અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/વત્સલનાં નયનો: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> તિમિરાશયનાં ગહને પડતાં, સપનાં વિધુરાં નઝરે પડતાં: સહું તે, પણ ક...") |
(No difference)
|
Revision as of 07:41, 21 June 2021
તિમિરાશયનાં ગહને પડતાં,
સપનાં વિધુરાં નઝરે પડતાં:
સહું તે, પણ કેમ શકાય; સખે! સહી
વત્સલનાં નયનો રડતાં?
નહિ તે કંઈ દોષભર્યાં નયનો:
પણ નિર્મલ નેહસરોવર સારસ—
યુગ્મ સમાં પરિપૂર્ણ દયારસ:
એ જખમી દિલનાં શયનો!