સોરઠિયા દુહા/58: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|58|}} <poem> ચંગા માડુ ઘર રહે, એ તિન અવગણ હોય; કાપડ ફાટે, રિણ વધે, ના...")
(No difference)

Revision as of 06:45, 10 June 2022


58

ચંગા માડુ ઘર રહે, એ તિન અવગણ હોય;
કાપડ ફાટે, રિણ વધે, નામ ન જાણે કોય.

સારો માણસ ઘેર બેસી રહે તો તેનાં ત્રણ માઠાં પરિણામો આવે : એક તો એ બેઠો બેઠો લૂગડાં ફાડે, બીજું, માથે કરજ વધતું જાય, અને ત્રીજું, જગતમાં એની કીર્તિ ક્યાંય પ્રસરે નહિ.