સોરઠિયા દુહા/68: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|68|}} <poem> કાળમુખાં ને રિસાળવાં, નીચાં ઢાળે નેણ; (એને) કાળી નાગણ...")
(No difference)

Revision as of 07:05, 10 June 2022


68

કાળમુખાં ને રિસાળવાં, નીચાં ઢાળે નેણ;
(એને) કાળી નાગણ કરડજો, (મર) હોય પોતાનાં શેણ.

ગુસ્સાથી કાળું મોં કરનારી, રિસાળ, નીચી નજર ઢાળનારી એવી સ્ત્રી ભલે આપણી પોતાની સજની હોય તોપણ એને કાળી નાગણીના દંશ થજો.