ગુજરાતી એકાંકીસંપદા/ટેલિફોન: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 528: | Line 528: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
સંજીવઃ પણ ધાર, કે એ એટલો ખરાબ ન પણ હોય… ધાર, કે એની સાથે ડાયલૉગ કરવાથી– | |સંજીવઃ | ||
મંજુઃ પ્લીઝ!… મને એ મળે એટલે સૌ પહેલાં તો ફોનનું રિસીવર હું એના એક કાનમાં ઘોંચી બીજા કાનમાંથી કાઢવાની છું. અને– | |પણ ધાર, કે એ એટલો ખરાબ ન પણ હોય… ધાર, કે એની સાથે ડાયલૉગ કરવાથી– | ||
સંજીવઃ મંજુ, તું સ્વસ્થ રહે. | }} | ||
મંજુઃ હું સ્વસ્થ જ છું. | {{Ps | ||
સંજીવઃ (ડાયલ કરી) હલ્લો, ડિવિઝનલ ઇજનેર સાહેબ? હું સંજીવ માણેક – ૩૩૭૩૮૩૯ પેલા અનઆઇડેન્ટિફાઇડ કૉલર વિશે – શું? એ કોઈ એક ફોનનો ઉપયોગ નથી કરતો? – એટલે? ત્રણ વખત તમારી સૂચના પ્રમાણે – પણ ત્રણેય વખત જુદો જુદો એનો નંબર હતો? – પણ એની વચ્ચે વધુ વખત નહોતો ગયો – શું? – અમે હજી ચાલુ રાખીએ? – સાહેબ, આજે ચાર દિવસ થયા – સારું, સાહેબ. (રિસીવર મૂકે છે) મંજુ, તું ચિંતા ન કર. મેં વ્યવસ્થા કરી દીધી છે. એ હવે ફોન નહીં કરે. | |મંજુઃ | ||
મંજુઃ એટલે એને પોલીસે પકડી લીધો? | |પ્લીઝ!… મને એ મળે એટલે સૌ પહેલાં તો ફોનનું રિસીવર હું એના એક કાનમાં ઘોંચી બીજા કાનમાંથી કાઢવાની છું. અને– | ||
સંજીવઃ એમને નામઠામ વિના કેવી રીતે ખબર પડે? | }} | ||
મંજુઃ ટેલિફોનવાળાએ નામઠામ ન આપ્યાં? | {{Ps | ||
સંજીવઃ એણે કહ્યું: કોઈ એક જ ફોનનો એ ઉપયોગ નથી થતો, એટલે મુશ્કેલી પડે છે. | |સંજીવઃ | ||
મંજુઃ તો ‘વ્યવસ્થા કરી છે.’ એટલે શું? તમે એને મળ્યા? એની સાથે વાત કરી? એને માર્યો? | |મંજુ, તું સ્વસ્થ રહે. | ||
સંજીવઃ ના. | }} | ||
મંજુઃ તો શું પ્રાર્થના કરી? માનસિક તરંગો મોકલ્યા? તમે મારું આ રીતે રક્ષણ કરવાના છો? આના કરતાં તો પેલા–પેલા કરાટેવાળા જોડે મેં લગ્ન કર્યા હોત, તો આજે– | {{Ps | ||
સંજીવઃ એ કરાટેવાળો આનો અવાજ સાંભળીને, એના અવાજ દ્વારા ફોનમાંથી એને ખેંચી કાઢત કેમ? | |મંજુઃ | ||
|હું સ્વસ્થ જ છું. | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|(ડાયલ કરી) હલ્લો, ડિવિઝનલ ઇજનેર સાહેબ? હું સંજીવ માણેક – ૩૩૭૩૮૩૯ પેલા અનઆઇડેન્ટિફાઇડ કૉલર વિશે – શું? એ કોઈ એક ફોનનો ઉપયોગ નથી કરતો? – એટલે? ત્રણ વખત તમારી સૂચના પ્રમાણે – પણ ત્રણેય વખત જુદો જુદો એનો નંબર હતો? – પણ એની વચ્ચે વધુ વખત નહોતો ગયો – શું? – અમે હજી ચાલુ રાખીએ? – સાહેબ, આજે ચાર દિવસ થયા – સારું, સાહેબ. (રિસીવર મૂકે છે) મંજુ, તું ચિંતા ન કર. મેં વ્યવસ્થા કરી દીધી છે. એ હવે ફોન નહીં કરે. | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|એટલે એને પોલીસે પકડી લીધો? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|એમને નામઠામ વિના કેવી રીતે ખબર પડે? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|ટેલિફોનવાળાએ નામઠામ ન આપ્યાં? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|એણે કહ્યું: કોઈ એક જ ફોનનો એ ઉપયોગ નથી થતો, એટલે મુશ્કેલી પડે છે. | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|તો ‘વ્યવસ્થા કરી છે.’ એટલે શું? તમે એને મળ્યા? એની સાથે વાત કરી? એને માર્યો? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|ના. | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|તો શું પ્રાર્થના કરી? માનસિક તરંગો મોકલ્યા? તમે મારું આ રીતે રક્ષણ કરવાના છો? આના કરતાં તો પેલા–પેલા કરાટેવાળા જોડે મેં લગ્ન કર્યા હોત, તો આજે– | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|એ કરાટેવાળો આનો અવાજ સાંભળીને, એના અવાજ દ્વારા ફોનમાંથી એને ખેંચી કાઢત કેમ? | |||
}} | |||
(ઘંટડી - ત્રણવખત) | (ઘંટડી - ત્રણવખત) | ||
સંજીવઃ (છાપામાંથી વાંચતો હોય તેમ) કહે છે, કે અમુકતમુક પંથના અને વિચારસરણીના માણસો આ શહેરમાં ઊતરી આવ્યા છે. ચોરી, લૂંટફાટ અને બૉમ્બ ફેંકવાના કિસ્સા ખૂબ વધી ગયા છે. | {{Ps | ||
મંજુઃ ગઈ કાલે આપણા બાજુવાળાના છોકરાને કોઈ ઉપાડી ગયું. | |સંજીવઃ | ||
સંજીવઃ મારી બે પાર્ટીના ચેક આજે બૅન્કમાંથી પાછા આવ્યા. | |(છાપામાંથી વાંચતો હોય તેમ) કહે છે, કે અમુકતમુક પંથના અને વિચારસરણીના માણસો આ શહેરમાં ઊતરી આવ્યા છે. ચોરી, લૂંટફાટ અને બૉમ્બ ફેંકવાના કિસ્સા ખૂબ વધી ગયા છે. | ||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|ગઈ કાલે આપણા બાજુવાળાના છોકરાને કોઈ ઉપાડી ગયું. | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|મારી બે પાર્ટીના ચેક આજે બૅન્કમાંથી પાછા આવ્યા. | |||
}} | |||
(ઘંટડી – ત્રણ વખત) | (ઘંટડી – ત્રણ વખત) | ||
સંજીવઃ હું તને કહું આ કોણ ફોન કરે છે? | {{Ps | ||
મંજુઃ ખબર છે તમને? | |સંજીવઃ | ||
સંજીવઃ તારો પેલો મિત્ર હતો ને … | |હું તને કહું આ કોણ ફોન કરે છે? | ||
મંજુઃ એની તમને ખબર હતી? તો પછી– | }} | ||
સંજીવઃ આટલા દિવસ મેં કેમ ન કહ્યું, એમ? પણ તેં ય મને એની પહેલેથી ક્યાં વાત કરી હતી? | {{Ps | ||
મંજુઃ પણ મેં પરણ્યા પછી છેતરપિંડી નથી કરી. | |મંજુઃ | ||
સંજીવઃ તું એને સાવ ભૂલી ગઈ હતી? | |ખબર છે તમને? | ||
મંજુઃ કેવા વિલન જેવા ડાયલૉગ બોલો છો! | }} | ||
સંજીવઃ વિલન કોણ – હું કે એ? | {{Ps | ||
મંજુઃ તમે – તમે – લાખ વાર તમે! એ તમારી પેલી સગલી જેવો નહોતો. | |સંજીવઃ | ||
સંજીવઃ કઈ સગલી? | |તારો પેલો મિત્ર હતો ને … | ||
મંજુઃ જેની લિપસ્ટિક લાગેલી સિગરેટ ચૂસવી તમને બહુ ગમે છે એ! | }} | ||
સંજીવઃ (બૂમ પાડી) મંજુ! અને તું હજી પેલી જૂની પર્સ કેમ નથી ફેંકી દેતી, એ કહું તને? | {{Ps | ||
મંજુઃ (ચીસ પાડી) સંજીવ! | |મંજુઃ | ||
|એની તમને ખબર હતી? તો પછી– | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|આટલા દિવસ મેં કેમ ન કહ્યું, એમ? પણ તેં ય મને એની પહેલેથી ક્યાં વાત કરી હતી? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|પણ મેં પરણ્યા પછી છેતરપિંડી નથી કરી. | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|તું એને સાવ ભૂલી ગઈ હતી? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|કેવા વિલન જેવા ડાયલૉગ બોલો છો! | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|વિલન કોણ – હું કે એ? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|તમે – તમે – લાખ વાર તમે! એ તમારી પેલી સગલી જેવો નહોતો. | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|કઈ સગલી? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|જેની લિપસ્ટિક લાગેલી સિગરેટ ચૂસવી તમને બહુ ગમે છે એ! | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|(બૂમ પાડી) મંજુ! અને તું હજી પેલી જૂની પર્સ કેમ નથી ફેંકી દેતી, એ કહું તને? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|(ચીસ પાડી) સંજીવ! | |||
}} | |||
(સામાન્ય ઘંટડી) | (સામાન્ય ઘંટડી) | ||
સંજીવઃ (આવેગમાં ફોન ઉપાડી) હલ્લો – હા, સંજીવ – મારી તબિયતનું તારે શું કામ છે? એ નથી. નથી, કહ્યું ને તને – અને ધારો કે હોય. ને ન આપું તો શું કરી લઈશ? – જુઓ મિસ્ટર, તમારાથીય વધુ ગંદી વાતો અને ગાળાગાળી મને આવડે છે – પણ શું કામ, શું કામ તમે આ બધું કરો છો? – હું એને ફોન નહીં આપું નહીં આપું – નહીં આપું. | {{Ps | ||
|સંજીવઃ | |||
|(આવેગમાં ફોન ઉપાડી) હલ્લો – હા, સંજીવ – મારી તબિયતનું તારે શું કામ છે? એ નથી. નથી, કહ્યું ને તને – અને ધારો કે હોય. ને ન આપું તો શું કરી લઈશ? – જુઓ મિસ્ટર, તમારાથીય વધુ ગંદી વાતો અને ગાળાગાળી મને આવડે છે – પણ શું કામ, શું કામ તમે આ બધું કરો છો? – હું એને ફોન નહીં આપું નહીં આપું – નહીં આપું. | |||
}} | |||
(એનાથી રિસીવર મુકાતું નથી, મંજુ એને મુકાવે છે.) | (એનાથી રિસીવર મુકાતું નથી, મંજુ એને મુકાવે છે.) | ||
મંજુઃ પણ તો તમે ફોન ઉપાડો છો શા માટે? | {{Ps | ||
સંજીવઃ ન ઉપાડવાથી એને અટકાવી શકાશે? કાનમાં આવીને જે આવું તેવું બોલે, એ બીજું શું નહીં કરે? એના અવાજનું માધ્યમ મારી મુઠ્ઠીમાં હોય, તોય મારાથી એને આટલી આંગળી નથી અડકાડી શકાતી… આ હિંસા કહેવાય, મંજુ, હિંસા! | |મંજુઃ | ||
|પણ તો તમે ફોન ઉપાડો છો શા માટે? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|ન ઉપાડવાથી એને અટકાવી શકાશે? કાનમાં આવીને જે આવું તેવું બોલે, એ બીજું શું નહીં કરે? એના અવાજનું માધ્યમ મારી મુઠ્ઠીમાં હોય, તોય મારાથી એને આટલી આંગળી નથી અડકાડી શકાતી… આ હિંસા કહેવાય, મંજુ, હિંસા! | |||
}} | |||
(ઘંટડી. મંજુ ઉપાડે.) | (ઘંટડી. મંજુ ઉપાડે.) | ||
મંજુઃ ઓહ… સંજીવ તો ગયા… હજી હમણાં જ – તમે ફોન મૂક્યો કે તુરત જ … (માઉથ પર હાથ) એને તમારી જોડે વાત કરવી છે – (માઉથમાં) પણ એ નથી, પ્લીઝ રણધીરભાઈ. પણ એમણે મને ફોન ન આપ્યો, એમાં હું શું કરું? – ફરીથી આપશે કે નહીં, એનીય મને ક્યાંથી ખબર પડે? – હું રજા લઈ લઉં? … તમે જ એની સાથે વાત કરી લેજો – | {{Ps | ||
|મંજુઃ | |||
|ઓહ… સંજીવ તો ગયા… હજી હમણાં જ – તમે ફોન મૂક્યો કે તુરત જ … (માઉથ પર હાથ) એને તમારી જોડે વાત કરવી છે – (માઉથમાં) પણ એ નથી, પ્લીઝ રણધીરભાઈ. પણ એમણે મને ફોન ન આપ્યો, એમાં હું શું કરું? – ફરીથી આપશે કે નહીં, એનીય મને ક્યાંથી ખબર પડે? – હું રજા લઈ લઉં? … તમે જ એની સાથે વાત કરી લેજો – | |||
}} | |||
(ઝડપથી મૂકી દે છે.) | (ઝડપથી મૂકી દે છે.) | ||
સંજીવઃ (હજી મૂકતી હોય છે ત્યાં જ) મંજુ, ફેંક, ફેંક એને જલ્દી. | {{Ps | ||
મંજુઃ શું થયું? | |સંજીવઃ | ||
સંજીવઃ (સ્વસ્થ થતાં) મને થયું; તારા હાથમાં આ રિસીવર નહીં પણ કંઈક બીજું છે. | |(હજી મૂકતી હોય છે ત્યાં જ) મંજુ, ફેંક, ફેંક એને જલ્દી. | ||
મંજુઃ તમે કેમ આમ, આટલા બધા, અસ્વસ્થ થઈ જાઓ છો? | }} | ||
સંજીવઃ પણ મંજુ, મને આ ફોનનો આકાર ફરીથી બદલાતો લાગે છે – જો… જાણે રણધીર માથે હાથ મૂકીને સૂતો છે… | {{Ps | ||
મંજુઃ સંજીવ, તમે સ્વસ્થ રહો. | |મંજુઃ | ||
સંજીવઃ હા… પણ મંજુ, આપણે એક કામ તો કરીએ જ. થોડું કરિયાણું અને ખાવાપીવાની વસ્તુઓનો બેત્રણ મહિનાનો સ્ટોક ભરી દઈએ… | |શું થયું? | ||
મંજુઃ બૅન્કમાંથી થોડા પૈસા ઉપાડી લઈએ. | }} | ||
સંજીવઃ ને મારી સિગરેટ… પંદરેક દિવસનાં છાપાં અગાઉથી મંગાવી રાખીએ… ને મને એમ થાય છે, કે એ બીજાં બધાંનેય ફોન કરતો હશે? … બીજાં બધાંનેય આવા ફોન આવે છે, કે આપણને એકલાને જ? | {{Ps | ||
મંજુઃ બધાને એવી તકલીફ હોય, તો તો સરઘસો, હડતાલો, સ્ટે ઑર્ડરો, તપાસ પંચો શરૂ થાય! … પણ બધાંને એવું પુછાય? … બીજાં આપણા વિશે શું ધારે? પેલાં રમાબેન, શાંતાબેન, સુધીરભાઈ… | |સંજીવઃ | ||
સંજીવઃ આપણા ઘરમાં કંઈ હથિયાર જેવું નથી? | |(સ્વસ્થ થતાં) મને થયું; તારા હાથમાં આ રિસીવર નહીં પણ કંઈક બીજું છે. | ||
મંજુઃ થોડા પથ્થરો ભેગા કરી રાખીએ? | }} | ||
સંજીવઃ પછી એને આ બારણા પાસે ઢગલો કરી, એના પર કંઈ ઢાંકી દઈએ – તારી સાડી, કે કંઈ ઓછાડ જેવું… ઢગલો છે એની કોઈને ખબર ન પડે એ રીતે! | {{Ps | ||
મંજુઃ (એની સામે જોઈ – ફ્લેટ અવાજે) સંજીવ, તારા આ કાન તો જો – મોટા ને મોટા થવા માંડ્યા છે… સૂપડા જેવડા… એને… એને હલાવીશ નહીં બહુ…! અરે, એમાંથી ફોન પડી જશે, સંજીવ! | |મંજુઃ | ||
|તમે કેમ આમ, આટલા બધા, અસ્વસ્થ થઈ જાઓ છો? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|પણ મંજુ, મને આ ફોનનો આકાર ફરીથી બદલાતો લાગે છે – જો… જાણે રણધીર માથે હાથ મૂકીને સૂતો છે… | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|સંજીવ, તમે સ્વસ્થ રહો. | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|હા… પણ મંજુ, આપણે એક કામ તો કરીએ જ. થોડું કરિયાણું અને ખાવાપીવાની વસ્તુઓનો બેત્રણ મહિનાનો સ્ટોક ભરી દઈએ… | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|બૅન્કમાંથી થોડા પૈસા ઉપાડી લઈએ. | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|ને મારી સિગરેટ… પંદરેક દિવસનાં છાપાં અગાઉથી મંગાવી રાખીએ… ને મને એમ થાય છે, કે એ બીજાં બધાંનેય ફોન કરતો હશે? … બીજાં બધાંનેય આવા ફોન આવે છે, કે આપણને એકલાને જ? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|બધાને એવી તકલીફ હોય, તો તો સરઘસો, હડતાલો, સ્ટે ઑર્ડરો, તપાસ પંચો શરૂ થાય! … પણ બધાંને એવું પુછાય? … બીજાં આપણા વિશે શું ધારે? પેલાં રમાબેન, શાંતાબેન, સુધીરભાઈ… | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|આપણા ઘરમાં કંઈ હથિયાર જેવું નથી? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|થોડા પથ્થરો ભેગા કરી રાખીએ? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|પછી એને આ બારણા પાસે ઢગલો કરી, એના પર કંઈ ઢાંકી દઈએ – તારી સાડી, કે કંઈ ઓછાડ જેવું… ઢગલો છે એની કોઈને ખબર ન પડે એ રીતે! | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|(એની સામે જોઈ – ફ્લેટ અવાજે) સંજીવ, તારા આ કાન તો જો – મોટા ને મોટા થવા માંડ્યા છે… સૂપડા જેવડા… એને… એને હલાવીશ નહીં બહુ…! અરે, એમાંથી ફોન પડી જશે, સંજીવ! | |||
}} | |||
(ઘંટડી – ત્રણ વખત) | (ઘંટડી – ત્રણ વખત) | ||
મંજુઃ સંજીવ, પણ આપણા વિશે એને બધી ક્યાંથી ખબર હોય? મને લાગે છે, તમે બધું તમારા મનમાંથી ઉપજાવી કાઢેલું કહો છો! | {{Ps | ||
સંજીવઃ નવાઈ તો મનેય થાય છે. પણ એણે મને કહ્યું: મેં હજી ત્રણ વરસનો ટૅક્સ ભર્યો નથી. ને સ્ક્રેપમાં કાઢી, ઉધારેલો માલ મેં મફતલાલને વેચી દીધો છે એનીય એને ખબર હતી, બોલ! | |મંજુઃ | ||
મંજુઃ મનેય એ કહેઃ આજે તમે ફોલ વગરની સાડી પહેરી છે… અને પછી મને કહે– | |સંજીવ, પણ આપણા વિશે એને બધી ક્યાંથી ખબર હોય? મને લાગે છે, તમે બધું તમારા મનમાંથી ઉપજાવી કાઢેલું કહો છો! | ||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|નવાઈ તો મનેય થાય છે. પણ એણે મને કહ્યું: મેં હજી ત્રણ વરસનો ટૅક્સ ભર્યો નથી. ને સ્ક્રેપમાં કાઢી, ઉધારેલો માલ મેં મફતલાલને વેચી દીધો છે એનીય એને ખબર હતી, બોલ! | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|મનેય એ કહેઃ આજે તમે ફોલ વગરની સાડી પહેરી છે… અને પછી મને કહે– | |||
}} | |||
(ઘંટડી – ત્રણ વખત. પત્ની ફોન ઉપાડ્યા વિના, જાણે ફોન પર વાત કરે. હવે પછી કોઈ પણ વસ્તુ કે ફર્નિચરનો ભાગ ઉપાડી અથવા એને અડકીને ફોન પર વાત કર્યાનું બતાવી શકાય.) | (ઘંટડી – ત્રણ વખત. પત્ની ફોન ઉપાડ્યા વિના, જાણે ફોન પર વાત કરે. હવે પછી કોઈ પણ વસ્તુ કે ફર્નિચરનો ભાગ ઉપાડી અથવા એને અડકીને ફોન પર વાત કર્યાનું બતાવી શકાય.) | ||
{{Ps | |||
સંજીવઃ (ફોનને ઉદ્દેશી) રણધીરભાઈ, પ્લીઝ, હવે તો અમને શાંતિથી રહેવા દો. અમારો ફોન એટલો બધો એન્ગેજ આવે છે કે મારો ધંધો રખડી પડ્યો છે. મહેરબાની કરો – છેવટે, એક વિનંતી છે: દર કલાકે નહીં, દર ત્રણ કલાકે ફોન કરો. અને બને તો રાતના નહીં કરશો પ્લીઝ … (બહાર) | | | ||
| હં – બોલો : હા, મંજુ – મજામાં – એક કલાકમાં તબિયતને શું થઈ જવાનું છે? સંજીવેય મજામાં છે. શું? હજી કપડાં જ બદલતી હતી એટલે ચણિયો જુદા રંગનો છે – પણ તમને આ બધી ક્યાંથી ખબર પડી જાય છે? – કહો ને, હવે – જુઓ, ફરી પાછું? – એવું બોલશો, તો ફોન મૂકી દઈશ – શું? (જાણે રિસીવર મૂકી દે છે. જાઓ! હું તો આ ચાલી અંદર! (જાય) | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|(ફોનને ઉદ્દેશી) રણધીરભાઈ, પ્લીઝ, હવે તો અમને શાંતિથી રહેવા દો. અમારો ફોન એટલો બધો એન્ગેજ આવે છે કે મારો ધંધો રખડી પડ્યો છે. મહેરબાની કરો – છેવટે, એક વિનંતી છે: દર કલાકે નહીં, દર ત્રણ કલાકે ફોન કરો. અને બને તો રાતના નહીં કરશો પ્લીઝ … (બહાર) | |||
}} | |||
(સંજીવ બે હાથ જોડીને ફોનને નમે છે. ઘંટડી વાગે છે, ત્રણ વખત. મંજુ રિસીવર ઉપાડ્યા વિના જ વાત કરે છે.) | (સંજીવ બે હાથ જોડીને ફોનને નમે છે. ઘંટડી વાગે છે, ત્રણ વખત. મંજુ રિસીવર ઉપાડ્યા વિના જ વાત કરે છે.) | ||
મંજુઃ આજ કેમ મોડું કર્યું? રાહ નહીં, પણ – મોડું નથી થયું, બોલો? ટેવ કહેવી હોય તો તો કહેવાય, પણ બહુ સારી ટેવ નથી ને! શું? – એટલે એમ, કે ટેવ ન પાડું તોય તમે ફોન કર્યા વિના રહેવાના છો? ના હોં, ગંદું સાંભળવાની ટેવ પડી નથી અને પાડવીય નથી; ને તો તો હું તરત જ ફોન મૂકી દઈશ – શું? એવું બોલવાથી તમને ફાયદો શો થાય છે? – ફરી પાછું! જાઓ, મૂકી દઉં છું! | {{Ps | ||
|મંજુઃ | |||
|આજ કેમ મોડું કર્યું? રાહ નહીં, પણ – મોડું નથી થયું, બોલો? ટેવ કહેવી હોય તો તો કહેવાય, પણ બહુ સારી ટેવ નથી ને! શું? – એટલે એમ, કે ટેવ ન પાડું તોય તમે ફોન કર્યા વિના રહેવાના છો? ના હોં, ગંદું સાંભળવાની ટેવ પડી નથી અને પાડવીય નથી; ને તો તો હું તરત જ ફોન મૂકી દઈશ – શું? એવું બોલવાથી તમને ફાયદો શો થાય છે? – ફરી પાછું! જાઓ, મૂકી દઉં છું! | |||
}} | |||
(કહે છે લાડથી પણ રિસીવર મૂકી જ દે છે.) | (કહે છે લાડથી પણ રિસીવર મૂકી જ દે છે.) | ||
સંજીવઃ (ફોનને ઉદ્દેશી) જુઓ સાહેબ, રિયાલિસ્ટિક વાત કરજો, તમારે શું જોઈએ છે? કેટલા ઢીંગલા ગણી આપું, તો ફોનનો તમે કેડો છોડશો? – શું? કેશ, કારખાનું, મકાન, કંઈ પૂરું નહીં પડે? તો? શરમ આવવી જોઈએ તમને, મિસ્ટર! આબરૂદાર સદ્ગૃહસ્થ તમને વિનંતી કરે એનો અર્થ એ નહીં કે – શું? તમારો મેં આ ટોટો નથી પીસી નાખ્યો એટલું જ બાકી રહ્યું છે, સમજ્યા? મંજુ શું કામ આડી આવે એમાં? (મંજુ તરફ ફરે છે…) … મંજુ, તું એમાં આડી આવે? | {{Ps | ||
મંજુઃ શેમાં? | |સંજીવઃ | ||
સંજીવઃ હું આ રણધીરનો ટોટો પીસી નાંખું તેમાં? | |(ફોનને ઉદ્દેશી) જુઓ સાહેબ, રિયાલિસ્ટિક વાત કરજો, તમારે શું જોઈએ છે? કેટલા ઢીંગલા ગણી આપું, તો ફોનનો તમે કેડો છોડશો? – શું? કેશ, કારખાનું, મકાન, કંઈ પૂરું નહીં પડે? તો? શરમ આવવી જોઈએ તમને, મિસ્ટર! આબરૂદાર સદ્ગૃહસ્થ તમને વિનંતી કરે એનો અર્થ એ નહીં કે – શું? તમારો મેં આ ટોટો નથી પીસી નાખ્યો એટલું જ બાકી રહ્યું છે, સમજ્યા? મંજુ શું કામ આડી આવે એમાં? (મંજુ તરફ ફરે છે…) … મંજુ, તું એમાં આડી આવે? | ||
મંજુઃ પણ એ તમને મળે ત્યારે ને! | }} | ||
સંજીવઃ ધાર કે મળે – તો? | {{Ps | ||
મંજુઃ તમે ટોટો પીસો એના પહેલાં, આ ફોન જ હું એને માથે ન મારું? | |મંજુઃ | ||
સંજીવઃ (ફોનને ઉદ્દેશી) જોયું? તું એમ માને છે કે મંજુને તું ગમે છે? … એક તો અમે તને દર ત્રણ કલાકે ફોન કરવાની છૂટ આપી; અને ઉપરથી – બદમાશ! | |શેમાં? | ||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|હું આ રણધીરનો ટોટો પીસી નાંખું તેમાં? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|પણ એ તમને મળે ત્યારે ને! | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|ધાર કે મળે – તો? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|તમે ટોટો પીસો એના પહેલાં, આ ફોન જ હું એને માથે ન મારું? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|(ફોનને ઉદ્દેશી) જોયું? તું એમ માને છે કે મંજુને તું ગમે છે? … એક તો અમે તને દર ત્રણ કલાકે ફોન કરવાની છૂટ આપી; અને ઉપરથી – બદમાશ! | |||
}} | |||
(ઘંટડી, ત્રણ વખત) | (ઘંટડી, ત્રણ વખત) | ||
મંજુઃ કહે છે, કે આ શહેરના એકેએક કુટુંબમાં અનિષ્ટ ઘર ઘાલીને બેઠું છે. કોઈ પણ બહાને એ ઘૂસી જાય છે, અને પછી જાત જાતના આકારો લે છે, અનેક પ્રકારના પડકારો, લલકારો કરે છે. | {{Ps | ||
સંજીવઃ કોઈ એને કાઢવાની હિંમત કરી શકતું નથી. | |મંજુઃ | ||
મંજુઃ કોઈને એના વિના ચાલતું નથી. | |કહે છે, કે આ શહેરના એકેએક કુટુંબમાં અનિષ્ટ ઘર ઘાલીને બેઠું છે. કોઈ પણ બહાને એ ઘૂસી જાય છે, અને પછી જાત જાતના આકારો લે છે, અનેક પ્રકારના પડકારો, લલકારો કરે છે. | ||
સંજીવઃ કહે છે કે, ક્યારેક એનો આકાર જૂની થઈ ગયેલી પર્સ જેવો હોય છે – | }} | ||
મંજુઃ અને ક્યારેક સિગરેટ કેસ પર મૂકેલી લિપસ્ટિક જેવો! | {{Ps | ||
સંજીવઃ હવે તો એની અહીં કોઈ વાતેય નથી કરતું. | |સંજીવઃ | ||
મંજુઃ અમે એને અમારી સંસ્કૃતિમાં સમાવી લીધું છે. | |કોઈ એને કાઢવાની હિંમત કરી શકતું નથી. | ||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|કોઈને એના વિના ચાલતું નથી. | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|કહે છે કે, ક્યારેક એનો આકાર જૂની થઈ ગયેલી પર્સ જેવો હોય છે – | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|અને ક્યારેક સિગરેટ કેસ પર મૂકેલી લિપસ્ટિક જેવો! | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|હવે તો એની અહીં કોઈ વાતેય નથી કરતું. | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|અમે એને અમારી સંસ્કૃતિમાં સમાવી લીધું છે. | |||
}} | |||
(ઘંટડી – ત્રણ વખત) | (ઘંટડી – ત્રણ વખત) | ||
{{Ps | |||
સંજીવઃ (થોડી વાર એની સામે જોઈ રહી) તું હવે કોઈ વિરોધ નથી કરતી. દલીલેય નથી કરતી? | | | ||
મંજુઃ એટલે? | | યસ, મંજુ સ્પિકિંગ – એ ભલે… ઓ.કે. – ના, કંઈ વાંધો નથી. ચોક્કસ, ચોક્કસ! (જાણે રિસીવર મૂકે છે.) | ||
સંજીવઃ તું એની બધી વાતમાં હાએ હા જ કરતી હતી! | }} | ||
{{Ps | |||
|સંજીવઃ | |||
|(થોડી વાર એની સામે જોઈ રહી) તું હવે કોઈ વિરોધ નથી કરતી. દલીલેય નથી કરતી? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|એટલે? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|તું એની બધી વાતમાં હાએ હા જ કરતી હતી! | |||
}} | |||
(ફોન બતાવે છે.) | (ફોન બતાવે છે.) | ||
મંજુઃ હં, હં! પણ એ રણધીરનો ફોન નહોતો! | {{Ps | ||
સંજીવઃ તો ઠીક, મને એમ કે– (અટકે.) | |મંજુઃ | ||
|હં, હં! પણ એ રણધીરનો ફોન નહોતો! | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|તો ઠીક, મને એમ કે– (અટકે.) | |||
}} | |||
(ઘટંડી વાગે. મંજુ રિસીવર ઉપાડે – ઘરમાં ક્યાંય પણ ફરતાં ફરતાં) | (ઘટંડી વાગે. મંજુ રિસીવર ઉપાડે – ઘરમાં ક્યાંય પણ ફરતાં ફરતાં) | ||
મંજુઃ કોણ? – હા બોલો – ખાસ – કંઈ નહીં, માથું ઓળતી હતી. | {{Ps | ||
સંજીવઃ (જાણે જુદા ફોન પર) હલ્લો. ડિટેક્ટિવ એજન્સી? – હું સંજીવ માણેક બોલું છું. | |મંજુઃ | ||
મંજુઃ (જાણે ફોન પર) ના એવો તો કોઈ ઘોંઘાટ નથી. સંજીવ કોઈની સાથે ફોનમાં વાત કરી રહ્યો છે. | |કોણ? – હા બોલો – ખાસ – કંઈ નહીં, માથું ઓળતી હતી. | ||
સંજીવઃ (જુદો ફોન) વાત એમ છે, કે અમારા પર કોઈનો ફોન આવે છે, પણ એ શોધી શકાતો નથી. તમે એમાં કંઈ મદદ કરી શકો? | }} | ||
મંજુઃ (જાણે ફોન પર) ના, રણધીર, કામ તો એટલું જ રહે છે – ના રે, હજી રસોયણ આવતી નથી. પણ રામોં આજથી આવવા માંડ્યો છે. | {{Ps | ||
સંજીવઃ (જુદો ફોન) શું? – સમજ્યો: એને અમુક રંગનાં કપડાં પહેરાવી બોલાવીએ – પણ પછી – પછી તો તમે એને – | |સંજીવઃ | ||
મંજુઃ ના રે – હમણાં રાતરાણી વાવી છે – એટલે અંધારું તો મઘમઘતું થઈ જાય છે. – સારું આવજો. | |(જાણે જુદા ફોન પર) હલ્લો. ડિટેક્ટિવ એજન્સી? – હું સંજીવ માણેક બોલું છું. | ||
સંજીવઃ ઓ.કે. – ઈટ વીલ બી ડન, સર. | }} | ||
{{Ps | |||
|મંજુઃ | |||
|(જાણે ફોન પર) ના એવો તો કોઈ ઘોંઘાટ નથી. સંજીવ કોઈની સાથે ફોનમાં વાત કરી રહ્યો છે. | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|(જુદો ફોન) વાત એમ છે, કે અમારા પર કોઈનો ફોન આવે છે, પણ એ શોધી શકાતો નથી. તમે એમાં કંઈ મદદ કરી શકો? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|(જાણે ફોન પર) ના, રણધીર, કામ તો એટલું જ રહે છે – ના રે, હજી રસોયણ આવતી નથી. પણ રામોં આજથી આવવા માંડ્યો છે. | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|(જુદો ફોન) શું? – સમજ્યો: એને અમુક રંગનાં કપડાં પહેરાવી બોલાવીએ – પણ પછી – પછી તો તમે એને – | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|ના રે – હમણાં રાતરાણી વાવી છે – એટલે અંધારું તો મઘમઘતું થઈ જાય છે. – સારું આવજો. | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|ઓ.કે. – ઈટ વીલ બી ડન, સર. | |||
}} | |||
(જાણે બન્ને ફોન મૂકે. બન્ને એકબીજાંને જુએ.) | (જાણે બન્ને ફોન મૂકે. બન્ને એકબીજાંને જુએ.) | ||
{{Ps | |||
મંજુઃ … સંજીવ, હું એને મળી! | | | ||
સંજીવઃ હેં? મળી? – હં – પછી? – એ કેવો છે? – કોણ છે? … બોલ ને, શું થયું? | | મંજુ, એવું નક્કી કર્યું છે, કે તું એને અમુક રંગનાં કપડાં પહેરીને ક્યાંક આવવાનું કહે – અને તું એને મળે એટલે એને પકડી લઈએ. | ||
મંજુઃ શું થાય? | }} | ||
સંજીવઃ હં – હં … પહેલી વખત મળી? | {{Ps | ||
મંજુઃ હા, આ ઘરમાં પહેલી વખત મળી! | |મંજુઃ | ||
સંજીવઃ એટલે? બહાર ઘણી વખત મળી હતી? … એકલી? | |… સંજીવ, હું એને મળી! | ||
મંજુઃ મેં તમને કહ્યું તો હતું. પેલી વખત ગઈ ત્યારે જ કહ્યું હતું! | }} | ||
સંજીવઃ હં – હં! | {{Ps | ||
મંજુઃ તું મને કેમ પૂછતો નથી. એ મને શું કહે છે? … શું કરે છે? … કહું? | |સંજીવઃ | ||
સંજીવઃ તું મને એટલો કાયર ગણે છે? … મંજુ, તને મારા માટે લાગણી રહી છે? | |હેં? મળી? – હં – પછી? – એ કેવો છે? – કોણ છે? … બોલ ને, શું થયું? | ||
મંજુઃ આવું શું બોલતો હોઈશ? | }} | ||
સંજીવઃ પણ આ બધું… | {{Ps | ||
મંજુઃ તો શું થાય, કહે? … અને છે ને, ક્યારેક તો એ ખૂબ ડાહ્યો હોય છે. ખૂબ સારી રીતે વર્તે – | |મંજુઃ | ||
સંજીવઃ પણ ક્યારેક? | |શું થાય? | ||
મંજુઃ હા, ક્યારેક ક્યારેક જ હવે તો. પહેલાં એ થોડી બળજબરી કરતો – પણ હવે મને શું નથી ગમતું એની એને ખબર પડી ગઈ છે! હવે એ મને ક્યારેય નારાજ નથી કરતો… અને ક્યારેક તો વળી તારી જેમ – | }} | ||
સંજીવઃ મારી જેમ? … શું? | {{Ps | ||
મંજુઃ સાવ તારી જેમ નહીં, પણ તોય એટલું બધું હવે ખરાબેય નહીં. | |સંજીવઃ | ||
સંજીવઃ હં – હં … હું હવે અહીં રહું? | |હં – હં … પહેલી વખત મળી? | ||
મંજુઃ અહીં? | }} | ||
સંજીવઃ આ ઘરમાં? | {{Ps | ||
મંજુઃ હાસ્તો; કેમ આવું પૂછે છે? | |મંજુઃ | ||
સંજીવઃ એ હવે અહીં રહેશે ને? | |હા, આ ઘરમાં પહેલી વખત મળી! | ||
મંજુઃ રણધીરે હજી કંઈ કહ્યું નથી. | }} | ||
સંજીવઃ પણ કહે, તો રહેવા દેજે… આપણી પેલી આરામખુરશી અને સ્ટૂલ એને અહીં મૂકી આપજે – ફોન પાસે. | {{Ps | ||
(ઘંટડી વાગે છે.) | |સંજીવઃ | ||
|એટલે? બહાર ઘણી વખત મળી હતી? … એકલી? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|મેં તમને કહ્યું તો હતું. પેલી વખત ગઈ ત્યારે જ કહ્યું હતું! | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|હં – હં! | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|તું મને કેમ પૂછતો નથી. એ મને શું કહે છે? … શું કરે છે? … કહું? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|તું મને એટલો કાયર ગણે છે? … મંજુ, તને મારા માટે લાગણી રહી છે? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|આવું શું બોલતો હોઈશ? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|પણ આ બધું… | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|તો શું થાય, કહે? … અને છે ને, ક્યારેક તો એ ખૂબ ડાહ્યો હોય છે. ખૂબ સારી રીતે વર્તે – | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|પણ ક્યારેક? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|હા, ક્યારેક ક્યારેક જ હવે તો. પહેલાં એ થોડી બળજબરી કરતો – પણ હવે મને શું નથી ગમતું એની એને ખબર પડી ગઈ છે! હવે એ મને ક્યારેય નારાજ નથી કરતો… અને ક્યારેક તો વળી તારી જેમ – | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|મારી જેમ? … શું? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|સાવ તારી જેમ નહીં, પણ તોય એટલું બધું હવે ખરાબેય નહીં. | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|હં – હં … હું હવે અહીં રહું? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|અહીં? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|આ ઘરમાં? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|હાસ્તો; કેમ આવું પૂછે છે? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|એ હવે અહીં રહેશે ને? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|રણધીરે હજી કંઈ કહ્યું નથી. | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|પણ કહે, તો રહેવા દેજે… આપણી પેલી આરામખુરશી અને સ્ટૂલ એને અહીં મૂકી આપજે – ફોન પાસે. | |||
}}(ઘંટડી વાગે છે.) | |||
{{Right|(આધુનિક ગુજરાતી એકાંકીઓ)}} | {{Right|(આધુનિક ગુજરાતી એકાંકીઓ)}} | ||
{{ | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ઝેરવું | |||
|next = રૂમનો ટી.બી. પેશન્ટ | |||
}} |
Latest revision as of 11:48, 8 June 2022
હસમુખ બારાડી
મંજુ
સંજીવ
(ટેલિફોનની ઘંટડી – મંજુનો પ્રવેશ)
મંજુઃ | હલ્લો, કોનું કામ છે? – તમે કયો નંબર લગાવ્યો છે? ના, પણ આ તો ૩૩૭૩૮૩૯ છે. (મૂકવા જાય છે.) ના. મારું નામ મંજરી નથી – ના, અહીં કોઈ મંજરી નથી; પડોશમાંય નથી – એલિસબ્રિજ. બરાબર – ના, સંજય નહીં, સંજીવ એપાર્ટમેન્ટ – (કંટાળીને) રૉંગ નંબર પ્લીઝ. |
(મૂકે છે. જાય છે. ફરી ઘંટડી. સંજીવનો પ્રવેશ.)
સંજીવઃ | યસ? ૩૩૭૩૮૩૯: સંજીવ એપાર્ટમેન્ટ! – બરાબર! – કોનું કામ છે?… કોનું? – આપ કોણ બોલો છો? એમાં સરપ્રાઇઝ શું રાખવાનું? – ના, મને તમારો અવાજ ન ઓળખાયો. આપણે મળ્યા લાગતા નથી – સારું, બોલાવું છું, એક મિનિટ… મંજુ, એ મંજુ – (અંદરથી અવાજઃ એ આવી.) … પ્લીઝ હૉલ્ડ ઑન. |
(રિસીવર મૂકે છે. સંજીવ અંદર જાય છે. મંજુ આવે છે.)
મંજુઃ | યસ – હું ઈઝ સ્પીકિંગ? – ના, માફ કરજો, ઓળખાણ ન પડી – હા, હું મંજુ – મારો અવાજ આમ તો બદલાયો છે થોડો – હા, દેખાવેય થોડો – પણ ના, હજી તમારી ઓળખાણ નથી પડી – કોણ? રણધીર? રણધીર પટેલ? – હજી કંઈ બેસતું નથી. પ્લીઝ, મારી પાસે ઝાઝો વખત નથી – અરે થોડી વાર પહેલાં તમે ફોન કરેલો? – ના, મને તમારા જેવો અવાજ લાગેલો – શું? કેટલાં વરસ? ના, હજીય કોઈ રણધીર પટેલ યાદ નથી આવતા – સંજીવે તમારો અવાજ ઓળખેલો? – સારું, માફ કરો, રણધીરભાઈ, નથી ઓળખાણ પડી – બોલો, તમારે શું કામ છે? – તો મળવા આવો, પણ ઊભા રહો, મારે મારા પતિને અનુકૂળ છે કે નહીં, – શું? – બહાર? – એકલી? … માફ કરજો, પણ હું બહાર, એકલી કોઈને મળતી નથી. – પણ એવું શું કામ છે, ને તમે કોણ છો, એની ઓળખાણેય હજી – હેં? મજા? – વ્હૉટ? – (માઉથ પર હાથ મૂકી) એ સાંભળો છો? સંજીવ, જલ્દી … (ફોનમાં) ના, ના કહ્યું ને તમને. |
(ફોન કાનથી દૂર રાખે છે, સંજીવ પ્રવેશે એટલે એને ફોન આપે છે.)
સંજીવઃ | (થોડું સાંભળી) એ મિસ્ટર, જરા મોં સંભાળીને બોલો – શું? – અને ન આપું તો? વ્હૉટ? તમે છો કોણ? – શું કામ છે? – નોનસેન્સ…! (રિસીવર પછાડીને મૂકે છે) … ઓળખે છે એને? |
મંજુઃ | ના. |
સંજીવઃ | તો પછી? |
મંજુઃ | ફોન તો તમે મને આપ્યો હતો. |
સંજીવઃ | એણે તારું નામ દીધું એટલે… કહેઃ મારા અવાજનું એને સરપ્રાઇઝ થશે. |
મંજુઃ | મને કોઈ રણધીર પટેલ યાદ નથી આવતો. અને એય આવું કહી શકે એવા કોઈને… |
સંજીવઃ | એણે શું કહ્યું? |
મંજુઃ | અડધું તો તમે સાંભળ્યું. |
સંજીવઃ | એની પહેલાં? |
મંજુઃ | પહેલાં મને કહેઃ બહાર મળવા આવ – એકલી! |
સંજીવઃ | હં. |
મંજુઃ | અને પછી બધું ગંદું ગંદું– |
સંજીવઃ | ખરા માણસો હોય છે. ગમે ત્યાં રૉંગ નંબર લાગી જાય એટલે – |
મંજુઃ | પણ તમે તો કહો છો, એણે મારું નામ કહ્યું! |
સંજીવઃ | ના, યાદ કરતાં હવે એમ લાગે છે, કે એણે તારું નામ નહોતું કહ્યું. આપણા મકાનનું નામ કહ્યું – સંજીવ એપાર્ટમેન્ટ. |
મંજુઃ | ને નંબર? |
સંજીવઃ | નંબર એણે બરાબર કહ્યો હતો. |
મંજુઃ | એટલે કોઈ જાણભેદુ? |
સંજીવઃ | કોને ખબર? હશે, ચાલો આપણે હવે – |
(બન્ને ઊભાં થાય. ફરી ઘંટડી.)
હલ્લો – તમે છો કોણ, મિસ્ટર… શું? – કંઈ લાજશરમ છે? આ સંસ્કારી મધ્યમવર્ગનું કુટુમ્બ છે – શું? તમે અત્યારે સામે હોત, તો મેં તમારું ગળું જ દાબી દીધું હોત – ના, એને હું ફોન નહીં આપું – અને ફરીથી ફોન કર્યો છે, તો – (ફોન મૂકે છે.) |
મંજુઃ | શું થયું? |
સંજીવઃ | એણે મૂકી દીધો. |
મંજુઃ | એવું જ ગંદું બોલતો હતો? |
સંજીવઃ | હા, આ માણસ હશે કોણ? શા માટે આમ–? |
મંજુઃ | એ ફોન ક્યાંથી કરતો હશે? |
સંજીવઃ | પબ્લિક ટેલિફોન નથી લાગતો. |
મંજુઃ | રણધીર પટેલના નામનો ફોન તો નથી ડિરેક્ટરીમાં? |
(બંને ડિરેક્ટરી જુએ છે.)
સંજીવઃ | આવો માણસ પોતાનું સાચું નામ ન આપે. |
મંજુઃ | ડિરેક્ટરીમાં નથી. આપણે પોલીસને કહીએ? |
(ફરી ઘંટડી)
વાગવા દો. આપણે નથી ઉપાડવો. |
સંજીવઃ | પણ એ જ માણસ ન હોય તો? |
મંજુઃ | તમને કોઈનો ફોન આવવાનો હતો? |
સંજીવઃ | ઇમરજન્સીમાં કોઈ પણ ફોન કરે – કદાચ, કારખાનેથી– |
(સંજીવ ઉપાડે છે – થોડું સાંભળીને મૂકી દે છે.)
મંજુઃ | એ હતો? શું કહ્યું? |
સંજીવઃ | કહેઃ પોલીસને નહીં કહેશો. |
મંજુઃ | એટલે? આપણી વાત એ ક્યાંયથી સાંભળે છે? |
સંજીવઃ | … પછી કહેઃ આવા ફોન પછી બધાં આવું વિચારે એની મને ખબર છે. |
મંજુઃ | નાલાયક! |
સંજીવઃ | અને કહેઃ તમે કંઈ બોલ્યા વિના આ ફોન મૂકી દેશો એ પણ હું જાણું છું. |
મંજુઃ | રાસ્કલ! આપણે પોલીસને જ કહી દઈએ… પણ બીજી વિગતો શું આપીએ? |
સંજીવઃ | હું ટેલિફોન એક્સ્ચેન્જમાં ફરિયાદ કરું? |
મંજુઃ | પણ ધારો કે હવે ફોન ન આવે તો? … એને કોઈ આવો જ રૉંગ નંબર લાગી જાય તો? … |
(ઘંટડી. બન્ને સ્તબ્ધ બની જુએ. મંજુ ઉપાડવા જાય.)
સંજીવઃ | તું ન ઉપાડીશ, એ તારું નામ જપ્યા કરે છે – ના કહું છું તને – પ્લીઝ… |
(મંજુ ફોન ઉપાડીને બાજુમાં મૂકે છે.)
મને એમ, કે તું એની સાથે વાત કરીશ. |
મંજુઃ | આમ ઉપાડીને બાજુમાં મૂક્યા કરશું, એટલે પોતાની મેળે– |
સંજીવઃ | હા. એ ઠીક છે. ક્યાં સુધી એ લગાડ્યા કરશે? પણ ધારો કે કોઈનો ખાસ ફોન હશે તો? |
(મંજુ ઉપાડવા જાય.)
સંજીવઃ | તું એને સાંભળીશ નહીં – પ્લીઝ – (મંજુ રિસીવર કેડલ પર મૂકે છે.) હાશ… |
મંજુઃ | મેં ય એના જેવા થવાનું નક્કી કર્યું છે. એ ફોન કર્યા કરશે, અને હું એને ઉપાડીને આમ– |
(ઘંટડી)
સંજીવઃ | આનો અર્થ એ કે આની પહેલાંનો ફોન એનો નહોતો. |
મંજુઃ | કેમ? |
સંજીવઃ | આટલા જલ્દી સાત આંકડા ન લાગે. |
મંજુઃ | તો ઉપાડી જુઓ – પણ આ કદાચ પેલા રણધીરનો જ હશે… ઉપાડો… જોઈ તો જુઓ… આવા કેવા સાવ? (પોતે જ ઉપાડે છે) … રાસ્કલ, બદમાશ, પાજી – મહેરબાની કરીને અમારો કેડો છોડ– |
(પછાડીને મૂકે છે.)
સંજીવઃ | ઊકળી ઊઠ્યું ને તારું લોહી? |
મંજુઃ | મને કહેઃ જેમ આ ફોન ઉપાડવો પડ્યો તેમ – (અટકે.) |
સંજીવઃ | તેમ? તેમ શું? (અટકી) હું એને બરાબરનો પાઠ ન શીખવું તો – (ઝડપથી ફોન ઉપાડે, ડાયલ કરે.) હલ્લો, ઑપરેટર – મારે તમારા ડિવિઝનલ ઇજનેર સાથે વાત કરવી છે. શું નંબર કહ્યો? (રિસીવર મૂકે.) |
મંજુઃ | ના. તમે એનું રિસીવર પકડીને ડાયલ ટૉન ચાલુ રાખો, નહીં તો પાછો વળી, એનો ફોન – |
(સંજીવ બીજો નંબર જોડે)
સંજીવઃ | હું સંજીવ માણેક બોલું છું – ૩૩૭૩૮૩૯ – અમારા ઉપર એક ખૂબ ગંદો ફોન અવારનવાર આવ્યા કરે છે. – અત્યાર સુધીમાં આ – (મંજુ ત્રણ આંગણી બતાવે.) ચોથી વખત – શું? હા, પુરુષ અવાજ – નામ રણધીર પટેલ કહે છે – ના, અમારો એવો કોઈ પરિચિત નથી – શું? – અરજી? પણ કાલે રજા છે. અને આજે તો ઑફિસ બંધ થઈ ગઈ હશે – સાહેબ, કંઈ જલ્દી થાય એવું – કાનના કીડા ખરી પડે એવું એવું બોલે છે – સારું, સાહેબ (મૂકે છે.) કહેઃ શોધી કાઢવાની રીત છે, પણ – |
મંજુઃ | ટૂંકમાં સોમવાર પછી મેળ પડે – આપણને કોઈ મિત્ર મદદ ન કરે? … કોઈની સલાહ લઈએ? |
સંજીવઃ | મને એમ થાય છે, કે કોન શોધનારને ફોનના આવા ઉપયોગની ખબર પડે, તો આપઘાત કરે બિચારો! |
મંજુઃ | તમને આવે વખતે ખરું બધું સૂઝે છે. ફોન ન ઉપાડવાનો કે ઉપાડીને બાજુએ મૂકવાનો કોઈ અર્થ નથી, અને મારાથી હવે એની વાત સાંભળી શકાય એમ નથી. |
સંજીવઃ | તું સ્વસ્થ રહે. આપણે– |
મંજુઃ | આપણે આ ફોન જ કાઢી નાંખીએ. |
સંજીવઃ | પછી મારા ધંધાનું શું? તું રોજ બપોરે મારા ફોનની રાહ જુએ છે એ– |
મંજુઃ | એના વિના મને ચાલશે. તમને ખરેખર તકલીફ પડે? |
સંજીવઃ | લોકોને અંગત મળવા જવું પડે – એમનેય અહીં ધક્કો ખાવો પડે. અમુક સરકારી માણસો ઑફિસ સમય દરમ્યાન છૂટથી વાત ન કરે – |
મંજુઃ | પણ તમને ખરેખર ન ચાલે? આવો ફોન વારંવાર આવે, તો– |
(ત્યાં જ ઘંટડી.)
એ આપણી વાત સાંભળતો જ હોવો જોઈએ. |
સંજીવઃ | સંજોગો એવા છે, કે અકસ્માત પણ યોજનાપૂર્વકનો લાગે, મંજુ. (ઉપાડે. સામેથી કોઈ અવાજ નથી. માઉથ પર હાથ મૂકે છે.) કોઈ બોલતું નથી. |
મંજુઃ | તમે બોલો પછી એ ટેપ ચાલુ કરે ને? |
સંજીવઃ | પણ કામનો ફોન હોય તોય સામો માણસ મારા અવાજની આશા રાખે ને? … હું બોલું? |
મંજુઃ | ના, કામનો હશે, તો ફરી કરશે. |
સંજીવઃ | વચ્ચેનો એક ફોન ચોક્કસ એનો નહોતો. એટલે ધારો કે આ– |
(સામેથી ફોન કપાય છે.)
મંજુઃ | શું થયું? |
સંજીવઃ | એણે કાપી નાખ્યો. (રિસીવર મૂકે.) આ ફોન કામનો હોય અને ન પણ હોય. અમારો સેલ્સમૅન જો ફોન કરતો હશે, તો પબ્લિક ફોનમાં એના પૈસા– |
મંજુઃ | પણ તમારા અવાજ વિના એ પૈસા નાંખે જ નહીં ને? કંઈ ઘોંઘાટ આવતો હતો? |
સંજીવઃ | ના, એણેય કદાચ માઉથ પર હાથ રાખ્યો હશે. પેલા ટેલિફોનવાળા ઇજનેર સાહેબ કહેતા હતા, કે આવા કિસ્સા ક્યારેક ક્યારેક બને છે, અને મોટા ભાગના આવા માણસો પરિચિતોમાંથી જ હોય છે – આપણને આશ્ચર્ય થાય એવા. |
મંજુઃ | પણ આ માણસ કોણ હશે? એનો અવાજ એટલો રૂક્ષ, કઠોર નથી. |
સંજીવઃ | હા, ભાષાય શુદ્ધ બોલે છે. કોઈ બોલીનો સ્વરભાર પણ નથી. |
મંજુઃ | કોણ હશે? એ કેવો હશે? જાડો તો નહીં જ હોય; પણ આંખો સહેજ લાલ હશે – થોડીક – કદાચ, થોડી મૂછોય હશે – મને એમ લાગે છે કે ક્યાંક બેઠો બેઠો ફોન કરતો હશે - પગ લંબાવીને – સ્ટૂલ ઉપર – અને ફોન એના ખોળામાં હશે – કદાચ, એ સિગરેટ પીતો હશે! |
સંજીવઃ | મંજુ, આ તને શું થઈ ગયું છે? |
મંજુઃ | અને સિગરેટ નહીં પીતો હોય, તો બેઠો બેઠો બીજું કંઈ પીતો હશે – શરબત, કૉફી – |
(ઘંટડી)
સંજીવઃ | મંજુ, તું શું બકે છે એનું તને ભાન છે? |
મંજુઃ | હું ફોન ઉપાડું? |
સંજીવઃ | ના, એ એનો જ હશે – ના કહ્યું ને તને? |
(મંજુ ઉપાડે, બાજુમાં મૂકે.)
મંજુઃ | આવું ક્યાં સુધી ચાલ્યા કરશે? એ તો સ્ટૂલ પર પગ લંબાવી ખોળામાં ફોન મૂકી, કૉફીનો કપ પીતાં પીતાં ડાયલ મચડ્યા કરશે; અને આપણે અહીં આમ ફફડ્યા કરવાનું? |
સંજીવઃ | તો શું કરી શકીએ આપણે? |
મંજુઃ | મેં કોઈની આંતરડી કકળાવી નથી. ભગવાન મને આ શેની સજા કરતો હશે? |
સંજીવઃ | પણ આવડી નાની વાતમાં તારો ભગવાન ક્યાં આવ્યો? |
મંજુઃ | આ નાનકડી વાત નથી. એ મારું નામ જપ્યા કરે છે એમ તમે કહો છો, અને તમે સારા માણસ છો કે મારામાં શંકા કરતા નથી, બાકી – પણ બીજા જાણશે, તો શું કહેશે? |
સંજીવઃ | તું શું કામ બીજાની ચિંતા કરે છે? મને ખબર છે ને કે આ શું છે? |
મંજુઃ | તો કહો, શું છે આ? છે કોઈ જવાબ? ના, સંજીવ, મારાથી આ સહન નથી થતું. આપણે કંઈક કરવું પડશે. |
સંજીવઃ | શું? |
મંજુઃ | હું એને મળું? બોલાવું? |
સંજીવઃ | તને એનામાં રસ પડવા માંડ્યો? |
મંજુઃ | ના, તમે મને શું સમજો છો? |
સંજીવઃ | પણ તો શા માટે તારે એવાને મળવું છે? |
મંજુઃ | કોણ જાણે – મને તો મનમાં આવ્યું તે કહી દીધું. કદાચ, કદાચ એની સાથે ડાયલૉગ કરવાથી– |
સંજીવઃ | ધાર, કે એ તને – (અટકે.) |
મંજુઃ | હા, તમારી વાત સાચી છે. પણ ક્યારેક મને એમ લાગે છે, કે એ દુઃખી હોવો જોઈએ – એકલો! એને કંઈક અન્યાય થયો હશે. |
સંજીવઃ | કોઈ બીજાએ અન્યાય કર્યો તોય વેર આપણા પર વાળવાનું? |
મંજુઃ | વેર વાળનારને લીલાસૂકાનો ખયાલ ક્યાંથી રહે, સંજીવ? |
સંજીવઃ | જો, ફિલસૂફી છોડ –અને ફ્રોઇડનું તો નામ જ ન લઈશ. |
મંજુઃ | ધારો કે તમે કાઢી મૂકેલો પેલો મિકેનિક હશે તો? |
સંજીવઃ | એનો અવાજ તો હું ઓળખું ને? |
મંજુઃ | પણ એનો ઉશ્કેરેલો કોઈ બીજો માણસ નહીં હોય? |
સંજીવઃ | મંજુ, તું ગાંડી થઈ જઈશ આમ ને આમ. જા – સૂઈ જા થોડી વાર. |
મંજુઃ | મેં ભૂખ્યો કાઢેલો કોઈ ભિખારી તો નહીં હોય? પેઢી દર પેઢી અન્યાય થયો છે એ આપણો ચોથો ભાઈ હશે? |
સંજીવઃ | કયો ‘ચોથો ભાઈ’, મંજુ? |
મંજુઃ | શૂદ્ર! … મનુ ભગવાનની વર્ણ-વ્યવસ્થાનો શૂદ્ર! |
સંજીવઃ | કેવી વાત કરે છે, મંજુ?… પ્લીઝ…! |
મંજુઃ | કદાચ, કદાચ આ રણધીર– |
સંજીવઃ | ચૂપ મરીશ હવે? |
(ઘંટડી હવેથી ત્રણ વખત વાગીને બંધ થાય છે.)
રેડિયોની જેમ વન-વે ફોન ન હોઈ શકે? આપણે સૂચના આપવી હોય તે આપી દેવાય. આવું કંઈ સાંભળવાનું તો નહીં! |
મંજુઃ | પણ તમારે ખાસ તો સંદેશા લેવાનાય હોય છે ને? |
સંજીવઃ | કે પછી ટેલિગ્રામની જેમ – મન પડે, તો જ જવાબ આપવાનો! આ માણસ તો આપણા ઘરમાં ઘૂસી જાય છે. પણ આપણાથી એને કંઈ થઈ શકતું નથી. ને તોય– |
મંજુઃ | ને તોય, એ તો સ્ટૂલ પર પગ લંબાવીને સિગરેટ ફૂંક્યા કરશે; ફોન મચડ્યા કરશે! |
સંજીવઃ | હા! |
મંજુઃ | એ આટલું ગંદું ન બોલતો હોત તો? એનો અવાજ સારો છે – ઘેરો. સ્પષ્ટ ઉચ્ચારો – |
(ઘંટડી – ત્રણ વખત)
સંજીવઃ | મંજુ, તું એને મળે તો? |
મંજુઃ | મને એવાના હાથમાં સોંપો છો? ધારો, કે એ મને – |
સંજીવઃ | હા, ધાર, કે એ તને–? |
મંજુઃ | તો પછી? |
સંજીવઃ | પણ ધાર, કે એ એટલો ખરાબ ન પણ હોય… ધાર, કે એની સાથે ડાયલૉગ કરવાથી– |
મંજુઃ | પ્લીઝ!… મને એ મળે એટલે સૌ પહેલાં તો ફોનનું રિસીવર હું એના એક કાનમાં ઘોંચી બીજા કાનમાંથી કાઢવાની છું. અને– |
સંજીવઃ | મંજુ, તું સ્વસ્થ રહે. |
મંજુઃ | હું સ્વસ્થ જ છું. |
સંજીવઃ | (ડાયલ કરી) હલ્લો, ડિવિઝનલ ઇજનેર સાહેબ? હું સંજીવ માણેક – ૩૩૭૩૮૩૯ પેલા અનઆઇડેન્ટિફાઇડ કૉલર વિશે – શું? એ કોઈ એક ફોનનો ઉપયોગ નથી કરતો? – એટલે? ત્રણ વખત તમારી સૂચના પ્રમાણે – પણ ત્રણેય વખત જુદો જુદો એનો નંબર હતો? – પણ એની વચ્ચે વધુ વખત નહોતો ગયો – શું? – અમે હજી ચાલુ રાખીએ? – સાહેબ, આજે ચાર દિવસ થયા – સારું, સાહેબ. (રિસીવર મૂકે છે) મંજુ, તું ચિંતા ન કર. મેં વ્યવસ્થા કરી દીધી છે. એ હવે ફોન નહીં કરે. |
મંજુઃ | એટલે એને પોલીસે પકડી લીધો? |
સંજીવઃ | એમને નામઠામ વિના કેવી રીતે ખબર પડે? |
મંજુઃ | ટેલિફોનવાળાએ નામઠામ ન આપ્યાં? |
સંજીવઃ | એણે કહ્યું: કોઈ એક જ ફોનનો એ ઉપયોગ નથી થતો, એટલે મુશ્કેલી પડે છે. |
મંજુઃ | તો ‘વ્યવસ્થા કરી છે.’ એટલે શું? તમે એને મળ્યા? એની સાથે વાત કરી? એને માર્યો? |
સંજીવઃ | ના. |
મંજુઃ | તો શું પ્રાર્થના કરી? માનસિક તરંગો મોકલ્યા? તમે મારું આ રીતે રક્ષણ કરવાના છો? આના કરતાં તો પેલા–પેલા કરાટેવાળા જોડે મેં લગ્ન કર્યા હોત, તો આજે– |
સંજીવઃ | એ કરાટેવાળો આનો અવાજ સાંભળીને, એના અવાજ દ્વારા ફોનમાંથી એને ખેંચી કાઢત કેમ? |
(ઘંટડી - ત્રણવખત)
સંજીવઃ | (છાપામાંથી વાંચતો હોય તેમ) કહે છે, કે અમુકતમુક પંથના અને વિચારસરણીના માણસો આ શહેરમાં ઊતરી આવ્યા છે. ચોરી, લૂંટફાટ અને બૉમ્બ ફેંકવાના કિસ્સા ખૂબ વધી ગયા છે. |
મંજુઃ | ગઈ કાલે આપણા બાજુવાળાના છોકરાને કોઈ ઉપાડી ગયું. |
સંજીવઃ | મારી બે પાર્ટીના ચેક આજે બૅન્કમાંથી પાછા આવ્યા. |
(ઘંટડી – ત્રણ વખત)
સંજીવઃ | હું તને કહું આ કોણ ફોન કરે છે? |
મંજુઃ | ખબર છે તમને? |
સંજીવઃ | તારો પેલો મિત્ર હતો ને … |
મંજુઃ | એની તમને ખબર હતી? તો પછી– |
સંજીવઃ | આટલા દિવસ મેં કેમ ન કહ્યું, એમ? પણ તેં ય મને એની પહેલેથી ક્યાં વાત કરી હતી? |
મંજુઃ | પણ મેં પરણ્યા પછી છેતરપિંડી નથી કરી. |
સંજીવઃ | તું એને સાવ ભૂલી ગઈ હતી? |
મંજુઃ | કેવા વિલન જેવા ડાયલૉગ બોલો છો! |
સંજીવઃ | વિલન કોણ – હું કે એ? |
મંજુઃ | તમે – તમે – લાખ વાર તમે! એ તમારી પેલી સગલી જેવો નહોતો. |
સંજીવઃ | કઈ સગલી? |
મંજુઃ | જેની લિપસ્ટિક લાગેલી સિગરેટ ચૂસવી તમને બહુ ગમે છે એ! |
સંજીવઃ | (બૂમ પાડી) મંજુ! અને તું હજી પેલી જૂની પર્સ કેમ નથી ફેંકી દેતી, એ કહું તને? |
મંજુઃ | (ચીસ પાડી) સંજીવ! |
(સામાન્ય ઘંટડી)
સંજીવઃ | (આવેગમાં ફોન ઉપાડી) હલ્લો – હા, સંજીવ – મારી તબિયતનું તારે શું કામ છે? એ નથી. નથી, કહ્યું ને તને – અને ધારો કે હોય. ને ન આપું તો શું કરી લઈશ? – જુઓ મિસ્ટર, તમારાથીય વધુ ગંદી વાતો અને ગાળાગાળી મને આવડે છે – પણ શું કામ, શું કામ તમે આ બધું કરો છો? – હું એને ફોન નહીં આપું નહીં આપું – નહીં આપું. |
(એનાથી રિસીવર મુકાતું નથી, મંજુ એને મુકાવે છે.)
મંજુઃ | પણ તો તમે ફોન ઉપાડો છો શા માટે? |
સંજીવઃ | ન ઉપાડવાથી એને અટકાવી શકાશે? કાનમાં આવીને જે આવું તેવું બોલે, એ બીજું શું નહીં કરે? એના અવાજનું માધ્યમ મારી મુઠ્ઠીમાં હોય, તોય મારાથી એને આટલી આંગળી નથી અડકાડી શકાતી… આ હિંસા કહેવાય, મંજુ, હિંસા! |
(ઘંટડી. મંજુ ઉપાડે.)
મંજુઃ | ઓહ… સંજીવ તો ગયા… હજી હમણાં જ – તમે ફોન મૂક્યો કે તુરત જ … (માઉથ પર હાથ) એને તમારી જોડે વાત કરવી છે – (માઉથમાં) પણ એ નથી, પ્લીઝ રણધીરભાઈ. પણ એમણે મને ફોન ન આપ્યો, એમાં હું શું કરું? – ફરીથી આપશે કે નહીં, એનીય મને ક્યાંથી ખબર પડે? – હું રજા લઈ લઉં? … તમે જ એની સાથે વાત કરી લેજો – |
(ઝડપથી મૂકી દે છે.)
સંજીવઃ | (હજી મૂકતી હોય છે ત્યાં જ) મંજુ, ફેંક, ફેંક એને જલ્દી. |
મંજુઃ | શું થયું? |
સંજીવઃ | (સ્વસ્થ થતાં) મને થયું; તારા હાથમાં આ રિસીવર નહીં પણ કંઈક બીજું છે. |
મંજુઃ | તમે કેમ આમ, આટલા બધા, અસ્વસ્થ થઈ જાઓ છો? |
સંજીવઃ | પણ મંજુ, મને આ ફોનનો આકાર ફરીથી બદલાતો લાગે છે – જો… જાણે રણધીર માથે હાથ મૂકીને સૂતો છે… |
મંજુઃ | સંજીવ, તમે સ્વસ્થ રહો. |
સંજીવઃ | હા… પણ મંજુ, આપણે એક કામ તો કરીએ જ. થોડું કરિયાણું અને ખાવાપીવાની વસ્તુઓનો બેત્રણ મહિનાનો સ્ટોક ભરી દઈએ… |
મંજુઃ | બૅન્કમાંથી થોડા પૈસા ઉપાડી લઈએ. |
સંજીવઃ | ને મારી સિગરેટ… પંદરેક દિવસનાં છાપાં અગાઉથી મંગાવી રાખીએ… ને મને એમ થાય છે, કે એ બીજાં બધાંનેય ફોન કરતો હશે? … બીજાં બધાંનેય આવા ફોન આવે છે, કે આપણને એકલાને જ? |
મંજુઃ | બધાને એવી તકલીફ હોય, તો તો સરઘસો, હડતાલો, સ્ટે ઑર્ડરો, તપાસ પંચો શરૂ થાય! … પણ બધાંને એવું પુછાય? … બીજાં આપણા વિશે શું ધારે? પેલાં રમાબેન, શાંતાબેન, સુધીરભાઈ… |
સંજીવઃ | આપણા ઘરમાં કંઈ હથિયાર જેવું નથી? |
મંજુઃ | થોડા પથ્થરો ભેગા કરી રાખીએ? |
સંજીવઃ | પછી એને આ બારણા પાસે ઢગલો કરી, એના પર કંઈ ઢાંકી દઈએ – તારી સાડી, કે કંઈ ઓછાડ જેવું… ઢગલો છે એની કોઈને ખબર ન પડે એ રીતે! |
મંજુઃ | (એની સામે જોઈ – ફ્લેટ અવાજે) સંજીવ, તારા આ કાન તો જો – મોટા ને મોટા થવા માંડ્યા છે… સૂપડા જેવડા… એને… એને હલાવીશ નહીં બહુ…! અરે, એમાંથી ફોન પડી જશે, સંજીવ! |
(ઘંટડી – ત્રણ વખત)
મંજુઃ | સંજીવ, પણ આપણા વિશે એને બધી ક્યાંથી ખબર હોય? મને લાગે છે, તમે બધું તમારા મનમાંથી ઉપજાવી કાઢેલું કહો છો! |
સંજીવઃ | નવાઈ તો મનેય થાય છે. પણ એણે મને કહ્યું: મેં હજી ત્રણ વરસનો ટૅક્સ ભર્યો નથી. ને સ્ક્રેપમાં કાઢી, ઉધારેલો માલ મેં મફતલાલને વેચી દીધો છે એનીય એને ખબર હતી, બોલ! |
મંજુઃ | મનેય એ કહેઃ આજે તમે ફોલ વગરની સાડી પહેરી છે… અને પછી મને કહે– |
(ઘંટડી – ત્રણ વખત. પત્ની ફોન ઉપાડ્યા વિના, જાણે ફોન પર વાત કરે. હવે પછી કોઈ પણ વસ્તુ કે ફર્નિચરનો ભાગ ઉપાડી અથવા એને અડકીને ફોન પર વાત કર્યાનું બતાવી શકાય.)
હં – બોલો : હા, મંજુ – મજામાં – એક કલાકમાં તબિયતને શું થઈ જવાનું છે? સંજીવેય મજામાં છે. શું? હજી કપડાં જ બદલતી હતી એટલે ચણિયો જુદા રંગનો છે – પણ તમને આ બધી ક્યાંથી ખબર પડી જાય છે? – કહો ને, હવે – જુઓ, ફરી પાછું? – એવું બોલશો, તો ફોન મૂકી દઈશ – શું? (જાણે રિસીવર મૂકી દે છે. જાઓ! હું તો આ ચાલી અંદર! (જાય) |
સંજીવઃ | (ફોનને ઉદ્દેશી) રણધીરભાઈ, પ્લીઝ, હવે તો અમને શાંતિથી રહેવા દો. અમારો ફોન એટલો બધો એન્ગેજ આવે છે કે મારો ધંધો રખડી પડ્યો છે. મહેરબાની કરો – છેવટે, એક વિનંતી છે: દર કલાકે નહીં, દર ત્રણ કલાકે ફોન કરો. અને બને તો રાતના નહીં કરશો પ્લીઝ … (બહાર) |
(સંજીવ બે હાથ જોડીને ફોનને નમે છે. ઘંટડી વાગે છે, ત્રણ વખત. મંજુ રિસીવર ઉપાડ્યા વિના જ વાત કરે છે.)
મંજુઃ | આજ કેમ મોડું કર્યું? રાહ નહીં, પણ – મોડું નથી થયું, બોલો? ટેવ કહેવી હોય તો તો કહેવાય, પણ બહુ સારી ટેવ નથી ને! શું? – એટલે એમ, કે ટેવ ન પાડું તોય તમે ફોન કર્યા વિના રહેવાના છો? ના હોં, ગંદું સાંભળવાની ટેવ પડી નથી અને પાડવીય નથી; ને તો તો હું તરત જ ફોન મૂકી દઈશ – શું? એવું બોલવાથી તમને ફાયદો શો થાય છે? – ફરી પાછું! જાઓ, મૂકી દઉં છું! |
(કહે છે લાડથી પણ રિસીવર મૂકી જ દે છે.)
સંજીવઃ | (ફોનને ઉદ્દેશી) જુઓ સાહેબ, રિયાલિસ્ટિક વાત કરજો, તમારે શું જોઈએ છે? કેટલા ઢીંગલા ગણી આપું, તો ફોનનો તમે કેડો છોડશો? – શું? કેશ, કારખાનું, મકાન, કંઈ પૂરું નહીં પડે? તો? શરમ આવવી જોઈએ તમને, મિસ્ટર! આબરૂદાર સદ્ગૃહસ્થ તમને વિનંતી કરે એનો અર્થ એ નહીં કે – શું? તમારો મેં આ ટોટો નથી પીસી નાખ્યો એટલું જ બાકી રહ્યું છે, સમજ્યા? મંજુ શું કામ આડી આવે એમાં? (મંજુ તરફ ફરે છે…) … મંજુ, તું એમાં આડી આવે? |
મંજુઃ | શેમાં? |
સંજીવઃ | હું આ રણધીરનો ટોટો પીસી નાંખું તેમાં? |
મંજુઃ | પણ એ તમને મળે ત્યારે ને! |
સંજીવઃ | ધાર કે મળે – તો? |
મંજુઃ | તમે ટોટો પીસો એના પહેલાં, આ ફોન જ હું એને માથે ન મારું? |
સંજીવઃ | (ફોનને ઉદ્દેશી) જોયું? તું એમ માને છે કે મંજુને તું ગમે છે? … એક તો અમે તને દર ત્રણ કલાકે ફોન કરવાની છૂટ આપી; અને ઉપરથી – બદમાશ! |
(ઘંટડી, ત્રણ વખત)
મંજુઃ | કહે છે, કે આ શહેરના એકેએક કુટુંબમાં અનિષ્ટ ઘર ઘાલીને બેઠું છે. કોઈ પણ બહાને એ ઘૂસી જાય છે, અને પછી જાત જાતના આકારો લે છે, અનેક પ્રકારના પડકારો, લલકારો કરે છે. |
સંજીવઃ | કોઈ એને કાઢવાની હિંમત કરી શકતું નથી. |
મંજુઃ | કોઈને એના વિના ચાલતું નથી. |
સંજીવઃ | કહે છે કે, ક્યારેક એનો આકાર જૂની થઈ ગયેલી પર્સ જેવો હોય છે – |
મંજુઃ | અને ક્યારેક સિગરેટ કેસ પર મૂકેલી લિપસ્ટિક જેવો! |
સંજીવઃ | હવે તો એની અહીં કોઈ વાતેય નથી કરતું. |
મંજુઃ | અમે એને અમારી સંસ્કૃતિમાં સમાવી લીધું છે. |
(ઘંટડી – ત્રણ વખત)
યસ, મંજુ સ્પિકિંગ – એ ભલે… ઓ.કે. – ના, કંઈ વાંધો નથી. ચોક્કસ, ચોક્કસ! (જાણે રિસીવર મૂકે છે.) |
સંજીવઃ | (થોડી વાર એની સામે જોઈ રહી) તું હવે કોઈ વિરોધ નથી કરતી. દલીલેય નથી કરતી? |
મંજુઃ | એટલે? |
સંજીવઃ | તું એની બધી વાતમાં હાએ હા જ કરતી હતી! |
(ફોન બતાવે છે.)
મંજુઃ | હં, હં! પણ એ રણધીરનો ફોન નહોતો! |
સંજીવઃ | તો ઠીક, મને એમ કે– (અટકે.) |
(ઘટંડી વાગે. મંજુ રિસીવર ઉપાડે – ઘરમાં ક્યાંય પણ ફરતાં ફરતાં)
મંજુઃ | કોણ? – હા બોલો – ખાસ – કંઈ નહીં, માથું ઓળતી હતી. |
સંજીવઃ | (જાણે જુદા ફોન પર) હલ્લો. ડિટેક્ટિવ એજન્સી? – હું સંજીવ માણેક બોલું છું. |
મંજુઃ | (જાણે ફોન પર) ના એવો તો કોઈ ઘોંઘાટ નથી. સંજીવ કોઈની સાથે ફોનમાં વાત કરી રહ્યો છે. |
સંજીવઃ | (જુદો ફોન) વાત એમ છે, કે અમારા પર કોઈનો ફોન આવે છે, પણ એ શોધી શકાતો નથી. તમે એમાં કંઈ મદદ કરી શકો? |
મંજુઃ | (જાણે ફોન પર) ના, રણધીર, કામ તો એટલું જ રહે છે – ના રે, હજી રસોયણ આવતી નથી. પણ રામોં આજથી આવવા માંડ્યો છે. |
સંજીવઃ | (જુદો ફોન) શું? – સમજ્યો: એને અમુક રંગનાં કપડાં પહેરાવી બોલાવીએ – પણ પછી – પછી તો તમે એને – |
મંજુઃ | ના રે – હમણાં રાતરાણી વાવી છે – એટલે અંધારું તો મઘમઘતું થઈ જાય છે. – સારું આવજો. |
સંજીવઃ | ઓ.કે. – ઈટ વીલ બી ડન, સર. |
(જાણે બન્ને ફોન મૂકે. બન્ને એકબીજાંને જુએ.)
મંજુ, એવું નક્કી કર્યું છે, કે તું એને અમુક રંગનાં કપડાં પહેરીને ક્યાંક આવવાનું કહે – અને તું એને મળે એટલે એને પકડી લઈએ. |
મંજુઃ | … સંજીવ, હું એને મળી! |
સંજીવઃ | હેં? મળી? – હં – પછી? – એ કેવો છે? – કોણ છે? … બોલ ને, શું થયું? |
મંજુઃ | શું થાય? |
સંજીવઃ | હં – હં … પહેલી વખત મળી? |
મંજુઃ | હા, આ ઘરમાં પહેલી વખત મળી! |
સંજીવઃ | એટલે? બહાર ઘણી વખત મળી હતી? … એકલી? |
મંજુઃ | મેં તમને કહ્યું તો હતું. પેલી વખત ગઈ ત્યારે જ કહ્યું હતું! |
સંજીવઃ | હં – હં! |
મંજુઃ | તું મને કેમ પૂછતો નથી. એ મને શું કહે છે? … શું કરે છે? … કહું? |
સંજીવઃ | તું મને એટલો કાયર ગણે છે? … મંજુ, તને મારા માટે લાગણી રહી છે? |
મંજુઃ | આવું શું બોલતો હોઈશ? |
સંજીવઃ | પણ આ બધું… |
મંજુઃ | તો શું થાય, કહે? … અને છે ને, ક્યારેક તો એ ખૂબ ડાહ્યો હોય છે. ખૂબ સારી રીતે વર્તે – |
સંજીવઃ | પણ ક્યારેક? |
મંજુઃ | હા, ક્યારેક ક્યારેક જ હવે તો. પહેલાં એ થોડી બળજબરી કરતો – પણ હવે મને શું નથી ગમતું એની એને ખબર પડી ગઈ છે! હવે એ મને ક્યારેય નારાજ નથી કરતો… અને ક્યારેક તો વળી તારી જેમ – |
સંજીવઃ | મારી જેમ? … શું? |
મંજુઃ | સાવ તારી જેમ નહીં, પણ તોય એટલું બધું હવે ખરાબેય નહીં. |
સંજીવઃ | હં – હં … હું હવે અહીં રહું? |
મંજુઃ | અહીં? |
સંજીવઃ | આ ઘરમાં? |
મંજુઃ | હાસ્તો; કેમ આવું પૂછે છે? |
સંજીવઃ | એ હવે અહીં રહેશે ને? |
મંજુઃ | રણધીરે હજી કંઈ કહ્યું નથી. |
સંજીવઃ | પણ કહે, તો રહેવા દેજે… આપણી પેલી આરામખુરશી અને સ્ટૂલ એને અહીં મૂકી આપજે – ફોન પાસે. |
(ઘંટડી વાગે છે.)
(આધુનિક ગુજરાતી એકાંકીઓ)