાની અરબી સાગરતીરે જઈ નાંગરતાં હતાં, તેમ ઈરાની-અરબી નાવિકો પણ સોરઠ-ગુર્જર દેશને બંદરે આવતા, અહીં જાથૂકનોયે નિવાસ કરતાં. વળી આ કથાઓ બૌદ્ધકાળની પેદાશો છે એમ શ્રી સેન કહે છે તે સાચું હોય તો પણ, સૌરાષ્ટ્ર દેશને ફાળે એની ઉત્પત્તિ ન જાય તેવું કારણ નથી. અહીં પણ મગધ સામ્રાજ્યનો બૌદ્ધકાળ એક વાર તપ્યો હતો. અન્ય ભારત-પ્રદેશોની ભૂમિ પણ બૌદ્ધ સંસ્કારસાહિત્યજળે સીંચાઈ હતી. એ વાવેતર અખિલ હિંદી હતું. એનાં બિયાં ઠેરઠેર વેરાયાં હતાં.
{{Poem2Close}}
<center>'''ભારતીય કથાતત્ત્વ વિ. અરબી–ઈરાની કથાતત્ત્વ'''</center>
{{Poem2Open}}
શ્રી સેનની એક વાત સાચી છે, કે પૌરસ્ત્ય સંસ્કારોએ ઝગારા મારતી પાશ્ચાત્ય લોકકથાઓને અરબી કે ઈરાની પેદાશ માનવામાં અને એને ‘અરેબિયન નાઈટ્સ’ની એક હજાર ને એક વાર્તાઓની જોડે ગૂંચવી મારવામાં પાશ્ચાત્ય વિવેચકો ભીંત ભૂલ્યા છે. શુદ્ધ ઈરાની-અરબી લોકકથાઓની ને શુદ્ધ ભારતવર્ષીય લોકવાર્તાઓની વચ્ચે મહત્ત્વનો ભેદ છે. ઈરાની-અરબી પેદાશના કથાસાહિત્યમાં નીતિતત્ત્વ પ્રત્યેનો ઝોક ઓછો હોય છે. ઘણીખરી હિન્દી લોકકથાઓમાં પ્રાણી-પાત્રો આવે છે ત્યારે ઈરાની-અરબી કથાઓમાં જીન, ખવીસ અને પરીઓ વિશેષ રમણ કરે છે. મુસ્લિમ દુનિયાની વાર્તાઓમાં દિવ્ય સત્ત્વો ચમત્કારો કરે છે, અને પ્રેમના વ્યાપારોમાં આવતાં વર્ણનો વધુ પડતાં વાસનોત્તેજક હોય છે, ત્યારે ભારતીય વાર્તાઓમાં વધુ જોર સદ્ગુણ અને શીલ પર ત્રૂઠવાની વાતને તેમજ નમ્ર અને નિર્બળ પક્ષની વહાર કરવાના મુદ્દાને અપાયું છે. પહેલા પ્રકારમાં જે ભાગ પરીઓ ભજવે છે તે બીજા પ્રકારમાં સ્વર્ગની અપ્સરા ભજવતી હોય છે. ‘અરેબિયન નાઈટ્સ’નું વાતાવરણ જાદુથી, બેલગામ તરંગોથી અને સુંવાળી અશક્યતાઓથી ગૂંગળાવી નાખે છે. માનવસહજ મનોર્મિઓ અને સંવેદનો હિંદી વાર્તાસૃષ્ટિમાં લીલા ખેલે છે.
{{Poem2Close}}
<center>'''પ્રાંતભેદે વ્યક્તિગત કલાવિધાન'''</center>
{{Poem2Open}}
હિંદ દેશની લોકવાર્તાઓનાં મૂળિયાં આમ પ્રાચીન બૃહત્કથા, કથાસરિત્સાગર, જાતકકથાઓ વગેરેની વાર્તાભૂમિમાંથી પોષણ મેળવે છે તે તો નિર્વિવાદ છે. છતાં પ્રાંતપ્રાંતની કથાઓને પોતપોતાનું નિરાળું વ્યક્તિત્વ છે તે પણ એટલું જ નિશ્ચિત છે. વ્યક્તિત્વ એના વિશિષ્ટ શિલ્પવિધાનમાં રહેલું છે; ‘દાદાજીની વાતો’ અને ‘રંગ છે, બારોટ!’ બેઉમાં એ સ્વયંપ્રતીત છે. વિક્રમ અને ખાપરાની પહેલી જ વાતમાં પાત્રોના વાર્તાલાપ, પ્રસંગોની મેળવણી, વાર્તાનો ઉપાડ, અંદર આવતાં મંત્રો, પાત્રવર્ણનો બધું જ સોરઠી શિલ્પની સ્પષ્ટ છાપ ધરાવે છે. એનું જે કંઠસ્થ સ્વરૂપ છે તે જ ગ્રંથસ્થ આવૃત્તિમાં અણીશુદ્ધ રાખવામાં આવ્યું છે. એ વાર્તાઓમાં જણાઈ આવતા પદ્યાંશોમાં બે ભાત પડે છે. એક છે તે પ્રત્યેક વાર્તાનો વ્યક્તિગત વિભાગ છે. ‘બાપુ ભાલાળો’, ‘કાઠીકુળ’, ‘દરિયાપીરની દીકરી’, ‘જનમના જોગી’, ‘ચંદણ મેણાંગરી’, એમાં આવતા પદ્યવિભાગ એના પોતાના જ છે. અન્ય કથામાં વીર, વિયોગ, શોક, હાસ્ય વગેરે રસના ઉદ્દીપક પદ્યખંડો, અગર તો નિદ્રાવિહીનોની દશા વર્ણવતા દુહા, પદ્મણી વગેરે નારીઓના પ્રકારો વર્ણવતી પદ્યપંક્તિઓ, નાગનાં નવ કુળની ટીપ, ચૌદ વિદ્યાઓની પિછાનની કાવ્યપંક્તિઓ એ તો વાર્તાકારની નિજનિજની રીતે ટંકાતાં, લોકવાણીના મહાસિંધુમાં તરતાં સાર્વજનિક સુભાષિતો છે.
મેં સંગ્રહેલી વાર્તાઓમાં લોકકથાઓ જે સ્વરૂપે અને ભાષામાં મને મળેલ છે તે સ્વરૂપ ને ભાષાને અકબંધ મૂકવાની મારી દૃષ્ટિ છે. પરંતુ ‘દરિયાપીરની દીકરી’ અને ‘ખાનિયો’ જેવી કથાઓ અસલ લોકવાર્તાકાર પાસેથી સીધી નહિ પણ અન્ય માધ્યમો દ્વારા સાંપડી હોઈ તેને મારી શૈલીએ મૂકવી પડી છે. બાકી ઘટનાઓ અગર ભાવો તો મૂળ હતાં તેમ જ સાચવ્યાં છે.
‘ચંદણ–મેણાંગરી’ની લોકકથામાં મારવાડી બોલીની છાંટ છે, કારણ કે એ કથનાર લુહારિયા લોકો અસલ થરાદ તરફથી ઊતરી આવેલા, અને ગુજરાતમાં ત્રણ પેઢીથી ચિરવાસ કરી રહેલ તથાપિ પોતાનાં રીતરિવાજની માફક પોતાની બોલીને પણ શુદ્ધ તળપદે સ્વરૂપે સાચવી રહેલ છે.
‘કાઠીકુળ’ એ આ સંગ્રહમાં જુદી ભાત પાડે છે. એ ઇતિહાસના પ્રદેશમાં જાય તેવી છે, છતાં જેઠા બારોટના કથા-ભંડોળમાંની સામગ્રી હોઈ એક નમૂના લેખે મૂકી છે.
‘જનમના જોગી’ એ રાજવી ભર્તૃહરિની જાણીતી કથાને સંઘરતું કાવ્ય છે. એ રાણી પીંગલાના દુશ્ચારિત્ર્યની, એના કહેવાતા પ્રેમિક અશ્વપાલની, અગર તો અમરફળની જે બીના ભર્તૃહરિને વૈરાગ્ય તરફ વાળી જનારી લેખે પ્રચલિત છે, તેનો આ ભજનમાં લેશમાત્ર ઉલ્લેખ નથી. નહિ તો એવી આકર્ષક સામગ્રીને લોકકાવ્ય જતી કરે નહિ. એ પરથી વધુ જોરથી કહી શકાય કે મજકૂર બીના ક્ષેપક અને આધુનિક હોવી જોઈએ.
વાર્તા પહેલી ‘વિક્રમ ને ખાપરો’માં અંતે વિક્રમે ભાણમતી રાણીને માથું મૂંડાવી કાઢી મૂકી, એ બીના બરાબર નથી. વિક્રમનો તો તમામ વિક્રમ-કથાઓમાં એ જ ઉચ્ચ સંસ્કાર છે કે પોતાનું બૂરું કરનારને પણ પોતે કષ્ટ દેતો નથી. એ દોષ સ્મૃતિભ્રંશને લીધે મારો જ થયો છે, જેઠા બારોટનો નહિ.
આ પ્રવેશક લખવામાં ‘મોટિફ’ના વિષય પર મને મૂલ્યવંત માહિતી શ્રી વેરીઅર એલ્વિનના નવા પ્રકટ થયેલ અંગ્રેજી પુસ્તક ‘ધ ફોક-ટેઈલ્સ ઑફ મહાકોશલ’માંથી મળી છે.
લોકસાહિત્યના વાર્તાપ્રદેશ પર આ તો મારા તરફથી પથનિર્દેશ જ છે. જેઓ સંશોધન કરવા પ્રેરાશે તેઓને પોતપોતાનાં ગામોમાંથી પણ પુષ્કળ સામગ્રી મળી શકશે. સૂચના એટલી જ કે મૂળ કંઠસ્થ સ્વરૂપ કશા ફેરફાર વગર પકડી લેવું.
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = મુખપૃષ્ઠ-2
|next = 1. વિક્રમ અને ખાપરો
}}
<br>
26,604

edits