સોરઠિયા દુહા/72: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|72 |}} <poem> પલપલમાં કરે પ્યાર, પલપલમાં પલટે પરા; એ મતલબના યાર, રહ...")
(No difference)

Revision as of 09:18, 10 June 2022


72

પલપલમાં કરે પ્યાર, પલપલમાં પલટે પરા;
એ મતલબના યાર, રહેજે અળગો રાજિયા!

જરાજરામાં જે પ્રીત કરવા મંડી જાય છે અને પાછો વાતવાતમાં જેનો પ્રીત સંબંધ ઓછો થઈ જાય છે તેવાં માનવી માત્ર સ્વાર્થનાં સાથી હોય છે; હે રાજિયા, તું એવાનો સંગ ન કરતો.