સોરઠિયા દુહા/52: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|52 |}} <poem> ઠાંગો માંડણ ઠીક છે, કદી ન આંગણ કાળ, ચાર પગાં ચરતાં ફર...")
(No difference)

Revision as of 06:37, 10 June 2022


52

ઠાંગો માંડણ ઠીક છે, કદી ન આંગણ કાળ,
ચાર પગાં ચરતાં ફરે, પડ જોવો પાંચાળ.

જ્યાં ઠાંગો અને માંડણ જેવાં વંકા ડુંગરા છે, દુષ્કાળ જ્યાં કદી પડતો નથી, જ્યાં ચોપગાં જાનવરો ચારો ચરતાં ફરે છે, એવો એ પાંચાળ છે.