સોરઠિયા દુહા/34: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|34|}} <poem> ટાઢી અગ્નિ વન ડસે, જળ પથરા વેરન્ત; તરીયા રૂઠી જે કરે, (...")
(No difference)

Revision as of 05:48, 10 June 2022


34

ટાઢી અગ્નિ વન ડસે, જળ પથરા વેરન્ત;
તરીયા રૂઠી જે કરે, (તે) દૈવે નહિ કરન્ત!

ટાઢી અગ્નિ — એટલે હિમ — આખા જંગલને ભરખી ખાય, અને પાણી પથ્થરને પણ વહેરી નાખે; પરંતુ સ્ત્રી જ્યારે રૂઠે છે ત્યારે એ એવો કોપ બતાવે છે કે વિધાતા પણ એવું ન કરી શકે!