સોરઠિયા દુહા/45: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|45|}} <poem> વાજા ઠાકર ને અંબવન, ઘર ઘર રંભા-ઘેર; રેંટ ખટૂકે વાડીઆ,...") |
(No difference)
|
Revision as of 06:29, 10 June 2022
45
વાજા ઠાકર ને અંબવન, ઘર ઘર રંભા-ઘેર;
રેંટ ખટૂકે વાડીઆ, ભોં નીલી નાઘેર.
નાઘેરની લીલી રળિયામણી ધરતી ઉપર વાજા વંશના રજપૂતો વસે છે. મોટાં મોટાં આંબાવાડિયાં ઊભાં છે, કેળોનાં ઝુંડ તો દરેક ઘરના આંગણામાં જામી ગયાં છે, અને કૂવાનાં પાણી રેંટ વડે ઉલેચાઈને ઘેઘૂર વાડીઓને પવાય છે.