સોરઠી બહારવટિયા ભાગ-1/5. વાલો નામોરી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વાલો નામોરી| '''[ઈ. સ. 1890ની આસપાસ]'''}} <poem> નામોરીનો નર છે વંકો, રે...") |
(No difference)
|
Revision as of 09:53, 20 May 2022
[ઈ. સ. 1890ની આસપાસ]
નામોરીનો નર છે વંકો,
રે વાલા, તારો દેશમાં ડંકો.
ભૂજવાળાનું ગામ તેં ભાંગ્યું ને ફોજું ચડિયું હજાર,
ઊંટ ઘોડાં તો આડાં રે દીધાં, ધીંગાણું કીધું ધરાર.
— નામોરીનો.
વાગડ દેશથી ઊતર્યો વાલો, આવ્યો હરિપર ગામ,
ડુંગર મોવરને જીવતો ઝાલ્યો, હૈયામાં રહી ગઈ હામ.
— નામોરીનો.
જસાપરામાં તો જાંગીના દીધા, આવ્યા મૂળી પર ગામ,
ઓચિંતાના આવી ભરાણા, મરાણો મામદ જામ.
— નામોરીનો.
ખરે બપોરે પરિયાણ કીધાં ને ભાંગ્યું લાખણપર ગામ,
વાંકાનેરની વારું ચડિયું, નો’તો ભેળો મામદ જામ.
— નામોરીનો.
માળીએ તારું બેસણું વાલા, કારજડું તારું ગામ,
ટોપીવાળાને તેં ઉડાવ્યો, કોઠાવાળાને કલામ.
— નામોરીનો.
મુંબઈ સરકારે તાર કીધા ને ફોજું ચડિયું હજાર,
નાળ્યું બંધૂકું ધ્રશકે છૂટે, તોયે હાલ્યો તું ધરાર,
— નામોરીનો.
વાલો મોવર જોટો છાતીએ લેવા, સાતસો ક્રમ પર જાય,
રંગ છે તારાં માતપિતાને, અમર નામ કહેવાય.
— નામોરીનો.
નથી લીધો તારો ઢીંગલો વાલા, નથી લીધું તારું દામ,
ભાવલે કોળીએ રાસડો ગાયો, રાખ્યું નવ ખંડ નામ.
— નામોરીનો.
તારા જે નામોરી તણા,
ઠૂંઠા ઘા થિયા,
ઈ પાછાં પોઢે ના,
વિનતા ભેળા વાલિયા!
[નામોરીના પુત્ર વાલા! તારા ઠૂંઠા હાથની ગોળીઓના ઘા જેના ઉપર થાય એ લોકો ફરી વાર પોતાની સ્ત્રીઓ સાથે પોઢવાનું સુખ પામી શકતા નથી, મતલબ કે તારા ભડાકા અફર જ હોય છે.]