સોરઠિયા દુહા/84: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|84| }} <poem> આણંદ કહે કરમાણદા, માણસે માણસે ફેર; (એક) લાખું દેતાં ન...") |
(No difference)
|
Revision as of 09:31, 10 June 2022
84
આણંદ કહે કરમાણદા, માણસે માણસે ફેર;
(એક) લાખું દેતાં નવ મળે, એક ટકાનાં તેર
આણંદ કહે છે, કે કરમાણંદ! માણસ-માણસ વચ્ચે બહુ ફેર હોય છે. કોઈક માનવી એવું હોય છે કે જે લાખ રૂપિયા દેતાંય ન મળે; જ્યારે બીજા કેટલાય તો ટકાના તેર જેવા વાટમાં ભટકતા હોય છે.