ચૂંદડી ભાગ 1/86.લાડડી, તારા દેશમાં: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|86|}} <poem> લાડડી, તારા દેશમાં સોનીડે માંડ્યાં હાટ લાડડો વસાવે...")
(No difference)

Revision as of 08:50, 18 May 2022


86

લાડડી, તારા દેશમાં સોનીડે માંડ્યાં હાટ
લાડડો વસાવે ઝૂમણાં રે
એની લાડડીને પે’રવા જોગ રે
ઓલ્યો મલારપરનો મોરલો રે
એને નીરજો નાગરવેલ!
અરધી તે નીરજો એળચી રે
એને અરધી નાગરવેલ!
લાડડી, તારા દેશમાં દોશીડે માંડ્યાં હાટ
લાડો વસાવે ચૂંદડી રે
એની લાડડીને પે’રવા જોગ રે
ઓલ્યા મલારપરનો મોરલો રે
એને નીરજો નાગરવેલ!
અરધી તે નીરજો એળચી રે
એને અરધી નાગરવેલ