સોરઠિયા દુહા/62: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|62| }} <poem> સફરાં પહેરે સૂત, ઓઢે પણ આપે નહિ; (ઈ) તનડાં નૈ, તાબૂત, સા...") |
(No difference)
|
Revision as of 06:51, 10 June 2022
62
સફરાં પહેરે સૂત, ઓઢે પણ આપે નહિ;
(ઈ) તનડાં નૈ, તાબૂત, સાચું સોરઠિયો ભણે.
જે માનવી પોતે તરેહવાર લૂગડાં પહેરતો હોય, પણ બીજાને એમાંથી કદીય કાંઈ ન આપતો હોય તેની શોભા તાબૂતના જેવી નિષ્પ્રાણ છે. તાબૂત ચાહ્યા તેવા રંગરંગીલા કાપડથી મઢેલો હોય, પણ તે બીજાને શા ખપનો!