ચૂંદડી ભાગ 2/38.નીંદરડી આવે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|38| }} [વિનોદ-ગીત] <poem> વર તો હાલે ચાલે ને વરને નીંદરડી આવે. વરનો...") |
(No difference)
|
Revision as of 07:04, 19 May 2022
38
[વિનોદ-ગીત]
વર તો હાલે ચાલે ને વરને નીંદરડી આવે.
વરનો દાદોજી ચાલવા નો દિયે
બાળુડા વરને નીંદરડી આવે.
મેલો મેલો દાદાજી! છેડલો અમારો
અમારે જાવાં છે ફજેતિયાને તોરણ
બાળુડા વરને નીંદરડી આવે.
અમારે જાવાં છે ધુતારિયાને તોરણ
બાળુડા વરને નીંદરડી આવે.
વર તો હાલે ચાલે ને વરને નીંદરડી આવે
વરનાં માતાજી ચાલવા નો દિયે
બાળુડા વરને નીંદરડી આવે.
મેલો મેલો માતાજી! છેડલા અમારા,
મારે જાવાં છે ફજેતિયાને તોરણ
બાળુડા વરને નીંદરડી ના’વે.