સોરઠિયા દુહા/32: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|32| }} <poem> આગ બટૂકે, વા ભ્રખે, ઘોડાં મોર્યે જાય; હું તુજ પૂછું ક...") |
(No difference)
|
Revision as of 05:31, 10 June 2022
32
આગ બટૂકે, વા ભ્રખે, ઘોડાં મોર્યે જાય;
હું તુજ પૂછું કંથવા, ઇ હરણ કસાં ઘી ખાય!
ઘાસને અભાવે વગડાની ગરમ લૂ અને પવન ખાઈને પણ ટકનારા અને દોડવામાં ઘોડાંથી પણ આગળ નીકળી જનારાં જે હરણાં છે તેને ઘી ખાવા ક્યાં મળે છે, હે પતિ!