સોરઠી બહારવટિયા ભાગ-1/1. ચાંપરાજ વાળો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 222: Line 222:
“બાપ રેશમ! બેટા રેશમ!” એમ ચાંપરાજ વાળાએ સાદ દીધો, અને પીડાથી પાગલ બનેલી ઘોડી ધણીનો બોલ સાંભળીને દોડતી પાછી આવી. આવીને માથું નમાવીને ઊભી રહી. એટલે બીજે ઝાટકે ચાંપરાજે એની ગરદન ઉડાવી દીધી.
“બાપ રેશમ! બેટા રેશમ!” એમ ચાંપરાજ વાળાએ સાદ દીધો, અને પીડાથી પાગલ બનેલી ઘોડી ધણીનો બોલ સાંભળીને દોડતી પાછી આવી. આવીને માથું નમાવીને ઊભી રહી. એટલે બીજે ઝાટકે ચાંપરાજે એની ગરદન ઉડાવી દીધી.
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>''''''</center>
<poem>
::વન ગઈ પાલવ વિના જનની કે’તાં જે,
::દોરીને ચાંપો દેતે, માન્યું સાચું મૂળવા!
</poem>
{{Poem2Open}}
'''[હે મૂળુ વાળા! કાઠિયાણી જ્યારે ચોરીમાં પરણવા બેસે ત્યારે કાપડું પહેરતી નથી, એ વાત આજે, તેં જ્યારે ચાંપરાજને દોરીને સરકારમાં સોંપી દીધો ત્યારે જ, મેં સાચી માની; એટલે કે એવી નિર્લજ્જ માતાના પુત્ર તારા સરખા મિત્રદ્રોહી જ થાય એમાં નવાઈ નથી.]'''
(આ લગ્ન-પ્રથા સંબંધે એવી કથા કાઠિયાવાડમાં પ્રવર્તે છે કે મુસલમાન રાજ્યના કોઈક સમયમાં, દરેક ક્ષત્રિય રાજાની પરણેતરને કોઈ બાદશાહ, પ્રથમ રાતે પોતાના શયનગૃહમાં મોકલવાનો હુકમ કરતો. પછી એ પ્રથા તજીને પાદશાહે એવો હુકમ કરેલો કે પ્રત્યેક ક્ષત્રિય કન્યાને પરણતી વેળા જે કાંચળી પહેરાવવામાં આવે, તેના સ્તન-ભાગ પર બાદશાહી પંજાની છાપ હોવી જોઈએ. આ આજ્ઞાને તાબે બીજા બધા થયા, પણ કાઠીઓએ તો એ કલંકમાંથી મુક્ત રહેવા ખાતર લગ્નવિધિમાંથી કાપડું જ કાઢી નાખ્યું. આ વાતમાં કશું વજૂદ જણાતું નથી.)
{{Poem2Close}}
<poem>
જાશે જળ જમી, પોરહ ને પતિયાળ,
ચાંપા ભેળાં ચાર, માતમ ખોયું મૂળવા!
</poem>
{{Poem2Open}}
'''[હે મૂળુ વાળા! ચાંપરાજ જાય છે. તેની સાથે જળ, જમીન, પૌરુષ અને પ્રતિષ્ઠા એ ચાર ચીજો ચાલી જાય છે. એને સોંપી દઈને તેં તારું માહાત્મ્ય ગુમાવ્યું.]'''
{{Poem2Close}}
<poem>
(કાં તો) જેતાણું જાનારું થયું, મૂળુ ઇદલ મૉત,
ખાધી મોટી ખોટ, દોરીને ચાંપે દિયો.<ref>મહુવા તાબે શાલોલી ગામના ચારણ બહારવટિયા નાગરવ ગીઅડના ભાઈ પાલરવ ગીઅડે કહેલા આ ઠપકાના દુહા છે.</ref>
</poem>
{{Poem2Open}}
'''[કાં તો જેતપુર જનારું થયું. કાં તારું મૉત આવ્યું. હે મૂળુ વાળા! તેં ચાંપરાજને સોંપી દેવામાં મોટી ખોટ ખાધી છે.]'''
આવા ઠપકાના દુહા ચારણો ઠેરઠેર સંભળાવવા લાગ્યા. મૂળુ વાળાને માથે ચાંપરાજને રાજકોટ જઈ સોંપી દેવાનું આળ મુકાયું. પણ બીજી બાજુ કંઈક લોકો કહે છે કે મૂળુ વાળાનો વાંક નહોતો. મૂળુ વાળાએ તો બહુ વિનવ્યું હતું કે “ચાંપા, ભલો થઈને ભાગી જા. ભલે મારો ગરાસ જપ્ત થાય.” પણ ચાંપરાજ માન્યો નહિ. સોંપાયો. એના ઉપર મુકદ્દમો ચાલ્યો અને એને જન્મકેદની સજા થઈ. યરોડાની જેલમાં એને મોકલી દેવામાં આવ્યો. ઈ. સ. 1837.
“એની મઢ્યમને પેટપીડ ઊપડી છે.”
“શા કારણથી!”
“બાપડીને છોરુ આવ્યાનો સમો થિયો છે. પણ આડું આવેલ હોવાથી છૂટકો થાતો નથી. મોટામોટા ગોરા સરજનોએય હાથ ધોઈ નાખ્યા છે. અને મઢ્યમ તો હવે ઘડી-બે ઘડીમાં મરવાની થઈ છે.”
જેલના દરોગાને મોઢે આ વાત સાંભળીને ચાંપરાજ વાળાને વિચાર ઊપડ્યો. એણે કહ્યું : “અરે ભાઈ, એમાં ગોરા સરજનોનો ઉપાય કાર નહિ કરે. ઘણુંય મારી આગળ દવા છે, પણ ઈ દવા કોણ કરે? જેલર સા’બને કાને મારી વાતેય કોણ પોગાડે?”
દરોગાએ જઈને સાહેબને બંગલે વાત પહોંચાડી કે કાઠિયાવાડનો એક કેદી આડાં ભાંગવાની દવા જાણે છે. અંગ્રેજને અજાયબી તો બહુ થઈ, માન્યામાં તો આવ્યું નહિ. પણ ડૂબતો માણસ તરણાનેય ઝાલે એ રીતે એણે ચાંપરાજ વાળાને દવા કરવાનું કહ્યું. ચાંપરાજે માગ્યું કે “એક તરવાર, એક ઘીનો દીવો, ધૂપ અને એક માળા : ચાર વાનાં લઈને મને નદી કે નવાણને કાંઠે જવા દ્યો.”
માગી તેટલી સામગ્રી આપીને ચાંપરાજને જળાશયને કાંઠે તેડી ગયા. નાહીધોઈ, ધોતિયું પહેરી, ઘીનો દીવો ને ધૂપ કરી, હાથમાં માળા લઈને પ્રભાતને પહોર ચાંપરાજે સૂરજ સામે હાથ જોડ્યા : “હે સૂરજ! મારી પાસે કાંઈ દવા નથી. પણ આજ સુધી મેં પરનારી ઉપર મીટ પણ ન માંડી હોવાનો જો તું સાક્ષી હો, મનમાં પરનારીનો સંકલ્પ પણ જો મેં કોઈ દી ન કર્યો હોય, તો મઢમ બેનનું આડું ભાંગીને તારા છોરુની લાજ રાખજે, બાપ! નીકર આ તરવાર પેટમાં પરોવીને હું સૂઈ જઈશ.”
આટલું બોલી, પોતાની નાડી ધોઈ, ધોણનું પાણી પોતે દરોગાના હાથમાં દીધું : “લે ભાઈ, મઢમ બેનને પીવરાવી દે, ને પછી આંહીં ખબર આપ કે છૂટકો થાય છે કે નહિ.”
પાણી લઈને દરોગો દોડ્યો, અને ચાંપરાજે ઉઘાડી તરવાર તૈયાર રાખી સૂરજના જાપ આદર્યા. કાં તો જેલમાંથી છૂટું છું, ને કાં આંહીં જ પ્રાણ કાઢું છું, એવો નિશ્ચય કર્યો.
એક, બે ને ત્રણ માળા ફેરવ્યાં ભેળાં તો માણસો દોડતાં આવ્યાં : “ચાંપરાજભાઈ, મઢમનો છુટકારો થઈ ગયો! પેટપીડ મટી ગઈ. રંગ છે તારી દવાને.”
મઢમે ચાંપરાજ વાળાને પોતાનો ભાઈ કહ્યો અને પોતાના ધણી સાથે જિકર માંડી કે “મારા ભાઈને છોડાવો.”
“અરે ગાંડી! જન્મટીપનો હુકમ એમ ન ફરે.”
“ગમે તેમ કરીને વિલાયત જઈને ફેરવાવો. નીકર તમારે ને મારે રામરામ છે!”
મઢમના રિસામણાએ સાહેબના ઘરને સ્મશાન બનાવી મૂક્યું. સાહેબે સરકારમાં લખાણ ચલાવીને મોટી લાગવગ વાપરી ચાંપરાજ વાળાની સજા રદ કરાવી, અને દસ-બાર વરસ સુધીની એની મજૂરીના જે બસો-ત્રણસો રૂપિયા એના નામ પર જમા થયેલા તે આપીને ચાંપરાજ વાળાને રજા દીધી. મઢમ બહેનની વિદાય લેતી વેળા બહારવટિયાની ખૂની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં. મઢમનું હૈયું પણ ભરાઈ આવ્યું.
પડખેના બંદરેથી વહાણમાં બેસી ચાંપરાજ વાળો ભાવનગર ઊતર્યો. પહોંચ્યો મહારાજ વજેસંગજીની પાસે. કચારીમાં જઈને પગે હાથ નાખ્યા. “મારો કનૈયાલાલ! મારો વજો મહારાજ! બાપો મારો! મને કારાગૃહમાંથી ઉગાર્યો!” એવી બૂમાબૂમ કરીને એ નટખટ કાઠીએ કચારી ગજાવી મૂકી.
“ઓહોહોહો! ચાંપરાજ વાળા, તમે ક્યાંથી?”
“મહારાજે મને છોડાવ્યો.” ચાંપરાજે લુચ્ચાઈ આદરી.
“હેં! સાચેસાચ મેં તમને છોડાવ્યા! શી રીતે?”
“અરે વજા મહારાજ! તારી તે શી વાત કરું? જાણ્યે એમ થિયું કે એક દી રાતમાં કનૈયાલાલનું રૂપ ધરીને આપ મારી જેલની ઓરડીમાં પધાર્યા અને મારી બેડિયું તોડી, અને દરવાજા ઉઘાડાફટાક કરી દીધા અને હું નીકળી આવ્યો. મહારાજ કનૈયાનો અવતાર છે એમ સહુને કહેવું મારે તો સાચું પડ્યું.” એમ કહીને પોતાની જેલની મજૂરીના જે બે રૂપિયા બાકી રહ્યા હતા તે મહારાજને માથેથી ઘોળ કરીને મહારાજના પગમાં ધરી દીધા.
“અરે રંગ! રંગ કાઠીભાઈની કરામતને!” એમ રંગ દઈને ડાહ્યા રાજા વજેસંગજીએ ચાંપરાજની પીઠ થાબડી, ચાંપરાજ વાળાને મહામૂલના સરપાવની પહેરામણી કરીને પોતાના અસવારો સાથે ચરખા પહોંચતો કર્યો. અને ત્યાર પછી ચાંપરાજ વાળો ઘર આગળ પથારીમાં જ મરણ પામ્યો.
'''[કૅપ્ટન બેલ પોતાના ‘ધ હિસ્ટરી ઑફ કાઠિયાવાડ’ નામના પુસ્તકમાં ફક્ત આટલો જ ઉલ્લેખ કરે છે : “ચાંપરાજ વાળા કે જેણે પંદર નંબરના બૉમ્બે ઇન્ફ્રન્ટ્રીના એક અધિકારીને ગોળીથી ઠાર કર્યો હતો, તે ઈ. સ. 1838માં પકડાયો અને પોતાનાં દુષ્ટ કૃત્યોના બદલામાં જન્મટીપ પામ્યો હતો. ચાંપરાજ વાળો નામીચો અફીણી હતો. જેલમાં પણ એને દવાના મોટામોટા રગડા પાઈને જીવતો રાખવો પડ્યો હતો. દવાની એક્કેક માત્રા છેવટે સિત્તેર ગ્રેઈન સુધી પહોંચી હતી. જ્યારે એ છૂટ્યો હતો ત્યારે એને દરેક ટંકે કબૂતરના અક્કેક મોટા ઈંડા જેટલું અફીણ લેવું પડતું હતું.”]'''
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = પ્રકાશન-ઇતિહાસ
|next = 2. નાથો મોઢવાડિયો
}}
<br>
26,604

edits

Navigation menu