અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/ઉદગાર: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> વસ્યો હૈયે તારે : રહ્યો એ આધારે :<br> પ્રિયે તેમાં મારે પ્રણય દુનિ...") |
(No difference)
|
Revision as of 07:37, 21 June 2021
વસ્યો હૈયે તારે :
રહ્યો એ આધારે :
પ્રિયે તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો!
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો!
નહિ તદપિ ઉદ્વેગ મુજને :
નયન નીરખે માત્ર તુજને :
હરે દૃષ્ટિ વ્હાલી, સદય મૃદુ તારી જ રુજને!
સદા ર્હેશે એવી :
સુધાવર્ષા જેવી :
કૃતિ માનું, દેવી! ક્ષણ સકલને જીવન તણી :
પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી!