સોરઠિયા દુહા/7: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|7|}} <poem> ધનકું ઊંડાં નહ ધરે, રણમેં ખેલે દાવ, ભાગી ફોજાં ભેડવે,...")
(No difference)

Revision as of 06:35, 20 May 2022


7

ધનકું ઊંડાં નહ ધરે, રણમેં ખેલે દાવ,
ભાગી ફોજાં ભેડવે, તિનકું રંગ ચડાવ.

ધનને જેઓ સંતાડી રાખતા નથી, રણમેદાનમાં જે જંગ ખેલે છે, ને ભયથી ભાગી નીકળેલી ફોજને પણ જે પડકારી પાનો ચડાવી પાછી વાળી શત્રુનાં સૈન્ય સામે લડાવે તેમને રંગ ચડાવજો.