સોરઠિયા દુહા/51: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|51|}} <poem> નદી ખળકે નિઝરણાં, મલપત પીએ માલ; ગાળે કસુંબા ગોવાળિયા...")
(No difference)

Revision as of 06:35, 10 June 2022


51

નદી ખળકે નિઝરણાં, મલપત પીએ માલ;
ગાળે કસુંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ.

જ્યાં નદીઓ અને ઝરણાંઓ ખળખળ વહી રહેલ છે, જ્યાં માલધારીના માલ (ગાયો–ભેંસો) ભરપૂર પાણીમાં મલપતાં મલપતાં નીર પીવે છે. જ્યાં ગોવાળ લોકો અફીણના કસુંબા ગાળીને ગટગટાવે છે, એવો એ પાંચાળ દેશ છે.