ચૂંદડી ભાગ 1/74.દાદાને આંગણ આંબલો (કન્યા વળાવતાં): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|74.|}} {{Poem2Open}} પિતાના આંગણાનો ઘોરગંભીર વડલો તજવાની વેળા આવી પહ...") |
(No difference)
|
Latest revision as of 07:24, 18 May 2022
74.
પિતાના આંગણાનો ઘોરગંભીર વડલો તજવાની વેળા આવી પહોંચી. અને પંખિણી જેવી પુત્રી પિતાની ક્ષમા માગવા લાગી :
દાદાને આંગણ આંબલો, આંબલો ઘોર ગંભીર જો,
એક તે પાન મેં ચૂંટિયું, દાદા, ગાળ નૉ દેજો જો,
અમે રે લીલા વનની ચરકલડી, ઊડી જાશું પરદેશ જો.
આજ રે દાદાજીના દેશમાં, કાલે જાશું પરદેશ જો,
દાદાને વા’લા દીકરા, અમને દીધાં પરદેશ જો!