ચૂંદડી ભાગ 2/60.વેલ્યે વળુંભ્યો કેવડો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|60.| }} [આવું રસગીત કણબીઓમાં પણ ગવાય છે. ફૂલ-વેલની સાથે જેમ કેવ...")
(No difference)

Revision as of 09:24, 19 May 2022


60.

[આવું રસગીત કણબીઓમાં પણ ગવાય છે. ફૂલ-વેલની સાથે જેમ કેવડો જડાઈ ગયો હોય તેવી રીતે ગાઢ સ્નેહગાંઠથી વર–કન્યા પરસ્પર જડાઈ ગયાં હોવાનું સૂચન કરે છે.]

વાડીમાં રોપાવો રૂડો કેવડો!
આંગણે રોપાવો નાગરવેલ્ય
વેલ્યે વળુંભ્યો રૂડો કેવડો!

ફૂલ વિના ફોરે રૂડો કેવડો;
ફળ વિના ફાલી નાગરવેલ્ય.          — વેલ્યે.

કિયા ભાઈનો મોભી રૂડો કેવડો!
કિયા વેવાઈની નમણી નાગરવેલ્ય.          — વેલ્યે.

…ભાઈનો મોભી રૂડો કેવડો;
…વેવાઈની નમણી નાગરવેલ્ય.          — વેલ્યે.