સોરઠિયા દુહા/75: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|75|}} <poem> ડુંગર જલતી લાય, જોવે તે સારી જગત; પરઝળતી નિજ પાય, રતિ...")
(No difference)

Revision as of 09:22, 10 June 2022


75

ડુંગર જલતી લાય, જોવે તે સારી જગત;
પરઝળતી નિજ પાય, રતિ ન સૂઝે રાજિયા.

દૂરના ડુંગરા ઉપર જે દવ લાગ્યો હોય તે તો જગત આખું જુએ છે. પણ હે રાજિયા! પોતાના પગ નીચે જે સળગ્યું હોય તે કોઈની આંખે સૂઝતું નથી : મતલબ કે દુનિયામાં બીજાના દોષ સહુને દેખાય છે, પણ પોતાની જાતની ખામી કોઈ જોઈ શકતું નથી.