કંકાવટી મંડળ 1/ચાંદરડાની પૂજા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચાંદરડાની પૂજા|}} {{Poem2Open}} <small>[નાની નાની કન્યાઓ સાંજ સમયે તારા...")
 
(No difference)

Latest revision as of 09:26, 24 May 2022

ચાંદરડાની પૂજા


[નાની નાની કન્યાઓ સાંજ સમયે તારાને ઊગતો નિહાળતાંની વાર જ બોલી ઊઠે —]

“એલી એય! જો ચાંદરડું ઊગ્યું!”

એટલું કહી, હાથની ખોટી ખોટી કંકાવટી કરી, તારાની સામે કલ્પિત કંકુના કલ્પિત છાંટા ઉરાડવા માંડે અને બોલવા લાગે :

પે’લું ચાંદરડું મેં પૂજ્યું
પછી મારા વીરે પૂજ્યું
આભલું ડાભલું
કૂરડીમાં સાકર
ભાઈબાપ ઠાકર
દરિયામાં દીવો
ભાઈબાપ જીવો.
આભલા ડાભલા, સૂડી વચ્ચે સોપારી,
સોનાના બે ગાભલા, મારો ભાઈ વેપારી.

[પછી કલ્પિત કંકુ ચોખા ઉડાડી, હાથ નાખીને અંતરિક્ષમાં દુખણાં લઈ —]

ધાન ખાઉં ધૂડ ખાઉં
મારા ભાઈ ઉપરથી ઘોળી જાઉં!