કંકાવટી મંડળ 1/કાંઠા ગોર્ય: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કાંઠા ગોર્ય|}} {{Poem2Open}} [નદીને તીરે ગૌરીની માટીની પ્રતિમા બના...") |
(No difference)
|
Revision as of 12:50, 9 June 2022
[નદીને તીરે ગૌરીની માટીની પ્રતિમા બનાવીને સૌરાષ્ટ્રણો પૂજન કરે છે. વાર્તાશૈલીમાં નવી ભાત પાડતી આ વાક્યરચના છે.]
સાસુ–વહુ હતાં. દેરાણી-જેઠાણી હતાં.
પુરુષોત્તમ માસ આવ્યો છે. ગંગા–જમના નદી કહાવે છે. આખું ગામ ના’ઈને કાંઠા ગોર્ય પૂજે છે. સાસુ અને નાની વહુ તો ના’વા જાય છે. મોટી વહુ તો આવતી નથી. ‘ભાભીજી, ભાભીજી, હાલો ના’વા જાશું?’
‘ના રે બાઈ!
મારે ઘેરે કામ છે.
મારે ઘેર કાજ છે.
ઈ તો રાંડ કૂડીનું કામ.
નવરી નિશાણીનું કામ
બાળી ભોળીનું કામ.
મારે ધણી દરબારમાંથી આવે
દીકરો નિશાળેથી આવે
દીકરી સાસરેથી આવે
વહુ પીરથી આવે
ગા’ ગોંદરેથી આવે
ભેંસ સીમમાંથી આવે!
મારે તો ઘૂમતું વલોણું ને ઝૂલતું પારણું : કપાળમાં ટીકો ને કાખમાં કીકો : મારે વાડ્યે વછેરા ને પરોળે પાડા : હું તો નવરી નથી, બાઈ, તું જા.’ દેરાણી સાહેલીઓને લઈ, ગાતી ગાતી ના’વા ગઈ છે. એને તો ઝૂલતાં પારણાં બંધાઈ ગયાં છે. ઘૂમતું વલોણું ફરી રહ્યું છે. લાલ ટીલી થઈ રહી છે. હાથમાં ગગો રમી રહ્યો છે. ભાભીજી તો છબછબ ના’યાં, ધબધબ ધોયાં.
‘કાં ભાભીજી, હાલ્યાં જાવ?
ગોર્યની પૂજા કરતાં જાવ.’
‘હું તો બાઈ, નવરી નથી.’ એમ કહી, ગોર્યમાને પાટુ દઈને કેડ ભાંગે : એમ રોજરોજ પાટુ મારે. જ્યાં ઘેરે આવે ત્યાં તો,