રંગ છે, બારોટ/8. જનમના જોગી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
<poem>
{{SetTitle}}
 
</poem>{{SetTitle}}
{{Heading|8. જનમના જોગી}}
{{Heading|8. જનમના જોગી}}


Line 304: Line 302:
::::: કુંવારી કન્યાને રાજા, ઘર ઘણાં.
::::: કુંવારી કન્યાને રાજા, ઘર ઘણાં.
</poem>
</poem>
{{Poem2Open}}
તો હું બાળકુંવારી જ રહેત ના! મેં તો કોરી ગાગર પૂજીને તમને વર મેળવવા મહાદેવનાં વ્રત કર્યાં. હું કુંવારી હોત તો મને ઘણાં ઘર મળી રહેત. પણ હવે હું પરણેલી નાર ક્યાં જાઉં!
એવાં તપેલાં વેણ બોલતી, મેણાં મારતી પીંગલાને જનમના જોગી કહે છે —
{{Poem2Close}}
<poem>
:::કિયા રે વાસ્તે તપલી પીંગલા!
::::: શીદ તમે ઝૂરો મોરી માય જી,
:::દૂઝે બાણું લખ માળવો,
::::: દૂઝે ઘેલુડી ગુજરાત જી,
:::ખાવો, પીવો ને ધન વાપરો,
::::: સંઘર્યાં નહીં આવે સાથ જી,
::::: જેવાં રે દેશો તેવાં પામશો.
</poem>
{{Poem2Open}}
હે પીંગલા, શા માટે તપી ઊઠો છો! શીદને ઝૂરો છો? તમારે તો બાણું લાખની આવકનો માળવો દેશ દૂઝે છે. ખાવ, પીઓ ને ધન વાપરો. સંઘરેલું સાથે નહીં આવે. જેવું દેશો એવું આવતે જન્મે પામશો.
ત્યારે પીંગલા વધુ તપે છે —
{{Poem2Close}}
<poem>
:::બાળી દે બાણું લખ માળવો,
::::: ઘેલુડીમાં મેલો ને આગ જી;
:::નૈ રે છોરું ને નૈ વાછરું
::::: નૈ મારે બાળકનો બોલાસ જી,
::::: કોને રે આધારે અમે ઊગરીએં!
</poem>
{{Poem2Open}}
હે રાજા! તારા માળવાને ને ગુજરાતને આગ લગાડી દે. હું શું ધનદોલતની ભૂખી છું? મારે નથી બાળક, નથી ઘરમાં નાનાં બાળનો બોલાસ. આ મહેલ ને આ વૈભવ ખાવા ધાશે. હું કોને આધારે જીવું?
ત્યારે જોગી છેલ્લો બોધ આપે છે —
{{Poem2Close}}
<poem>
:::કોનાં રે છોરું ને કોનાં વાછરું!
::::: કોનાં માય ને બાપ જી!
:::અંત સમે જાવું એકલા,
::::: સાથે પુણ્ય ને પાપ જી!
::::: ધરમ ને પુન્ય દો સંગ ચલે.
</poem>
{{Poem2Open}}
હે માતા! બાળક કોનાં! કોનાં મા ને બાપ! મરણની વેળાએ તો એકલા જ જવાનું છે. સાથે આવશે ફક્ત બે : પુણ્ય અને પાપ. બીજું કોઈ સાથે નહીં આવે.
{{Poem2Close}}
<poem>
:::માતાજી વળુંભે પગને પાઘડે,
::::: બાની ઘોડલાની વાઘ જી;
:::રાણી તો પીંગલા પલ્લા પાથરે;
::::: હાલ્યા ઉજેણીના રાજા જી,
::::: લખ્યા રે ભાખ્યા મૈયા નહીં મટે.
</poem>
{{Poem2Open}}
માએ ઘોડાનાં પાઘડાં પકડ્યાં. દાસીએ ઘોડાની લગામ ઝાલી. પીંગલા રાણીએ ખોળા પાથર્યા. હે રાજ! રોકાઓ, કોઈ રીતે રોકાઓ. પણ ઉજેણીના રાજા તો ચાલી નીકળ્યા ભાગ્યમાં માંડેલું હતું તે મટ્યું નહીં.
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 7. કાઠીકુળ
|next = 9. નાગ અને બામણ
}}
26,604

edits