સોરઠિયા દુહા/67: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|67|}} <poem> થોડું બોલે ને થરહરે, મરકીને કાઢે વેણ; (એને) કાંટો કે’દ...") |
(No difference)
|
Revision as of 07:04, 10 June 2022
67
થોડું બોલે ને થરહરે, મરકીને કાઢે વેણ;
(એને) કાંટો કે’દી ન વાગજો, (મર) હોય પારકાં શેણ.
ઓછાબોલી, આંચકો ખાનારી અને મોઢું મલકાવીને જ શબ્દો ઉચ્ચારનારી સ્ત્રી ભલે ને બીજા કોઈની ઘરનારી હોય, તોયે એને કાંટો પણ ન વાગજો એવી દુવા દઉં છું.